આ હવસખોર પતિએ અંધારાનો લાભ ઉઠાવી, તેની સારી ને પલંગમાં નાખી કર્યું એવું કૃત્ય કે, તમારા પણ હોસ ઉડી જશે…

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આજ કાલ બળાત્કાર,દુષ્કાર્મ, રેપ કેસ વગેરે જેવા કિસ્સાઓ સામે આવતા હોય છે.પરંતુ આ કિસ્સો વાંચીને તમારા પણ હોસ ઉડી જશે.આ કિસ્સો એક પતિ નો છે.લગ્ન એક એવો સબંધ છે જેમા પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વિશ્વાસ આદર સહનશીલતા વગેરે હોય છે.પણ એમાં જો કોઈ ત્રીજી વ્યક્તિ નું આગમન થાય તો શું થાય એવોજ એક કિસ્સો તમારી સમક્ષ રજુ કરવા જઈ રહયા છે.જે વાંચીને તમારા પણ હોસ ઉડી જશે.

વેલકમ જી જૂ આમ બોલતાની સાથે જ ખુશી એ મારા હાથમાંથી બેગ લઇ લીધી તેના હાથનો સ્પર્શ મારા સમગ્ર શરીરને રોમાંચિત કરી ગયો તે રેખાનો હાથ પકડી લગભગ તેને ખેંચીને અંદર લઇ ગઇ અંદર જતી ખુશીની લહેરાતી જુલ્ફોમાં મારૂ મન અટવાઇ ગયું આ ખુશીએ તો મહિનાઓથી મારી રાતની ઊંઘ અને દિવસનું ચેન લઈ લીધા હતાં રેખા સાથે લગ્ન નક્કી થઇ ગયાં પછી જ્યારે સગાઇ સમયે પહેલીવાર મેં તેની નાની બહેન ખુશીને જોઇ ત્યારે હું તેના રૂપ નો દીવાનો બની ગયો મેં તો રેખાને બદલે ખુશી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કરી લીધું મેં મમ્મીને મારા મનની વાત કરી તો તે બાઘી જ થઇ ગઇ તે મને સમજાવતાં બોલી આ તું શું કહે છે આમ કરવું તે ખરેખર દગો જ કહેવાય.

કેવી દગાબાજી મમ્મી એ લોકોએ પણ શું આપણી સાથે દગાબાજી નથી કરી પોતાની સુંદર દીકરીને સંબંધીને ઘેર મોકલી આપી અને સાધારણ દેખાવવાળી મોટી દીકરીને બતાવી આપણને ફસાવી દીધા મેં મોટા અવાજે દલીલ કરી બેટા આને દગો ન કહેવાય આ તો માબાપની સમજદારી કહેવાય ક્યારેક નાની બહેન મોટી બહેન કરતા વધુ દેખાવડી હોય ત્યારે છોકરાવાળા નાનીને પસંદ કરી લે છે રેખા શું ઓછી સુંદર છે નાકનકશો પણ સારો છે મમ્મી સમજાવતાં બોલી.

પરંતુ મારા પર તો ખુશીની સુંદરતા તથા યુવાનીનો જાદુ છવાયેલો હતો એટલે હું દલીલ કરતાં બોલ્યો પ્લીઝ મમ્મી બસ એક વાર તું એ લોકો સાથે વાત તો કરી જો કદાચ તેઓ માની પણ જાય મમ્મી કશો જવાબ આપ્યા વિના ત્યાંથી ચાલી ગઇ મને પૂરે પૂરો વિશ્વાસ હતો કે રેખાનાં મમ્મી પપ્પા આ વાત માની જશે તેઓ આટલો સારો એન્જીનીયર છોકરો હાથમાંથી જવા નહીં જ દે હું સતત ખુશીના જ વિચારો કરવા લાગ્યો અને ઊંચે આકાશમાં ઊડવા લાગ્યો એટલામાં પપ્પા આવ્યા અને મને મોટા આવજે બોલ્યા તું આવું વિચારી પણ કેવી રીતે શકે છે કે અમે આવી શરમજનક વાત તેમને કરીશું.

