ગરોળીને ભગાડવા જતાં બીજા માળેથી પટકાતાં પોલીસકર્મીનું મોત – વિડિયો વાયરલ

  • આંધ્ર પ્રદેશના ગુન્ટુર જિલ્લામાં બનેલી ઘટનામાં પોલીસ કર્મચારીના મોત અંગે અનેક તર્ક વિતર્ક .

કહેવાય છે કે મૃત્યુની કોઈ તારીખ કે સ્થળ નક્કી નથી હોતા, એક સામાન્ય ભૂલ કે પરિસ્થિતિ બદલાવાના કારણે વ્યક્તિનું મૃત્યું થઈ જતું હોય છે. એક આવો જ વિચિત્ર અકસ્માત બન્યો છે, જેમાં એક ગરોળી પોલીસકર્મીના મોતનું કારણ બની છે. આંધ્રપ્રદેશના ગુન્ટુર જિલ્લામાં રવિવારે આ ઘટના બની હતી જેમાં પોલીસકર્મીનું બીજા માળેથી પટકાવાના કારણે મૃત્યું થઈ ગયું છે. રવીવારે બનેલી આ પોલીસ અધિકારીના મૃત્યુની ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક શરુ શરુ થયા હતા જેનો આખરે અંત આવ્યો છે.

શેષા રાવ નામના પોલીસ અધિકારી માટે ગરોળી યમદૂત બનીને આવી હતી. શેષા પોતાના નવા પોસ્ટિંગ માટે રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રે 7:30 વાગ્યે આ ઘટના બની છે.

પોલીસે જણાવ્યું કે, શેષા રાવ બાલકનીના ભાગે દેખાતી ગરોળીને ભગાડવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ બીજા માળેથી નીચે પટકાયા હતા. તેઓ ગરોળીનો પીછો કરી રહ્યા હતા ત્યારે તેમને ખ્યાલ ના રહ્યો કે તેઓની પાછળ દિવાલ નથી અને તેઓ ત્યાંથી નીચે પડી ગયા હતા. બીજા માળેથી નીચે પડવાના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી.

આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દેખાય છે કે પોતાના પરિવારના સભ્ય સાથે ઘરે પહોંચે છે ત્યારે તેમને ગરોળી દેખાય છે અને તેઓ ઝાડુ લઈને તેને મારવા માટે જાય છે. આ દરમિયાન તેઓ સીડીમાં ઉભા હતા અને અચાનક ત્યાંથી તેઓ નીચે પડી જાય છે. આ ઘટનાનો વીડિયો લોકોને વિચારતા કરી રહ્યો છે, કે એક નાની ગરોળીને ભગાડવા જતા ગરોળી જ પોલીસ અધિકારી માટે યમદૂત બની ગઈ હતી.

સર્કલ ઈન્સ્પેક્ટર શેષા રાવને બીજા માળેથી પટકાયા બાદ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે, તેમના માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેમને બચાવી શકાયા નહોતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યું થઈ ગયું હતું. જ્યારે આ ઘટના બની ત્યાર તેમના પરિવારના સભ્યોને આશ્ચર્ય થયું હતું કે આવું બન્યું કઈ રીતે?

આ દરમિયાન ઘટનાની તપાસ કરી રહેલી ટીમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે આખી ઘટના સ્પષ્ટ થઈ ગઈ. જેમાં દેખાય છે કે ઈન્સ્પેક્ટર ઝાડુ લઈને ગરોળીને મારવા જતા હતા અને તેનો પીછો કરતી વખતે અચાનક બીજા માળેથી પટકાયા હતા. પોલીસે આ ઘટનામાં સીઆરપીસીની 174 કલમ (અકુદરતી મોત) હેઠળ ફરિયાદ નોંધી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top