હાલમાં લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ વીડિયો દરમિયાન કંઈક એવું બન્યું કે લગ્નની ખુશીઓ દુ:ખના વાતાવરણમાં ફેરવાઈ ગઈ. ડાન્સ કરતી વખતે એક વ્યક્તિના મોતથી બધાને આઘાત લાગ્યો છે.
મસ્તીમાં ડાન્ય કરી રહ્યો હતો વ્યક્તિ
લગ્નના આ વીડિયોમાં એક પુરુષ મહિલા સાથે ડાન્સ કરતો જોઈ શકાય છે. બંને રાજેશ ખન્નાના ફેમસ ગીત ‘બદન પે સિતારે લપતે હૈ’ પર મસ્તીથી ડાન્સ કરી રહ્યાં છે. પણ કોને ખબર હતી કે થોડી વારમાં શું થવાનું છે. આખો મામલો જાણતા પહેલા એક વાર આ વાયરલ વીડિયો જરૂર જોવો…
ચોંકાવનારો વીડિયો
લગ્નના ખુશનુમા વાતાવરણમાં અચાનક આ ડાન્સ કરનારને હાર્ટ એટેક આવે છે અને તે નીચે પડી જાય છે. ક્ષણભરમાં આ વ્યક્તિ મૃત્યુ પામે છે. આ વીડિયો જોયા પછી કોઈ પણ વ્યક્તિ ઊંડા આઘાતમાં જઈ શકે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર ઘણી કોમેન્ટ આવી રહી છે અને આ વીડિયો આગની જેમ ફેલાઈ રહ્યો છે.
ક્ષણવારમાં વાતાવરણ બદલાઈ ગયું
આ વીડિયો જોયા પછી તમે પણ વિચારશો કે કેવી રીતે ખુશખુશાલ ડાન્સ કરનાર વ્યક્તિ અચાનક દુનિયા છોડીને જતી રહે છે. તેના પર કેટલાક યુઝર્સ (સોશિયલ મીડિયા યુઝર્સ)એ કહ્યું કે આ રીતે હસતા-હસતા દુનિયા છોડવાનું નસીબ બહુ ઓછા લોકોને મળે છે. કેટલાક લોકોએ આ ઘટના પર દુખ પણ વ્યક્ત કર્યું છે.