સુરતમાં ‘ટ્રક કેમ રોકી’ તેમ કહીને ટ્રક ચાલકોએ હોમગાર્ડનું અપહરણ કરી ઢોર માર માર્યો, જાણો પછી શું થયું…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં રાત્રે દોઢ વાગ્યે એક ટ્રક ચાલક સહિત પાંચ ઇસમો દ્વારા હોમગાર્ડના યુવાનનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ સચિન હોજીવાલા ખાતે ટ્રકમાંથી નીચે ઉતારી મૂકી ટ્રક ચલાવી ગયા હોવાની ફરિયાદ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. તેમ છતાં આ કેસ માં ઇચ્છાપોર પોલીસ દ્વારા ટ્રક ચાલક સહીત ચાર લોકોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

હોમગાર્ડના યુવાન મોહિત રાજેશકુમાર યાદવ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં વિસ્તાર માં ફરજ પર હતા, તે દરમિયાન ગઈકાલના રાત્રે દોઢ વાગ્યે મગદલ્લા બ્રિજના હજીરા તરફના સર્વીસ રોડ પરથી પસાર થતી ટ્રકને રોકવાનો તેમને પ્રયત્ન કર્યો હતો. ટ્રકના ચાલકે ટ્રક રોકવાના બદલે સ્પીડ વધારીને કવાસ પાટિયા તરફ ચલાવી દીધી હતી. જેના કારણે મોહિતે તેમનો પીછો પણ કર્યો હતો.

કવાસ પાટિયા પાસે ટ્રક ચાલકે ટ્રક રોકી હતી. જેમાંથી ચાર જણા નીચે ઉતર્યા અને મોહિત સાથે ઝઘડો કર્યો અને ટ્રક કેમ રોકી એમ કહી ને મોહિતનું મોંઢું દબાવી તેને બળજબરી પૂર્વક ટ્રકમાં બેસાડી દીધો અને ચાલુ ટ્રકમાં જ ટ્રક ચાલક સહિત પાંચેયે વ્યક્તિ દ્વારા તેને બેફામ ગાળો આપવામાં હતી.

તેની સાથે તેને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો અને ટ્રક સચિન તરફ ચલાવી દીધી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને થઈ જતાં પોલીસ દ્વારા પણ હોમગાર્ડ મોહિતનું અપહરણ કરી જનાર ટ્રક ચાલકની શોધખોળ શરુ કરાઈ રહી હતી. તેમ છતાં ટ્રક ચાલકે મોહિત યાદવને સચિન હોજીવાલા ખાતે ઉતારી દીધો હતો. ટ્રક ચાલક સહિતના તમામે મોહિતને મારીને તાપી નદીમાં ફેંકી દેવાની ધમકી પણ આપી દીધી હતી અને ભાગી ગયા હતા.

આ કેસમાં ઇચ્છાપોર પોલીસ દ્વારા ટ્રક ચાલક અને તેના સાથીદારોને ઝડપી લીધા હોવાનું પણ સામે આવી રહ્યું છે. તેમ છતાં સમગ્ર બાબતમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો