આ નેતાનું કોંગ્રેસને સમર્થન મળ્યું, અલ્પશે ઠાકોર લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસનું ઓપરેશન થયું સફળ

અલ્પેશ ઠાકોરની ઉમેદવારીની ટિકિટ બાબતે રોજ નવા સમાચારો આવતાં તો ભાજપમાં અંદરોઅંદર અસંતોષના સમાચારો આવતાં તો કયારેક અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સેના એ બાંયો ચડાઈના સમાચાર આવતાં હતા તો છેલ્લે છેલ્લે તેમને ચુંટણી ના લડવા દેવા માટે હાઇકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી.

રાધનપુર પેટાચુંટણીને અલ્પેશ ઠાકોર તેમની જિંદગીમાં ક્યારેય ભૂલી શકશે નહીં. જ્યારથી અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેરીને રાધનપુરમાં પેરાશૂટ ઉમેદવાર બન્યા છે ત્યારથી રોજ એક પછી એક નવા નવા ઝટકાઓ તેમને મળતાં રહ્યા છે.

અલ્પેશ ઠાકોરના પક્ષમાંથી ગાબડું પડતું આ નેતા જોડાયા ભાજપમાં અને આ વાતમાં ક્યાંક અલ્પેશ ઠાકોર ની પણ ભૂલ છે. વારંવાર પોતાની બોલી બદલાવને લીધે અલ્પેશ જ્યારે ઠાકોર સેના માટે લડત લડતાં હતાં ત્યારે કહેતાં હતા કે સૂર્યની સાક્ષીએ કહું છું.

ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે રાજ્યસભા ચુંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કર્યું અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું અને ભાજપમાં પ્રવેશ લીધો. અલ્પેશ ઠાકોર રાજકારણ માં જોડાશે નહીં. અને તોય રાજકારણમાં પ્રવેશ્યા એટલું જ નહીં જ્યારે તેમની ભાજપ માં જોડાવાની વાતો વહેતી થઇ ત્યારે પણ તેમણે કહેલું કે, રાજકારણમાં ગદ્દારી કરવી એ મારા લોહીમાં નથી.

પેટા ચુંટણીમાં લડવા માટે રાધનપુરમાં શાસક પક્ષ વિપક્ષ અને અપક્ષો દ્વાર ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને વધુ એક ફટકો પડ્યો છે. અપક્ષ ઉમેદવાર સુભાષ મકવાણાએ કોંગ્રેસને ટેકો આપી દીધો છે અને અલ્પેશ ઠાકોર સામે પ્રચાર કરવાની જાહેરાત પણ કરી દીધી છે.

આમ ક્યાંકને ક્યાંક પોતાના સમાજની પોતાના લોકોની લાગણી દુભાઈને અલ્પેશ ફરી ભાજપના બેનર હેઠળ ચુંટણી લડવા નીકળી પડ્યા છે ત્યારે સમસ્યાનો સામનો કરવો પડે એ સહજ બાબત છે. હવે અલ્પેશ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે.

આમ અલ્પેશ માટે વધારે એક ખરાબ સમાચાર આવ્યા છે. રાધનપુરમાં દલિત સમાજના કુલ 26 હજારથી વધારે મતદારો છે જે હાર જીતનું ગણિત બગાડી શકે છે. અપક્ષ ઉમેદવાર સુભાષ મકવાણાએ છેલ્લી ઘડીએ કોંગ્રેસને ટેકો જાહેર કરતા કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈને જીતવા માટે વધારે એક તકનું સર્જન થયું છે.

રાધનપુર વિધાનસભા પેટાચુંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર સુભાષ મકવાણા પોતાના 500 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે અને રાધનપુરમાં કોંગ્રેસ ઉમેદવાર રઘુભાઈ દેસાઈના સમર્થનમાં પ્રચાર કરશે તેમજ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પ્રચાર કરવાની જાહેરાત કરી દીધી છે.

કોંગ્રેસ દ્વારા બળદેવજી ઠાકોરને રાધનપુરમાં એક્ટિવ કરીને પહેલા થી જ અલ્પેશની ઊંઘ ઉડાડી દીધી છે. ત્યારે હવે અપક્ષ ઉમેદવારને પિતાની તરફ લાવીને કોંગ્રેસે પોતાની મજબૂતી બતાવી છે. હવે જોવાનું એ રહ્યું કે ચુંટણી પરિણામ શું આવે છે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર માટે રાધનપુર પેટા ચુંટણી માથાના દુખાવા સમાન બની ગઈ છે અને અલ્પેશ ઠાકોર પોતાની આ ચુંટણીને તેમના જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહીં. રાધનપુરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને અલ્પેશ ઠાકોર માટે આ સીટ જીતવી જરૂરી છે તો બીજી તરફ કોંગ્રેસ પણ આ સીટ પર કાચું કપાય તેમ ઇચ્છતી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top