જીવનમાં ઘણી વખત આપણા કાને એવા ગજબ બનાવો પડતા હોય છે, જેના કારણે આપણે ચોંકી જઈએ છે, આવોજ એક ચોકવાનારો બનાવ સામે આવ્યો છે ચીનમાં બનાવ વીશે સાંભળીને સાંભળીને તમે પણ બે ઘડી વીચારમાં મુકાઈ જશો.
એક યુવકના લગ્ન હતા અને જ્યારે તે લગ્ન કરવા જઈ રહ્યો હતો. ત્યારે તેને જાણ થઈ કે જેની સાથે તે લગ્ન કરી રહ્યો છે તે યુવતી તેની બહેન છે, તેની બહેન વર્ષો પહેલા ખોવાઈ ગઈ હતી અને આ મુદ્દે ખુલાસો થયા બાદ બધા લોકો આશ્ચર્ચનાં મુકાઈ ગયા છે, જોકે છોકરાની માતાએ તેમ છતા બંનેના લગ્નની મંજૂરી આપી દીધી છે.
ગત 31 માર્ચના રોજ આ બનાવ સામે આવ્યો છે ચીનના જિયાંગસું પ્રાંતના સુઝૂનમાં એખ લગ્ન કાર્યક્રમ હતો, દુલ્હાની માતાએ દુલ્હનના હાથ પર એક નિશાન જોયું તે નિશાન જોયા પછી તેને અંદાજો આવ્યો કે વર્ષો પહેલા તેની દિકરી ગાયબ થઈ ગઈ હતી જેના હાથ ઉપર પણ આવુંજ નિશાન હતું, નિશાન જોઈને બે ઘડી તો માતા સ્તબ્ધ થઈ ગઈ હતી.
સમગ્ર મામલે તેની માતાએ તપાસ કરી, જેમા સામે આવ્યું કે તેના દિકરાની દુલ્હન તેજ છે જે વર્ષો પહેલા પહેલા તેની ગાયબ થઈ હતી. જ્યારે આ વાત માતાએ તેની દિકરીને કહી ત્યારે દિકરી અને તેની માતા ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા હતા, તે ક્ષણે તેમની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો, પરંતુ સ્થળ પર હાજર અન્ય લોકો હેરાન રહી ગયા હતા.
દુલ્હનના હાથ પર નિશાન જોયા પછી તેણે તેની માતાને પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે તે લોકોએ બાળકીને દત્તક લીધી હતી, જોકે મહિલાની સમગ્ર વાતો સાંભળીને છોકરીનો પરિવાર પણ હેરન રહી ગયો હતો, કારણકે આટલા વર્ષોથી તેણે એ વાત છુપાવીને રાખી હતી કે તેમણે તેની છોકરીને દત્તક લીધી હતી. દુલ્હનના પરિવારે જણાવ્યું કે તેમને રસ્તા પરથી બાળકી મળી હતી, જેથી તેને તે લોકોએ દત્તક લઈ લીધી હતી.
જોકે ઉલ્લેખિય છે કે જ્યારે દિકરી ગુમ થઈ ત્યારે માતાએ એક બાળકને દત્તક લીધો હતો, જેથી તે બન્ને જણા બાયોલોજીકલ ભાઈ બહેન ન હતા, જેના કારણે પરિવારના સભ્યોએ તેમના લગ્નની મંજૂરી આપી, જેથી બંને પરિવારના સભ્યોએ ધામધૂમથી તેમના બાળકોના લગ્ન કર્યા, સાથેજ લગ્નની જોડે તેમના ચહેરા પર એક અલગજ સ્મીત જોવા મળ્યું હતું.