આ મુખ્ય કારણોએ વધાર્યું અમીત શાહ થી લઈને મોદી સુધી ના તમામ નેતાઓનું ટેન્શન, મોદી સરકાર માટે મુસીબતોનો મહિનો બન્યો ઓક્ટોબર

હાલમાં મોદી સરકાર પાર્ટ બે નો ડંકો જોર સોરઠી વાગી રહ્યો છે પરંતુ તે વચ્ચે સરકાર ના મુક એવા નિયમો બહાર આવ્યા જે લોકો ના હિત માટે કાળવામાં આવ્યા હતા પરંતુ તે ઉંધા ફેરવાઈ ગયા અને અર્થવ્યવસ્થાની દ્રષ્ટીએ જોઈએ તો ઓક્ટોમ્બપ મહિનો કેન્દ્રની મોદી સરકાર માટે ખૂબ નિરાશા લઈને આવ્યો છે.

આ મહિનામાં અત્યાર સુધી ઘણા એવા આંકડા આવ્યા છે જે અર્થવ્યવસ્થાની ખરાબ હાલતના આંકડા દર્શાવી રહ્યા છે. આવી હાલતમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના પડકારો વધી ગયા છે. તમને જણાવીએ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા આ 8 તાજા આંકડાઓ વિશે…

1. વર્ષોથી ખરાબ પળોમાં ઓદ્યોગિક ઉત્પાદન.

ઔદ્યોગિક ઉત્પાદનના તાજા આંકડા પણ જણાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 1.1 ટકા ઘટી ગયું. આ ઔદ્યોગિક ઉત્પાદન માર્ચ પર પાછલા 7 વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન છે.

ત્યાં જ બે વર્ષમાં આ પહેલી વખત છે જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન નકારાત્મક સીમામાં આવ્યું છે. આંકડાઓ અનુસાર મેન્યુફેક્ચરિંગ, વિજળી અને ખનન ક્ષેત્રના ખરાબ પ્રદર્શનના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

2. ઓટો ઈન્ડસ્ટ્રીમાં વધતી જતી મંદી.

નરેન્દ્ર મોદી સરકારની તમામ કોશિશ છતાં ઓટો ઈન્ડસ્ટ્રીની મંદી યથાવત છે. હકીકતે વાહન નિર્માતાઓના સંગઠન સિયામે જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં કારોનું વેચાણ એક વખત ફરી ઘટ્યું છે. સિયામ આંકડાઓ અનુસાર પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ 23.69 ટકા ઘટી ગયું છે.

ત્યાં જ કોમર્શિયલ વ્હીકલ્સના વેચાણ 62.11 ટકા ઓછું થયું છે. આ સતત 10મો મહિનો છે જ્યારે ઓટો ઈન્ડસ્ટ્રી પરાસ્તજોવા મળી રહી છે. મુખ્ય વાત એ છે કે ફેસ્ટિવ સીઝનમાં પણ આ સુસ્તી જોવા મળી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફેસ્ટિવલના અવસર પર લોકો કારોની ખરીદી કરવાનું શુભ માનવામાં આવે છે.

4. મૂડીઝે પણ ઘટાડ્યો જીડીપીનો અનુમાન.

ક્રેડિટ રેટિંગ એજન્સી મુડીઝના ભારતના જીડીપી ગ્રોથ અનુમાનને એક વખત ફરી ઘટાડી દીધો છે. તાજા રિપોર્ટમાં મુડીઝનો અનુમાન છે કે નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતનો જીડીપી ગ્રોથ 5.8 ટકા રહી શકે છે. આ પહેલા મૂડીઝનો જીડીપી ગ્રોથ અનુમાન 6.2 ટકા હતો.

આ પ્રમાણે મુડીઝનો જીડીપી ગ્રોથ અનુમાનમાં 0.4 ચકાનો ઘટાડો કર્યો છે.તેની સાથે જ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ગંભીર ચેતાવણી પણ આપી છે. મૂડિઝે કહ્યું કે જો અર્થવ્યવસ્થામાં સુસ્તી જાહેર કરવામાં આવે તો સરકારની રાજકોષીય ખાધ ઓછી કરવાની કોશિશને ઝટકો લાગી શકે છે. આ સાથે જ દેવાનો બોજો પણ વધી જશે.

5. RBIએ પણ આપ્યો મોદી રકારની બરબાદી નો સાથ.

મૂડિઝની જેમ દેશની કેન્દ્રીય બેન્ક આરબીઆઈએ પણ ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રોથ રેટનું અનુમાન ઘટાડ્યું છે. આરબીઆઈના અનુમાન અનુસાર આ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 6.1 ટકાના દરથી થઈ શકે છે.

આ પહેલા આરબીઆઈએ 6.9 ટકાના દરથી જીડીપી ગ્રોથનું અનુમાન દર્શાવ્યું હતું. એટલે કે અમુક મહિનાઓમાં જ આરબીઆઈએ જીડીપી ગ્રોથના અનુમાન કરેલા આંકડામાં 0.8 ટકાનો ઘટાડો કર્યો છે.

6. gst કલેક્શનમાં પણ ઘટાડો.

હાલમાં જ સપ્ટેમ્બર મહિનાના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન કુલ 91,916 કરોડ રૂપિયાનો રહ્યો છે.આ પહેલા ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન 98,203 કરોડ રૂપિયા હતો.

તેનો મતલબ એ થયો કે ઓગસ્ટના મુકાબલામાં સપ્ટેમ્બરમાં કુલ 6287 કરોડ રૂપિયા જીએસટી ઓછો આવ્યો છે. મહત્વની વાત એ છે કે સરકાર દર મહિને 1 લાખ કરોડથી વધુના જીએસટી કલેક્શનનો લક્ષય મેળવવા ઈચ્છે છે.

૭. WEF રેકિંગમાં ઘટાડો.

હાલમાં જ વર્લ્ડ ઈકોનોમિક ફોરમે પણ ભારતને ઝટકો આપ્યો છે. હકીકતે અર્થવ્યવસ્થામાં પ્રતિયોગિતા માટે લાવવામાં આવતા સુધારને આંકનાર WEFના રેન્કિંગમાં ભારત 10માં ક્રમે પછડાઈ ગયો છે.

ગ્લોલબ કોમ્પિટિટિવ ઈન્ડેક્સમાં ગયા વર્ષે ભારત 58 નંબર પર હતું પરંત હવે તે 68માં નંબર પર પહોંચી ગયું છે. ભારતની રેન્કિંગ ઓછી થવાના કારણે બીજા દેશોનું સારૂ પ્રદર્શન જણાવવામાં આવી રહ્યું છે. આ ઈન્ડેક્સમાં ચીન ભારત કરતા 40 ક્રમ ઉપર 28માં નંબરે છે. તેની રેન્કિંગમાં કોઈ બદલાવ આવ્યો નથી.

8. IMF ની ચેતવણી

મોદી સરકારક ની ચિંતા ને ચિતા માં ફેરવવા બધું એક નડતર રૂપ કારણ IMF બન્યું. ભારતીય અર્થ વ્યવસ્થાના હાલાત પર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે પણ ચિંતા જાહેર કરી છે.આઈએમએફ ચીફ ક્રિસ્ટાલિના જાર્જિએવાએ હાલમાં જ અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં આર્થિક ગતિવિધિઓ નરમ પડી રહી છે.ખાસ યુરોપમાં.

બીજી તરફ ભારત અને બ્રાઝીલ જેવા દેશોમાં આ વર્ષે આર્થિક મંદી વધુ પ્રભાવી રૂપે જોવા મળી છે. તેમણે જણાવ્યું કે ચીનની અર્થવ્યવસ્થાની રફ્તાર પણ ઓછી થઈ ગઈ છે.આ એક કારણો છે જેણે ભાજપ ના કેસરિયાં ગઢ માં માયુશું અને લાચારી છવાઈ દીધી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top