International

VIDEO: ચાકુથી હુમલો કરીને 4 લોકોની હત્યા કરી, ડ્રાઈવરે રસ્તા વચ્ચે ગોળી મારી

દક્ષિણ ઇઝરાયેલના શહેર બેરશેબામાં ત્યારે હંગામો થઈ ગયો જ્યારે એક વ્યક્તિએ ચાકુથી લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું. મંગળવારે બનેલી ઘટનાને પોલીસે આતંકવાદી હુમલો ગણાવ્યો છે. સ્થળ પર હાજર સશસ્ત્ર માણસોએ હુમલાખોરને પણ મારી નાખ્યો હતો, પરંતુ તે પહેલા તે 4 લોકોને મોતને ઘાટ ઉતારી ચુક્યો હતો.

પ્રથમ મહિલાને શિકાર બનાવવામાં આવી

સમાચાર અનુસાર, આ ઘટના બેરશેબા શહેરમાં એક શોપિંગ મોલની બહાર બની હતી. પોલીસે જણાવ્યું કે હુમલાખોરે પહેલા એક મહિલાની હત્યા કરી અને પછી તેની કાર એક સાઇકલ સવાર પર ચઢાવી દીધી. આ પછી તે ચાકુ લઈને લોકોની પાછળ દોડવા લાગ્યો. આ જોઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે.

બસ ડ્રાઈવરે બહાદુરી બતાવી

એક અખબારે અહેવાલ આપ્યો છે કે હુમલાખોરની ઓળખ 34 વર્ષીય મોહમ્મદ ગાલેબ અબુ અલ-કિયાન તરીકે થઈ છે, જે નજીકના હુરાના બેદુઈન નગરનો રહેવાસી હતો અને આતંકવાદી ઘટનાના સંબંધમાં તેને સજા કરવામાં આવી હતી. હુમલાખોરને બસ ડ્રાઈવરે ગોળી મારીને ઢેર કરી દીધો હતો, અન્યથા તે વધુ લોકોને નિશાન બનાવી શક્યો હોત.

થોડા દિવસોમાં આવી ત્રીજી ઘટના

ઈઝરાયેલના પોલીસ વડા કોબી શબ્તાઈએ તેને આતંકવાદી ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે હુમલાખોર પહેલા જ ચાર વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. એવું લાગે છે કે તેણે એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં થોડા જ દિવસોમાં ચાકુ વડે હુમલાની આ ત્રીજી ઘટના છે. રવિવારે પૂર્વ જેરુસલેમના રાસ અલ-અમૌદ વિસ્તારમાં બે પોલીસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલા શનિવારે જેરુસલેમના ફર્સ્ટ સ્ટેશન પાસે હેબ્રોન રોડ પર 35 વર્ષીય વ્યક્તિને ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.

પીએમ નફતાલી બેનેટે દુઃખ વ્યક્ત કર્યું

ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટે હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો. એક નિવેદનમાં, તેમણે હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સહયોગીઓ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker