દેશમાં કોરોના નું તાંડવ હવે એટલી હદે વધી ગયું છે કે વાત ન પુછો. દિવસેને દિવસે હવે લોકોના મોત થઈ રહ્યા છે. સાથેજ લોકોને હવે હોસ્પિટલોમાં બેડ નથી મળતા અને ઓક્સિજનનો પણ અભાવ સર્જાયો છે. જેના કારણે દર્દીઓની હાલત તો સૌથી ખરાબ છે. સરકારે લગ્ન પ્રસંગમાં પણ માત્ર 50 માણસોને મંજૂરી આપી છે. ત્યારે આવા સમયે રતલામમાં એક વિચીત્ર કેસ સામે આવ્યો છે.
લગ્નો પર પહેલાથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે આવા અહીયા એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. સાંભળીને તમને નવાઈ લાગશે કે અહીયા દુલ્હા દુલ્હને પીપીઈ કીટ પહેરીને લગ્ન કર્યા છે. આ સમાચાર ભારતમાં ફેલાયા બાદ સૌ કોઈ નવાઈ પામી ગયા છે. જોકે મુદ્દાની વાત કરીએ તો દુલ્હાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો.
આ મામલે અધિકારીઓને જ્યારે માહિતી મળી ત્યારે અધિકારીઓ પણ લગ્નને રોકવા માટે પહોચ્યા હતા. પરંતુ વર અને કન્યા પક્ષના કુલ 8 જેટલા લોકો આ લગ્નમાં શામેલ હતા. જેથી પ્રશાસનની ટીમ દ્વારા પણ આ લગ્ન રોકવામાં ન આવ્યા. સાથેજ ટીમની સામેજ લગ્ન થયા હતા. આ સીવાય પરિવારના લોકોએ પણ વીડિયો કોલ કરીને દુલ્હા દુલ્હનને આશિર્વાદ આપ્યા હતા.
#WATCH | Madhya Pradesh: A couple in Ratlam tied the knot wearing PPE kits as the groom is #COVID19 positive, yesterday. pic.twitter.com/mXlUK2baUh
— ANI (@ANI) April 26, 2021
પ્રશાસનની ટીમને એવી માહિતી મળી હતી કે પીપીઈ કીટ પહેરીને લગ્ન થઈ રહ્યા છે. જોકે બાદમાં તેમને એવી માહિતી મળી કે યુવક કોરોના પોઝિટીવ છે. જેથી પ્રશાસનની ટીમ તુરંત ઘટના સ્થળે પહોચી હતી. અને તેમણે આ મામલે વિરોધ કર્યો હતો.
જોક સમગ્ર મામલે પછી પ્રશાસનની ટીમને પરિવારના વડીલો દ્વારા વિનંતી કરવામાં આવી હતી. જેથી પીપીઈ કીટ સાથેજ તેમના લગ્ન પૂરા કરાવ્યા. જોકે દુલ્હા દુલ્હને પ્રશાસનની ટીમને એં કહ્યું હતું કે તેમનો હેતું એટલોજ છે કે મોટા વડીલોની ઈચ્છા પૂરી થાય. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે તેઓ સરાકરની ગાઈડલાઈનનું પણ સંપૂર્ણ પાલન કરી રહ્યા છે.
#WATCH | Madhya Pradesh: A couple in Ratlam tied the knot wearing PPE kits as the groom is #COVID19 positive, yesterday. pic.twitter.com/mXlUK2baUh
— ANI (@ANI) April 26, 2021
ઉલ્લેખનીય છે કે બંનેના લગ્નની તારીખ નકકી હતી. પરંતુ લગ્ન સમયે વરરાજાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો જેથી લગ્ન ટાળવાની વાત કરવામાં આવી હતી. જોકે બાદમાં લગ્ન લઈ લીધા. આ મામલે પ્રશાસન ટીમને જાણ થતા તેઓ તુરંત લગ્નને અટકાવવા પહોચ્યા હતા. જોકે સમગ્ર મામસે પીપીઈ કીટમાં લગ્ન થયા બાદ મામલો ઠંડો પડ્યો હતો.