એક મકાનમાલિક ભાડાના બદલામાં સેક્સની માગણી કરવા બદલ દોષી સાબિત થયો છે. મકાનમાલિકે 30 ભાડુઆતો સમક્ષ આ માંગણી કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ ભાડુઆત ઓછા પગાર પર કામ કરતા હતા. ફરિયાદીએ જણાવ્યું કે મકાનમાલિકને 3 ડઝનથી વધુ સેક્સના આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.
મામલો અમેરિકાના ન્યુજર્સીનો છે. માઉન્ટેનસાઇડના 75 વર્ષીય જોસેફ સેન્ટાનીએ 42 ગુના કર્યા હતા. 21 ડિસેમ્બરના રોજ યુનિયન કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસે અહેવાલ આપ્યો હતો કે આમાંથી 23 ગુનાઓ સેકન્ડ-ડિગ્રી જાતીય હુમલો છે અને 19 ચોથી-ડિગ્રીના ગુનાહિત જાતીય સંપર્ક છે.
જોસેફની એલિઝાબેથ શહેરમાં 18 લો-ઇન્કમ પ્રોપર્ટી ધરાવતી મિલકતો છે. 2013 અને 2020 ની વચ્ચે જોસેફે 22 થી 61 વર્ષની વયના પુરુષો અને સ્ત્રીઓને સેક્સના બદલામાં ભાડું ઘટાડવાની ઓફર કરી હતી.
જોસેફની જૂન 2021માં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટના આદેશથી તે બહાર આવ્યો હતો. ત્યારબાદ એક વર્ષ પહેલા જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જોસેફને આ કેસમાં લગભગ 37 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
જોસેફે તેની તમામ મિલકતો વેચીને પૈસા ચૂકવી દીધા હતા. તેના પર ઘર ખરીદવા અથવા રહેણાંક મિલકતોનું સંચાલન કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, જોસેફે તે પછી તેના પર લાગેલા આરોપોને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
વર્ષ 2020માં ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસમાં દાખલ કરાયેલા રિપોર્ટ અનુસાર, જોસેફે ભાડૂતોની ‘ગંભીર અથવા વ્યાપક જાતીય સતામણી’ કરી હતી. આરોપો અનુસાર, જોસેફે ભાડૂતો પાસેથી ઓરલ સેક્સની માંગણી કરી હતી અથવા તેમને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.
ન્યાય વિભાગે જણાવ્યું કે જોસેફ દ્વારા વળતર તરીકે આપવામાં આવેલા 37 કરોડ રૂપિયા પીડિતોમાં વહેંચવામાં આવશે.