આ વ્યક્તિના કારણે ભારત પાકિસ્તાનનાં ભાગલા પડ્યાં હતાં, જાણો કોણ છે આ વ્યક્તિ.

આજે અમે તમને એ કારણ વિશે જાણવવા ના છીએ જેથી ભારત પાકિસ્તાન ના ભાગલા પડ્યા હતા.જો કદાચ આ ના થયું હોત તો આજે ભાગલા ના પડ્યાં હોત.આવતા માં અમે તમને એ વ્યક્તિ વિશે જણાવવા ના છીએ જે વ્યક્તિએ ભારત પાકિસ્તાન ના ભાગલા પાડ્યાં હતાં.આજે પાકિસ્તાનના સ્થાપક મહોમ્મદ અલી જિન્નાની વરસી છે.તેમનું નિધન 11 સપ્ટેમ્બર 1948ના રોજ થયુ હતુ.આ પ્રસંગે તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.મહોમ્મદ અલી જિન્નાનો જન્મ 25 ડિસેમ્બર 1876ના રોજ કરાંચીના એક સમૃદ્ધ ગુજરાતી પરિવારમાં થયો હતો.

તેમના દાદા પ્રેમજીભાઈ ઠક્કર ગોંડલના રહેવાસી હતા.જિન્નાના પિતાએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. આ રીતે તે બીજી પેઢીના મુસલમાન હતા.જિન્નાએ બે લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન અમીબાઈ સાથે થયા હતા જે તેમના કરતા બે વર્ષ નાના હતા. તે લંડનમાં હતા ત્યારે પત્નીનું અવસાન થઈ ગયુ. 1918માં જિન્નાએ રતનબાઈ સાથે લગ્ન કર્યા જે પ્રભાવશાળી પારસી પરિવારની દીકરી હતા. તે જિન્ના કરતા 24 વર્ષ નાના હતા. રતનબાઈના પરિવાર અને મુસ્લિમ ધર્મ ગુરુઓએ આ લગ્નનો વિરોધ કર્યો હતો.તેમની દીકરીના લગ્નનો કિસ્સો પણ રોચક છે.

તેમની દીકરીએ નેવલ વાડિયા સાથે લગ્ન કર્યા હતા જે પારસી હતા. દીકરીના લગ્નથી નારાજ જિન્નાએ કહ્યું,ભારતમાં લાખો મુસ્લિમ યુવક હતા, તેમાંથી તુ કોઈને પણ પસંદ કરી શકત.જવાબમાં દીકરીએ કંઈક એવું કહ્યું કે જિન્નાની બોલતી બંધ થઈ ગઈ. પારસી છોકરી સાથે લગ્ન કરવા અંગે જિન્ના પર નિશાન સાધતા દીકરીએ કહ્યું,ભારતમાં લાખો મુસ્લિમ છોકરીઓ હતી, તેમાંથી તમે કોઈને પણ પસંદ કરી શક્યા હોત.જિન્નાએ ભલે સાંપ્રદાયિક આધાર પર પાકિસ્તાનની માંગ કરી અને એ સમયના સૌથી મોટા સાંપ્રદાયિક રાજકીય દળ મુસ્લિમ લીગની કમાન સંભાળી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે કટ્ટર મુસ્લિમ નહતા.

ઈસ્લામમાં અમુક ચીજોને ખાવી-પીવી વર્જિત માનવામાં આવે છે પરંતુ જિન્ના બધું જ ખાતા-પીતા હોવાનું મનાય છે. સ્ટેનલી વોલપર્ટના પુસ્તક ‘જિન્ના ઑફ પાકિસ્તાન’માં ઉલ્લેખ છે કે જિન્ના સુઅરનું માંસ ખાતા અને દારુ પણ પીતા. આ ચીજો ઈસ્લામની સખ્ત વિરુદ્ધ છે.અત્યારનું પાકિસ્તાન જિન્નાના સપનાના પાકિસ્તાન કરતા બહુ અલગ છે. જિન્નાએ સેક્યુલર પાકિસ્તાન બનાવવાનું સપનુ જોયુ હતુ.પાકિસ્તાન બન્યા બાદ જિન્નાએ પોતાના પહેલા ભાષણમાં કહ્યું કે પાકિસ્તાનમાં બધાને પોતાનો ધર્મ પાળવાની આઝાદી હશે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં જાતિ, ધર્મ, વંશના આધારે કોઈ ભેદભાવ નહિ થાય.

અત્યારે પાકિસ્તાનની જે હાલત છે તે આનાથી તદ્દન ઉલ્ટી છે.જિન્નાનું મૃત્યુ ટીબીની બીમારીથી થયુ હતુ. તેમની બીમારીની જાણ તેમના મૃત્યુ પછી થઈ હતી. જિન્નાએ પોતાની બીમારી ગુપ્ત રાખી હતી. તેમના ડોક્ટર સિવાય આ વાત કોઈને ખબર નહતી. જિન્ના બસ થોડા દિવસના મહેમાન હતા. જિન્નાએ આ વાત એટલે છૂપાવી રાખી હતી કે જો માઉન્ટબેટન કે કોંગ્રેસના અન્ય લીડરોને આ વાતની જાણ થઈ જાત કે જિન્નાને જીવલેણ બીમારી છે અને તે ગમે ત્યારે મરી શકે છે તો તે ભાગલાની ચર્ચાને થોડા દિવસ પૂરતી ટાળી દેત.

સંજોગોમાં અલગ પાકિસ્તાનનું તેમનું સપનુ ક્યારેય પૂરુ ન થાત.મુસ્લિમ રાષ્ટ્ર પાકિસ્તાનના ગઠનમાં જિન્નાએ મહત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ જીવનના છેલ્લા દિવસોમાં તે મુંબઈ આવવા માંગતા હતા. તે ઈચ્છતા હતા કે મુંબઈમાં શાંતિથી સમય ગુજારે. પરંતુ પાકિસ્તાનની ઓથોરિટીએ તેમનું એ સપનુ સાકાર ન થવા દીધું.પાકિસ્તાની ઓથોરિટીનું માનવુ હતુ કે જિન્નાને હિન્દુસ્તાન જવાની પરવાનગી અપાશે તો પાકિસ્તાનને અલગ રાષ્ટ્ર બનાવવાના હેતુને ઝટકો લાગશે.લોકો નું એવુ પણ કહેવું છે કે જો આ સાચી વાત ની બધા ને ખબર હોત તો ક્યારેય ભાગલા ના પડત.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top