Video: દરિયાના ઉંડાણમાં જોવા મળી મગર જેવી વિચિત્ર માછલી, આંખો પર વિશ્વાસ નહીં થાય

સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો જોવા મળતા હોય છે, જેને જોયા પછી ઘણી વખત તમારી પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં જ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે. આ ચોંકાવનારા વીડિયોમાં સમુદ્રની ઊંડાઈમાં મગર જેવી માછલી જોવા મળી છે, જે ઈન્ટરનેટ પર દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક સ્કુબા ડાઈવર દરિયાની ઊંડાઈમાં તળિયે પડેલી આ અદ્ભુત માછલીને રેકોર્ડ કરતો જોઈ શકાય છે, જેને જોઈને કોઈ પણ દંગ રહી જશે. પ્રથમ દૃષ્ટિએ આ માછલી મગર જેવી લાગે છે, પરંતુ જો તમે નજીકથી જોશો તો ખબર પડશે કે આ એક અનોખા પ્રકારની માછલી છે, જે સમુદ્રના તળિયે આરામ કરતી હોય તેવું લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Ahmed Moustafa (@dive.egy)

આ માછલીઓને જોઈને કોઈપણ છેતરાઈ શકે છે. દરિયાની અંદર એવા કેટલાય જીવો છે, જે આજે પણ લોકોની નજરમાં આવ્યા નથી. એ જ રીતે આવા અનેક અદ્ભુત વીડિયો સમયાંતરે જોવા મળે છે, જેમાંથી કુદરતના અદ્રશ્ય જીવો જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 2 લાખ લાઈક્સ સાથે 3.6 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

Scroll to Top