વીડિયો: એક પગ આગળ અને સ્ક્વેર લેગ પર સિક્સર, સૂર્યકુમાર યાદવે માર્યો ‘વિરાટ’ શોટ

ભારતે પ્રથમ વોર્મ-અપ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું હતું. તે એક બિનસત્તાવાર વોર્મ-અપ મેચ હતી જે બીસીસીઆઈ દ્વારા પોતાના ખર્ચે આયોજિત કરવામાં આવી હતી. મેચમાં સૂર્યકુમારે ફરી પોતાની ક્લાસ બતાવી. તેણે 53 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન સૂર્યાએ ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

સ્ક્વેર લેગ પર સુર્યાનો અમેઝિંગ શોટ

સૂર્યકુમારે ફટકારેલી ત્રણ સિક્સરમાંથી એક જોરદાર હતી. તે લેન્થ બોલ હતો અને ભારતીય બેટ્સમેને તેને સ્ક્વેર લેગ પર મોટી સિક્સ ફટકારી હતી. તેની છગ્ગા ખૂબ લાંબી હતી. ભારતને શરૂઆતના આંચકાઓ બાદ સૂર્યકુમારે આગેવાની લીધી હતી. ભારતે પાવરપ્લેની અંદર ઓપનર રોહિત શર્મા અને નંબર 3 બેટ્સમેન દીપક હુડાને ગુમાવ્યો હતો, જ્યારે સોમવારે ઓપનિંગ કરનાર રિષભ પંત પાવરપ્લે પછી ઓવરમાં એન્ડ્રુ ટાય દ્વારા આઉટ થયો હતો.

ઝડપી બોલરોએ કમાલ કર્યો હતો.

આ પ્રેક્ટિસ મેચમાં ફાસ્ટ બોલરે સારી બોલિંગ કરી હતી. અર્શદીપ સિંહે 3, ભુવનેશ્વર કુમારે 2, હર્ષલ પટેલને 1 અને યુઝવેન્દ્ર ચહલને 1 વિકેટ મળી હતી. ભુવી-અર્શદીપે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની કમર તોડી નાખી હતી. અર્શદીપ સિંહે 6 રનમાં 3 વિકેટ લીધી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે પણ 2 જ્યારે હર્ષલ પટેલને એક વિકેટ મળી હતી.

યજમાન અને ડિફેન્ડિંગ ટી20 વર્લ્ડ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા અને 2021 ટી20 વર્લ્ડ કપની ઉપવિજેતા ન્યુઝીલેન્ડ સામે લડતા પહેલા ભારત અન્ય પ્રેક્ટિસ મેચમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.

Scroll to Top