એક અનોખું ગામ જ્યાં ક્યારેય નથી પડતો વરસાદ

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને વરસાદ પણ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગ દ્વારા દરરોજ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. દુનિયાભરમાં એવી કેટલીક જગ્યાઓ પણ છે, જ્યાં આખા વર્ષ દરમિયાન સૌથી વધુ વરસાદ પડે છે. જેમ કે મેઘાલયના માસિનરામ ગામ, જ્યાં દુનિયામાં સૌથી વધુ વરસાદ પડે છે, પરંતુ શું તમે ક્યારેય એવી જગ્યા વિશે સાંભળ્યું છે કે જ્યાં ક્યારેય વરસાદ પડતો જ નથી. એવું નથી કે આ સ્થળ રણ છે, પરંતુ આ એક ગામ છે, જ્યાં લોકો રહે છે.

ખરેખર, આ ગામનું નામ અલ-હુતૈબ છે, જે યમનની રાજધાની સના ના પશ્ચિમમાં મનખના નિદેશાલયના હરાજ વિસ્તારમાં સ્થિત છે. અહીં અવારનવાર પ્રવાસીઓ આવતા રહે છે અને જોવાલાયક દ્રશ્યોનો આનંદ માણે છે. અહીં પર્વતોની ટોચ પર પણ એટલા સુંદર ઘરો બનાવવામાં આવ્યા છે, જેને લોકો જોતા જ રહી જાય છે.

અલ-હુતૈબ ગામ પૃથ્વીની સપાટીથી 3,200 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. ગામની ચારે બાજુ વાતાવરણ ખરેખર એકદમ ગરમ છે. જોકે શિયાળા દરમિયાન સવારે વાતાવરણ ખૂબ જ ઠંડું હોય છે, પરંતુ જેવો સૂર્ય ઉગે છે ત્યારે લોકોને ગરમીનો સામનો કરવો પડે છે.

ગ્રામીણ અને શહેરી લાક્ષણિકતાઓ સાથે પ્રાચીન અને આધુનિક આર્કિટેક્ચર (વાસ્તુકલા) બંને ને જોડનાર આ ગામ હવે ‘અલ-બોહરા અથવા અલ-મુકરમા’ લોકોનો ગઢ છે. આને યમની સમુદાય કહેવામાં આવે છે.

યમની સમુદાયના લોકો મુહમ્મદ બુરહાનુદ્દીનના નેતૃત્વમાં ઇસ્માઇલી (મુસ્લિમ) સંપ્રદાયમાંથી આવે છે, કે મુંબઇમાં રહેતા હતા. વર્ષ 2014 માં તેમના મૃત્યુ સુધી તે દર ત્રણ વર્ષે તે આ ગામની મુલાકાત લેતા હતા.

આ ગામની સૌથી વિશેષ વાત એ છે કે અહીં ક્યારેય વરસાદ પડતો નથી. તેનું કારણ એ છે કે આ ગામ વાદળોની ઉપર આવેલું છે. વાદળો આ ગામની નીચે બને છે અને વર્ષી જાય છે. અહીંનો નજારો એવો છે કે તમે ભાગ્યે જ ક્યાંક જોયો હશે.

Scroll to Top