ફિલ્મ જોઈને દીકરીએ માતાના પ્રેમી પર બ્લેડ વડે હુમલો કર્યો, પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો

આંધ્રપ્રદેશના ગુંટુરમાં એક પુત્રીએ તેની માતાના પ્રેમી પર જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે 22 વર્ષની છોકરીની માતાના આ પુરુષ સાથે લગ્નેતર સંબંધ હતા. જેનાથી યુવતી ગુસ્સે થઈ ગઈ હતી. મામલો તેનાલી વિસ્તારનો છે. યુવતીએ તેની માતાના પ્રેમી 30 વર્ષીય રામચંદ્ર રેડ્ડી પર બ્લેડ વડે હુમલો કર્યો હતો અને તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો.

પીડિત રામચંદ્ર રેડ્ડી બાપટલા જિલ્લાના તુમ્માલાપાલેમ ગામનો રહેવાસી છે અને છેલ્લા પાંચ વર્ષથી તેનાલીમાં રહે છે. તેને અહીં બે પુત્રીઓની એક મહિલા સાથે કથિત રીતે અફેર ચાલતું હતું. બંને વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. મંગળવારે બંને ફિલ્મ જોવા માટે સિનેમા ગયા હતા. જે બાદ બંને ઘરે પરત આવ્યા હતા. રામચંદ્ર નશામાં હતો અને જ્યારે મહિલા તેના માટે પાણી લેવા ગઈ ત્યારે તેની પુત્રીએ રામચંદ્ર પર બ્લેડ વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો.

જ્યારે પડોશીઓએ રામચંદ્રની ચીસો સાંભળી, ત્યારે તેઓએ તેને તરત જ તેનાલીની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેમની ગંભીર સ્થિતિને કારણે રામચંદ્રને ગુંટુરની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

બીજી તરફ પોલીસે યુવતી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. પોલીસે આ હુમલામાં યુવતીની મદદ કરનાર યુવતીના મિત્ર સામે પણ કેસ નોંધ્યો છે. હાલ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Scroll to Top