આ વર્ષે શિયાળો ધ્રુજાવશે સમગ્ર ગુજરાતને, આ શહેરમાં જોવા મળશે સૌથી વધુ ઠંડી

હવામાન વિભાગે આજે મોટો ખુલાસો કર્યો છે અને તેના મુજબ હવે સમગ્ર ગુજરાત જેટલો વરસાદ થયો છે ઠંડી પણ તેટલા જ પ્રમાણમાં એટલે કે દરવખત કરતા કંઈક અંશે વધારે જોવા મળશે. અને આ મુજબ એક એવું શહેરનો પણ ઉલ્લેખ કર્યો છે. જ્યાં સૌથી વધુ ઠંડી જોવા માડી શકે છે.

આવો જાણીએ તેના વિશે. શહેરમાં નવેમ્બરમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનોની વિંડ પેટર્ન સેટ થશે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચે જવાની સંભાવના. વડોદરામાં એક જ દિવસમાં 21 ઇંચ વરસાદ બાદ હવે ઠંડી પણ રેકોર્ડ તોડે તેવી સંભાવના છે. ઠંડી લોકો પાર હાવી થઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે નવેમ્બર મહિનામાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનોની વિંડ પેટર્ન સેટ થઈ જતાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સુધી પહોચી જવાની સંભાવના છે. હવામાનના જણાવ્યા અનુસાર, વડોદરામાં નવેમ્બરથી જાન્યુઆરી સુધી ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે કાતીલ ઠંડી પડી શકે છે. જ્યારે 2018 ડિસેમ્બરમાં લઘુત્તમ તપામાનનો પારો 7.2 ડિગ્રી પહોચેલો તેને પણ તોડી શકે છે.

પરંતું આ સંભાવનાઓ વડોદરાની લોકલ વેધર કન્ડિશન પર આધારીત રહેશે. જેમાં વડોદરામાં ઠંડા પવનોની દિશા તેમજ ભેજનું પ્રમાણ કેટલું રહેશે તેના આધારે ઠંડીની તીવ્રતા પણ નક્કી થશે. વડોદરામાં ઉત્તર-પૂર્વના પવનો ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પોલર વોરટેક્ષ પણ ઠંડી માટે થોડાક અંશે જવાબદાર રહે છે.

વડોદરામાં મોટા ભાગે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં મિનિમમ ટેમ્પરેચર 20 ડિગ્રી નીચે જાય છે, નવેમ્બરમાં 15 ડિગ્રી, ડિસેમ્બરમાં 10 ડિગ્રી અને જાન્યુઆરીમાં પણ 10 ડિગ્રી તાપમાન નીચે જતુ રહેતું હોય છે. હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં ઠંડી પડવા માટે વિંડ પેટર્ન મહત્વની ભૂમિકા ભજવે છે.

મોનસુન સિઝનમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમની હોય છે. જ્યારે મોનસુનની વિદાય બાદ પવનની દિશા ઉત્તર-પૂર્વના થઈ જતા હોય છે. જેને વિંડ પેટર્ન કહેવામાં આવે છે. વડોદરામાં ઉત્તર પૂર્વના ઠંડા પવનોના પગલે જ ઠંડી વધતી હોય છે. વડોદરામાં 29 ડિસેમ્બર 2018 ના રોજ લઘુત્તમ તાપમાનનો પારો 7.2 ડિગ્રી રહેતા, ઠંડી છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. ડિસેમ્બર મહિનામાં વડોદરામાં વર્ષ 2008 થી 2017 સુધી લઘુત્તમ તાપમાનનો પારો વર્ષ 2014 માં 9.4 ડિગ્રી રહ્યું હતું.

વર્ષ 1983 માં પારો 5.5 ડિગ્રી નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતીય ઉપ મહાદ્વિપના ઉત્તરના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આકાર અંગ્રેજીના ‘યુ’ તેમજ ‘વી’ આકાર જેવો હોય છે. જેના એક છેડે ભેજ અને બીજા છેડે ઠંડા પવનો હોય છે.

જે જમીન પર આવતા ઠંડી વધી જાય છે. ધ્રવીય પ્રદેશમાં ઉપલા વાયુ મંડળમાં ફરવા વાળી ઠંડી હવાઓને પોલર વોર ટેક્ષ કહેવામાં આવે છે. આર્કટીકના ઠંડા પવનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે નીચે આવતા ઠંડી વધી શકે છે, જ્યારે ભારેથી મધ્યમ પ્રમાણમાં બરફ પણ પડી શકે છે. માટે વડોદરા વાસી ખાશ તૈયાર રહેવું જોઈએ નહીં તો ઠંડી તમને માત આપી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top