તમે સમુદ્ર તો ઘણા જોયા હશે પરંતુ આવો સમુદ્ર ક્યારેય નહીં જોયો હોઈ આ સમુદ્ર નામ થી ખુબજ જીવલેણ કહેવાય છે. પરંતુ અત્યાર સુધી તેને કોઈ નો જીવલીધો નથી. મૌતનો સમુદ્ર પણ અહીંયા કોઈ મરતું નથી.
સમુદ્રમાં ડૂબવાનો કોઈ ચાન્સ જ નથી.સમુદ્રની લહેરો જોઈને કોઈને પણ અંદર છલાંગ મારવાનું મન થતું હશે, પરંતુ તમને તરતા નથી આવડતું આટલું યાદ આવતા જ તમે આ વિચાર માંડી વાળતા હશો. પરંતુ હવે તમારે આ સમસ્યા ને બાઈ બાઈ કહી દો કારણે કે વિશ્વ માં એક સમુદ્ર પણ એવો છે જ્યાં કોઈ ડૂબતુજ નથી.
એવું કેહવાઈ છે કે ઉપરવાળા એ એવા લોકો માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે, જેમને તરતા નથી આવડતુ, તેમ છતા લાઈફ જેકેટ વિના સમુદ્રની લહેરો સાથે રમવા માંગે છે. નાહવા માટે પ્રવાસી ઓની જામે છે ભીડ. ઈઝરાયલ અને જોર્ડન વચ્ચે એક ડેડ સી નામનો સમુદ્ર છે.
આ સમુદ્રની ખાસિયત છે કે તેમાં કોઈ ડૂબી નથી શકતું. કારણ કે આ પાણી એટલું ખારું છે કે માણસ તો દૂર તેમાં એક પથ્થર પણ નથી ડૂબતો. વધારે પડતું ખારું પાણી હોવાના કારણે સમુદ્રની આસપાસ વૃક્ષ કે છોડ પણ નથી.
ડૂબવાના કારણે અહીંયા પ્રવાસીઓનો મેળા જામે છે, લોકો પરિવાર સાથે સમુદ્રમાં છલાંગ લગાવી દે છે અને કલાકો સુધી પાણીમાં પડ્યા રહે છે. અહીંયા તમને કોઈ છાપું વાંચતા જોવા મળશે, તો કોઈ પોતાની મનપસંદ નોવેલ વાંચતું. જોવા આવે છે લોકો.
ઘણા લોકોતો પોતાની હોલી ડે મનાવવા માટે હંમેશા માટે અહીં આવતા રહે છે અને તેઓમાટે અહીં એક ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દુનિયામાં આ સમુદ્ર ખુબજ ચર્ચિત છે ત્યાંથી આજુ બાજુ નો વિતાર પણ ખુબજ સુંદર છે. અને ત્યાં પ્રવાસીઓ માટે ખાસ પ્રકારની અલગ અલગ કેટેગરી ની સુવિધાઓ આપવા માં આવી છે.
વધારે ખારાશ હોવાની સાથે સાથે આ સમુદ્રમાં ભારે પ્રમાણમાં મિનરલ્સ મળી આવે છે. લોકોનું માનવું છે કે ડેડ-સીમાં નાહવાથી વર્ષો જૂના રોગો પણ મટી જાય છે. ડેડ સી ઉપરાંત આ સમુદ્રને સોલ્ટ સી નામથી પણ ઓળખાય છે. આજ તથ્ય છે જેના કારણે કોઈ ત્યાં ડૂબતુજ નથી. તમારે પણ જીવન માં એક વાર અવશ્ય આ જગ્યાનો લાવો લેવો જોઈએ.ખુબજ રમણીય આ સમુદ્ર અતિ સુંદર છે.