ધોરણ ૧૨ નાં વિધાર્થીનું હાર્ટએટેકથી મોત, આ લક્ષણ જોવા મળે તો થઇ જાઓ એલર્ટ 

નાની ઉંમરમાં હાર્ટ એટેકના કિસ્સા રોજબરોજ વધી રહ્યા છે. હાર્ટએટેકનો એક નવો કેસ ચિંતાનો વિષય બની ગયો છે. ગુજરાતના રાજકોટમાં એક ૧૭ વર્ષના યુવકનું હાર્ટએટેકના કારણે મોત થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુદિત નદિયાપારા ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરતો હતો અને ક્લાસરૂમમાં જ તેને એટેક આવ્યો હતો જેના કારણે તેનું મોત થયું હતું. અટેક પછી તેને તરત ટીચર અને સંચાલક દ્વારા સીપીઆર આપવામાં આવ્યું હતું. જો કે, તેનાથી તે બચી શક્યો નહી. મુદિતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે તેને પહેલેથી હાર્ટની બીમારી હતી.

૧૭ વર્ષના આ યુવકને કાર્ડિયોમિયોપેથી નામની બીમારી હતી. તે હાર્ટની માંસપેશીઓની એક બીમારી છે. જે હાર્ટના સ્નાયુને અસર કરે છે. જે તેની યોગ્ય રીતે કાર્ય કરવાની ક્ષમતાને નબળી પાડે છે. મુદિતના હાર્ટની ડાબી દિવાલ ઘણી મોટી હતી અને બીજી તરફ કોઈ માંસપેશીઓ હતી નહિ અને ફક્ત ફાઈબર ટીશું હતા. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જો મુદિત ૨-૩ વર્ષ વધારે જીવિત રહેત તો તેના હાર્ટનો આ ભાગ ફાટી જાત.
કાર્ડિયોમિયોપેથી બીમારીના લક્ષણ:
– થાક લાગવો
– છાતીમાં દુખાવો
– શ્વાસની તકલીફ
– પેટમાં સોજો આવવો
– બેભાન થવું
કાર્ડિયોમિયોપેથી બીમારીના કારણ:
– જેનેટિક
– હાર્ટની બીમારી
– ઓટોઈમ્યુન રોગ
– માંસપેશીઓને પ્રભાવિત કરનાર સંક્રમણ
– ડાયાબિટીસ
– થાઈરોઈડ
– હાઈ કોલેસ્ટ્રોલ
કાર્ડિયોમિયોપેથી બીમારીથી કેવી રીતે કરવો બચાવ:
આ બીમારીથી બચવા માટે તમારી લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરી તમારા હાર્ટને મજબૂત કરી શકો છો. તેના માટે તમારે ઓછી ચરબી અને ઓછું મીઠાવાળું ખાવું જોઈએ. તમારી હાઈટ અને ઉંમર પ્રમાણે વજન મેન્ટેન રાખવું જોઈએ. દરરોજ કસરત કરવાનો પ્રયત્ન કરો. થોડા સમય સુધી વોક કરવું પણ મદદગાર સાબિત થઇ શકે છે. તેની સાથે સારી ઊંઘ પણ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. હાર્ટને સ્વસ્થ રાખવા માટે મનને શાંત રાખો અને તણાવના લેવલને ઓછુ કરો. આ સિવાય તમાકુ અને દારૂથી દૂર રહેવું જોઈએ.
Scroll to Top