દરેક લોકો ઈચ્છે છે કે તેઓનો તહેવાર સારો રહે.આ દિવાળીએ જો તમે પણ એવીજ ઈચ્છા રાખો છો તો તમારે સૌથી પેહલા તમારી રાશિ મુજબ દાન કરવાનું છે.આજે અમે તમને જણાવીશું કે તમારી રાશિ મુજબ તમારે શુ દાન કરવું તથા સાથે સાથે એ પણ જણાવીશું કે તમારે ખરીદી કંઈ વસ્તુની કરવી.દિવાળી પર પોતાની રાશિ મુજબ ખરીદી કરવાથી બમણો લાભ થઈ શકે છે.તો આવો જાણીએ વિગતે.
મેષ રાશિ.
મેષ રાશિ જાતકો પીતળના વાસણો ખરીદો શકો છો. સાથીને ગિફ્ટ આપવા અથવા દાન કરવા માટે ચાંદી કે સફેદ ધાતુની જ્વેલરી લાવી શકો.
વૃષભ રાશિ.
વૃષભ રાશિના જાતકો રસોઈ ઘર માટે લોખંડની ચીજો ખરીદવી જોઈએ.તેનાથી લાભ થશે.લોખંડની ચીજો દાન કરવાથી લાભ થશે.
મિથુન રાશિ.
મીથુન રાશિનાં જાતકો સફેદ ધાતુના શ્રી યંત્ર કે ગણેશજી લાવી શકાય. કાંસાના વાસણ ખરીદવા શુભ રહેશે. સાથી માટે પીળા પુષ્પરાજની વીંટી ખરીદો.
કર્ક રાશિ.
કર્ક રાશિના જાતકો સોના કે ચાંદીની ચીજો ખરીદો. તાંબાથી બનેલી ચીજો દાન કરવાથી લાભ થશે.તાંબાના વાસણ ખરીદવા ઈચ્છતા હોવ તો ધ્યાનમાં રાખો કે તે ખાલી ન હોય. તેમાં પાણી, દૂધ અથવા જે પણ તેમને પંસદ હોય તે ભરી દાન કરો.
સિંહ રાશિ.
સિંહ રાશિનાં જાતકો ઘર માટે લક્ષ્મી વિષ્ણુની મૂર્તિ સોના કે પીળા ધાતુના સ્વરૂપે ખરીદો.સાથીને આપવા અથવા દાન કરવા સોના કે પીળા પુષ્પરાજનું લૉકેટ ખરીદો.
કન્યા રાશિ.
કન્યા રાશિનાં જાતકો ચાંદીની બનેલી કોઈ ચીજ ખરીદી રોજ પૂજા કરતી વખતે ઉપયોગ કરો.તાંબાની કોી ચીજ દાન કરી શકાય.
તુલા રાશિ.
તુલા રાશિના જાતકો ઘરના મંદિરમાં ચાંદીનું શ્રીયંત્ર અને દક્ષઇણવર્તી શંખલો.જીનવસાથી માટે મૂંગાની માળા કે બંગડી ખરીદો.
વૃશ્ચિક રાશિ.
વૃશ્ચિક રાશિનાં જાતકો ચાંદીની કોઈ ચીજ ખરીદો. તાંબા કે પીતળથી બનેલી કોી ચીજનું દાન કરો, મીઠાઈનું દાન કરવાથી પણ લાભ થશે.
ધનુ રાશિ.
ધનું રાશિનાં જાતકો તાંબાની કોઈ ચીજ ખરીદો કે દાન કરો.ચાંદીની જ્વેલરી પણ ખરીદા શકો છો.
મકર રાશિ.
મકર રાશિનાં જાતકો તાંબાની કોઈ ચીજ ખરીદો.ચાંદીથી બનેલી કોઈ ચીજનું દાન કરો અથવા સફેદ કપડા કે દૂધમાંથી બનેલી ચીજનું દાન કરવાથી પણ લાભ થશે.
કુંભ રાશિ.
કુંભ રાશિનાં જાતકો ઘરના મંદિર માચે સફેદ ધાતુ કે ચાંદીની દીવી ખરીદો.જીવનસાથી માટે સોનું, માણેક કે પુખરાજની વીંટી ખરીદી શકો છો.
મીન રાશિ.
મીન રાશિનાં જાતકો તાંબામાંથી બનેલી કોઈ ચીજ ખરીદો જેનો તમે રોજ ઉપયોગ કરી શકો.જો સંભવ હોય તો સોનાની કોઈ ચીજ દાન કરો અથવા તો પીતળમાંથી બનેલી કોઈ પણ ચીજનું દાન કરી શકો છો.
જો તમે આવત ને ધ્યાનમાં રાખીને કામ કરશો તો ચોક્કસ તમારે આ તહેવાર માં કોઈ પણ રીતની અડચણ નહીં આવે સાથેજ જો તમે ઉપર દર્શાવ્યા પ્રમાણે નું નાનું અથવા મોટું પરંતુ જે દર્શાવ્યું છે તેજ વસ્તુ દાન કરશો તો તમારી પાર સદાય માં લક્ષ્મીજી ના આશીર્વાદ રેહશે.