જે છોકરી તને પતિના રૂપમાં મનથી માની ચૂકી છે તું એની દુનિયા ઉજાડવા માગે છે સગાસંબંધી અને ઓળખીતા પાળખીતાની હાજરીમાં તેની ઇજ્જતનાં ધજાગરા ઉડાડવા માગે છે જો તું તારી મનમાની કરીશ તો મારો અને તારો સંબંધ કાયમ માટે ખતમ થઇ જશે પપ્પાની ધમકી આગળ મારે નમતું જોખવું પડયું હું તેમનું દિલ દુભાવવા માગતો નહોતો એટલા માટે હું રેખા સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયો સગાઇ પછીથી જ ખુશી મારા મન મગજ પર છવાઇ રહી તેની સુંદરતામાં કોણે જાણે એવું તે શું હતું કે હું ઇચ્છવા છતાં તેને ભૂલી શકતો નહોતો લગ્ન સમયે પણ મારી નજર માત્ર એના પર ટકી રહેલી હતી તેના જરાક અમથા સ્પર્શથી મારા શરીરમાં ઝણઝણાટી પસાર થઇ જતી હતી મારા બૂટ ચોરી લીધા પછી ખુશી ખડખડાટ હસતાં બોલી જી જુ લાવો મારો લાગો ચાલ તને મારું દિલ જીવન બધું જ લાગામાં આપી દીધું મારા મનમાં છુપાયેલી ઇચ્છાને મેં મજાકમાં તેની સામે રજૂ કરી દીધી તે આંખો પટપટાવી બોલી ખરેખર જી જૂ યૂ આર ગ્રેટ બધું જ મને આપી દેશો તો રેખા દીદીને શું આપશો.

વિદાય સમયે ખુશીને રડતી જોઇને મારૂ મન પણ ભારે થઇ ગયું હતું તે ડૂસકાં ભરતાં મને કહેવા લાગી પ્લીઝ જીજૂ અમારી રેખાદીદીને હંમેશા ખુશ રાખજો એ ખૂબ જ ભલીભોળી અને નિર્દોષ છે તેને પ્રેમથી બધું સમજાવજો આમ તો ખુશી રેખા કરતા માત્ર બે જ વર્ષ નાની હતી બંને બહેનો કરતાં સાહેલીઓ વધુ હતી અમારા લગ્નના માત્ર પાંચ દિવસ પછી જ રેખાના ભાઇ ઋષિના લગ્ન નક્કી થયા હતાં ઋષિનાં લગ્નમાં જવા માટે હું ખૂબ જ ઉત્સુક હતો કારણ કે ખુશીને મળવાનો મને મોકો મળી રહ્યો હતો ખુશીનો સંગાથ વધુ મળે એ લાલચમાં મેં ઓફિસમાંથી પાંચ દિવસની રજા પણ લઇ લીધી હતી ઋષિના લગ્ન દરમિયાન કોઇને કોઇ બહાને હું ખુશીની નજીક પહોંચવાનો પ્રયાસ કરતો ક્યારેક પ્રેમભરી નજરે તેને જોતો તો ક્યારેક આંખ મારીને જરા હસી લેતો હું.

જ્યારે જ્યારે આવું કરતો હતો ત્યારે મનમાં જરા ડર રહેતો કે ક્યાંક ખુશી સૌની સામે મારી આબરૂ ના ધજાગડા નહીં ઊડાડે ને પરંતુ તેને મૂંગી જોઇ મારૂ સાહસ ઓર વધી ગયું તેની ચુપ્પી નો લાભ મેં ઋષિની જાન વખતે લીધો મોકો મળતાં જ મેં તેને એકાંતમાં જઇને પૂછ્યું ખુશી સાચેસાચું કહે કે જે હું અનુભવી રહ્યો છું તું પણ એવો અનુભવ કરી રહી છે ને તે શરમથી નજર ઝુકાવતાં બોલી જી જૂ હું તમને જીજૂ નહીં વિકી કહીશ વિકી કાલે રાત્રે ઉપરવાળા રૂમમાં મને મળજો હું તમારી વાટ જોઇશ ખરેખર ખુશીના આમંત્રણથી હું નાચી ઉઠયો પરંતુ શંકા થતાં બોલ્યો ખુશી જો કોઇ જોઇ જશે તો તે ખૂબ સહજ થઇને બોલી રાત્રે બરાબર બાર વાગે તમે આવી જજો ત્યાં સુધીમાં બધા સૂઇ જાય છે.

