અંકરાશિફળ, નામરાશિફળ આ બધુંજ જ્યોતિશાસ્ત્ર નો એક ખુબજ જરૂરી ભાગ છે જેનાથી તમને લાઈફ પટર્નર, તેનો સ્વભાવ, ભાવના વિશે ની માહિતી મળી રહે છે આજે અમે પણ તમને તેવીજ માહિતી આપવા જય રહ્યાં છે જે જીવનસાથી જોડે સંકળાયેલ છે તો આવો જાણીએ નામના પહેલા અક્ષરનું ઘણું મહત્વ હોય છે.
એના પરથી તમે વ્યક્તિના વ્યક્તિત્વ વિષે જાણી શકો છો. તો આજે અમે તમને એવા નામ વાળી છોકરીઓ વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જે પોતાના પતિ પર જીવ આપી દે છે. ક્યારેય તેમના પતિ પાર કોઈ સંકટ નથી આવવા દેતી.
અંગ્રેજી મૂળાક્ષર k નામવાળી છોકરીઓ, આ નામની છોકરીઓનું મગજ નાનપણથી જ ઘણું તેજ હોય છે. તે ભણવામાં હંમેશા નંબર વન રહે છે. કરિયરમાં એક સારું સ્થાન પ્રાપ્ત કરવા માટે પોવાનો જીવ દાવ ઉપર લગાવી દે છે. તેમનું લગ્ન જીવન ઘણું સફળ રહે છે.
તે ઘણી જ દયાળુ અને કોમળ સ્વભાવની હોય છે. તે ન તો કોઈનું ખરાબ સાંભળે છે અને ન તો કોઈનું ખરાબ બોલે છે. તેને ખોટી વાતો જરાપણ સહન થતી નથી. તે હંમેશા સાચાનો સાથ આપે છે. તે પોતાના પાર્ટનર સાથે સાચો પ્રેમ કરે છે. પોતાના જીવનસાથીનો જીવનભર સાથ આપે છે. પોતાના પાર્ટનર ઉપર તે જીવ ન્યોછાવર કરે છે.
અંગ્રેજી મૂળાક્ષર s નામવાળી છોકરીઓ, આ નામની છોકરીઓનો સ્વભાવ ચંચળ હોય છે. તે પરિવાર અને સમાજમાં રહેવામાં વિશ્વાસ રાખે છે, અને તે મુજબ જ ચાલે છે. તે પોતાના કેરિયરને લઇને ઘણી સીરીયસ હોય છે. અને એક સારું સ્થાન પ્રાપ્ત કરતી રહે છે.
તે સંબંધોને ઘણું મહત્વ આપે છે. પોતાના જીવનસાથીનો દરેક સ્થિતિમાં સાથ આપે છે, અને તેને ઘણો જ પ્રેમ કરે છે. તે પોતાના પતિ અને પરિવારનું ખરાબ નથી સાંભળી શકતી. તે પરિવારને એક સાથે લઇને ચાલે છે અને તેની એ ટેવ સૌને ઘણી ગમે છે.
અંગ્રેજી મૂળાક્ષર J નામ વાળી છોકરીઓ, છોકરીઓ.તેઓ બુદ્ધિશાળી, દયાળુ અને ચોખ્ખા મનની હોય છે. તે પોતાના જીવનમાં કોઇપણ ખોટા કામ નથી કરતી અને બીજાને પણ ખોટું કરવાથી રોકે છે.
કેરિયરમાં એક સારું સ્થાન મેળવવા માટે તેમણે ઘણો સંઘર્ષ કરવો પડે છે. આ નામની છોકરીઓ પ્રેમના સંબંધમાં ઘણી સારી અને ખુલ્લા મનની હોય છે. તે પોતાના પતિની દરેક વાત માને છે. તેના માટે તેના પતિ જ પરમેશ્વર હોય છે.
તેનો સ્વભાવ થોડો જીદ્દી હોય છે પરંતુ તે મનથી કોઈ વિશે ખોટું નથી વિચારતી. સત્ય અને પોતાના સિદ્ધાંતો માટે તે કોઈપણ સાથે લડવા તૈયાર હોય છે. તેને સત્યનો સાથ આપવો ગમે છે. તેનું લગ્ન જીવન ઘણું સુખમય ચાલે છે. અને ક્યારેય કોઈ પણ જાતની સમસ્યાઓ રહેતી નથી. અને કોઈ પણ પ્રકારે જીવન માં દખા થતા નથી.
અંગ્રેજી મૂળાક્ષર N નામ વાળી છોકરીઓ, આ નામ વાળી છોકરીઓનું દિલ ઘણું ચોખ્ખું હોય છે. આ છોકરીઓ ઘણી રોમાન્ટિક સ્વભાવની હોય છે. તેની ઈમાનદારી અને સચ્ચાઈ જ તેને સફળતાની ઊંચાઈ ઉપર લઇ જાય છે.
તેને પોતાના પરિવારમાં સફળ થવામાં થોડો સમય લાગે છે, પરંતુ તે સફળ થઈને જ રહે છે. તે ભણવામાં, મનોરંજન અને કળા વગેરે જેવા ક્ષેત્રોમાં સારી હોય છે. તે પોતાના પતિને હદથી વધુ પ્રેમ કરે છે. તે પોતાના પતિ માટે જીવ પણ આપી શકે છે.
તેનું મન ધાર્મિક કામોમાં ઘણું વધુ લાગે છે. તેને જરૂરિયાત વાળાની સેવા કરવું ગમે છે. સામાજિક જીવનમાં તે હસમુખ અને મિલનસાર હોય છે. તે ઘણી જ રચનાત્મક હોય છે અને કોઈપણ કાર્યને પોતાની રીતે કરવાનું પસંદ કરે છે.
અંગ્રેજી મૂળાક્ષર R નામ વાળી છોકરીઓ, આ નામ વાળી છોકરીઓ થોડી જીદ્દી સ્વભાવની હોય છે. પરંતુ તેનો એ સ્વભાવ તેને લાભ પહોંચાડે છે. તેના એ સ્વભાવને કારણે તે જીવનમાં બધું પ્રાપ્ત કરે છે. તે તેના મનમાં કોઈ પ્રત્યે ખરાબ ભાવના નથી રાખતી. એ કારણ છે કે તે સૌને ગમે છે. દરેક એને સાથ આપવાનું પસંદ કરે છે.
આ નામની છોકરીઓ સાચા પ્રેમ ઉપર વિશ્વાસ કરે છે. તે ક્યારે પણ પોતાના પાર્ટનરને દગો નથી આપતી અને પોતાના પરિવાર અને સમાજમાં મીઠા સંબંધ રાખીને ચાલે છે. આ નામ વાળી છોકરીઓ ઘણી રોમાંટિક અને ખુશમિજાજ સ્વભાવની હોય છે. તો મિત્રો આ એ નામ હતા જેઓ પોતાના પતિ ને દેવતા ની જેમ પૂજે છે ક્યારેય તેમની પર કોઈ સંકટ નથી આવવા દેતી.