બુલંદશહેર: બુલંદશહર.એલએલબીનો અભ્યાસ કરતા કોંગ્રેસી નેતાએ રડતા રડતા પોતાની પીડા વ્યક્ત કરતાં કહ્યું કે હું પ્રિયંકા દીદીના સ્લોગનથી ખૂબ પ્રભાવિત છું, હું છોકરી છું, લડી શકું છું. મહિલાઓને લાગતું હતું કે હવે પોતાનું સન્માન થશે, ખુલ્લું આકાશ મળશે, પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી જ બહાર આવી.
ગુરુવારે કોંગ્રેસે કુલ 41 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. જેમાં 16 મહિલાઓને પસંદગી આપવામાં આવી છે, જ્યારે પ્રથમ યાદીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. યૂથ કોંગ્રેસ નેતા ગીતા રાની શર્મા જ્યારે તેમનું નામ યાદીમાં સામેલ ન હતું ત્યારે તેઓ રડવા લાગ્યા હતા અને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે તેમના પરિવારના બલિદાનને દગો આપ્યો છે.
હવે કરશે ભૂખ હડતાળ: ગીતા એ વધુ માં જણાવતા કહ્યું કે પ્રિયંકા દીદીએ કહ્યું છે કે ‘હું છોકરી છું અને લડી શકું છું’. આ સૂત્ર હવે મારી શક્તિ બની ગયું છે, અને મને ટિકિટ મળી નથી તેથી “હું દીદીને બતાવવા માંગુ છું કે હું પણ એક છોકરી જ છું, અને હું પણ લડી શકું છું.” અને વધુ આરોપો લગાવતા તમણે જણાવ્યું કે અહી કામ જોઈ ને નહીં પરંતુ પૈસા જોઈ ને ટિકિટ આપવામાં આવી રહી છે.
હું કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસુ છું, અન્ય કોઈ પક્ષમાં જોડાઈશ નહીં, જેના કારણે હું અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું વિચારી રહી છું. ગીતા રાની શર્માએ 10 માર્ચ સુધી ભૂખ હડતાળ પર બેસવાની જાહેરાત કરી છે.
પરિવાર 1990થી જોડાયેલો છે: ગીતાનો પરિવાર 1990થી કોંગ્રેસ સાથે જોડાયેલો છે અને ગીતા દિલોજાનથી કોંગ્રેસ સાથે ઉભી છે. આ યુવતી પોલીસમાં નોકરી કરતી હતી, પરંતુ તેને નોકરી પસંદ ન હતી, તેથી નોકરી છોડી ને એલએલબી નું ભણવાનું શરૂ કર્યું હતું.