રૂમ ની લાઇટ બંધ રાખજો અને આપણે વાત પણ નહીં કરીએ ક્યાંક આપણી વાત કોઇ સાંભળી જાય તો તો આપણી પોલ ખૂલી જશે તેની વાત સાંભળી મને રાહત થઇ ગઇ તેની તરફ બરાબર તાકતા વિચારવા લાગ્યો આ છોકરી તો રેખા કરતાં વધુ સુંદર હોવાની સાથે સાથે હોશિયાર પણ છે કેટલી જલદીથી મારા મનની વાત જાણી ગઇ અને પોતાના તરફથી મંજૂરી પણ સહજતાથી આપી દીધી પત્ની સાથે સુંદર સાળીને મેળવવાના વિચારમાં હું મારી જાતને ભાગ્યશાળી માનવા લાગ્યો હલ્લો ક્યાં ખોવાઇ ગયા તમે ખુશીએ આવું કહ્યું તો હું એકદમ સભાન થઇ ગયો તો કાલે રાત્રે પાકું ને મેં સાવચેતીથી પૂછ્યું પોતાની વાત પર ભાર મૂકતાં તે બોલી સો ટકા પાકું પછી જરા વિચાર કરી કહેવા લાગી અરે હા વિકી તમે મારા માટે કોઇ ગિફ્ટ લાવશો ને જરૂર મેં આનંદમાં ઉછળતાં કહ્યું બોલ શું ગિફ્ટ લાવું તારા માટે એ સહેજ વિચાર કરી કહેવા લાગી ચાલો એક સરસ મજાનો નેકલેસ લઇ આવજો આમ કહી તે અદાથી લટકા ઝટકા મારતી ત્યાંથી જતી રહી.

ખુશીની મંજૂરી તથા મળવાના આમંત્રણથી મારો અહીં આવવાનો અર્થ સરી ગયો હતો બીજા દિવસે બજારમાં જઇ હું સરસ મજાનો નેકલેસ ખરીદી લાવ્યો અને બેચેનીપૂર્વક રાત્રી પડે તેની રાહ જોવા લાગ્યો રાત્રે બાર વાગતાં જ મારા હૃદયના ધબકારા વધી ગયા હું ચોરની જેમ દબાયેલા પગલે ઉપરના રૂમ તરફ આગળ વધવા લાગ્યો હું જેવો નજીક પહોંચ્યો તો ઝાંઝરનો રણકાર અને બંગડીનો ખણખણાટ મને સંભળાયો આનો અર્થ એ જ હતો કે ખુશી તેના વાયદા મુજબ રૂમમાં આવી ગઇ હતી.

રૂમમાં દાખલ થતાં જ ચંપાચમેલીનાં ફૂલોની સુગંધથી મારું તનમન મહેકી ઉઠયું કદાચ ખુશીએ વેણી નાખી હશે રૂમમાં ઘૂસતાની સાથે જ તેણે તરત અંદરથી બારણું બંધ કરી દીધું અંધારાનો લાભ ઊઠાવી મેં તેને જોરથી બાથ ભરી લીધી એક તસતસતું ચુંબન આપી દીધું પછી તેને પલંગ પર લઇ આવ્યો અંધારામાં જ મેં તેના ગળામાં નેકલેસ પહેરાવી દીધો અને ધીરેથી બોલ્યો કાલે જોઇને કહેજે કેવો લાગ્યો નેકલેસ પહેર્યા પછી કદાચ તે ખૂબ જ ખુશ થઇ ગઇ એટલે તેણે મને કસીને બાથમાં લીધો તેની આ હરકતથી હું મારી જાતને રોકી ન શક્યો તેણે પણ કશો વિરોધ ન કર્યો તે પણ મારા જેટલી જ ખુશ હતી એવું મેં અનુભવ્યું કોઇ અમારી વાત સાંભળી ન લે એટલે અમે મૂંગા જ રહ્યાં બસ હું આવેગમાં આવી આઇ લવ યૂ કહેતો હતો એ પછી કોણ જાણે ક્યારે અમને બંનેને ઊંઘ ઘેરી વળી અને અમે સૂઇ ગયાં સવારે રૂમમાં અજવાળું થતાં જ હું ચમકીને જાગી ગયો અને તેને જગાડતા બોલ્યો ઉઠ જલદી સવાર થઇ ગઇ છે તેણે આળસ મરડી જેવું પડખું ફેરવ્યું કે મારા મોંમાંથી શબ્દો સરી પડયા.

તુ…ખુશીની જગાએ રેખાને જોઇ હું તો આશ્ચર્યચકિત થઇ ગયો રેખા હસીને બોલી સાચે જ તમને શાબાશી દેવી જોઇએ કેટલી હોશિયારી સાથે તમે આટલી ભીડભાડમાં પણ મળવાની યોજના કરી કાઢી લાગે છે કે તમારે ખુશી સાથે સારૂ બને છે એટલે જ તેને આખો પ્લાન સમજાવી દીધો હતો હું તેની વાત સાંભળી બાઘાની જેમ તેને જોતો રહી ગયો પછી રેખા મારો હાથ પ્રેમપૂર્વક પકડતાં બોલી ગમે તે હોય વિકી પણ આ રીતે અંધારામાં કશું પણ બોલ્યા વિના મળવામાં કેટલી મજા આવે છે એનો મેં પહેલીવાર અનુભવ કર્યો પછી રાત્રે પહેરાવેલા નેકલેસની પ્રશંસા કરતાં બોલી ખરેખર તમે મને ખૂબ જ સુંદર ભેટ આપી છે.

ચાય ગરમ ચાય નો અવાજ સાંભળી તે ખડખડાટ હસી પડતાં બોલી લો આવી ગઇ તોફાની છોકરી આખો દિવસ તોફાન મસ્તી કરે છે પોતાના નામ મુજબ બીજાને આનંદ આપતી ફરે છે હાથમાં ચાની ટ્રે સાથે ઉલ્લાસથી ઉછળતી ખુશી બોલી ગુડમોર્નિંગ જીજૂ તમારી આંખો પરથી લાગે છે કે તમે રાતભર સૂતા નથી ચાલ ભાગ બદમાશ ક્યાંની રેખા જુઠ્ઠો ગુસ્સો કરતાં બોલી રેખાના ગળામાં નેકલેસ જોઇને ખુશી જરા મલકાતા બોલી ઓહ આ નેકલેસ તો ખરેખર સુંદર છે કોણે આપ્યો લાગે છે કે આપવાવાળો ખૂબ જ આશિક અને રંગીન મિજાજનો હશે ખુશીની વાત સાંભળી રેખા ખુલ્લા મને હસી પડી પરંતુ હું શરમાવાના કારણે ખુશી સાથે નજર ન મેળવી શક્યો ખુશી મારી પાસે આવી ખૂબ જ ધીમેથી બોલી કહો જીજૂ કેવી મજા પડી પછી જતાં જતાં ફરી બોલી દીદી અને જીજૂ પ્લીઝ જરા જલદી નીચે આવજો પપ્પા તમને બંનેને સરપ્રાઇઝ આપવા ઇચ્છે છે.

હું અને રેખા તરત જ નીચે ગયાં પપ્પા બોલ્યા આવો વિકાસકુમાર એક સારા સમાચાર છે કાલે ઋષિની જાનમાં એક દેખાવડા અને સ્માર્ટ ડોક્ટરે આપણી ખુશીને પસંદ કરી છે તેના પપ્પાનો હમણાં જ ફોન હતો તેમણે તેમના પુત્ર માટે ખુશીનું માગું મોકલ્યું છે મેં તો તરત હા કહી દીધી છે તે લોકો સાંજે સહકુટુંબ આપણે ઘરે આવવાના છે.

બસ ઝટપટ લગ્ન લઇ લેવા માગે છે એટલે તમારે થોડા વધારે દિવસ અહીં રોકાવું પડશે પરંતુ પપ્પા અમે લોકો તો આજે જ જઇ રહ્યા છીએ હું આમ બોલ્યો ખુશીએ તરત પોતાના હાથમાં મારો હાથ લેતાં કહ્યું પ્લીઝ જીજૂ રોકાઇ જાવ ને શું તમારી પ્રિય સાળીની ખાતર પણ આટલું નહીં કરો ખુશી સાથે નજર મેળવ્યા વિના મેં રોકવા માટે હા કહી દીધી મેં મનમાં નિર્ણય કરી લીધો કે તક મળતાં જ હું ખુશીને સોરી કહી દઇશ અને જે થયું તે પછી નહીં થાય એવી વાત કરીશ.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Motion Today. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organisation, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here