લગ્ન કરવાની લાલચ આપી સુરતના એક યુવકે રાજકોટની યુવતીની જિંદગી બગાડી, જાણો શું હતી સમગ્ર ઘટના…

સોશિયલ મીડિયાના જમાનામાં કેટલીય યુવતીઓને પટાવી તરછોડવામાં આવનાર અનેક ઘટના સામે આવતી હોવા છતાં આવું કરનાર કાયદાનો કોઈ ભય જોવા મળતો નથી. જ્યારે આ જ રીતની એક ઘટનામાં રાજકોટમાં રહેનાર 24 વર્ષની એક યુવતીને ફેસબુક પર ફ્રેન્ડ બનાવીને મૂળ અમરેલીના અને સુરતમાં રહી ટેક્સટાઈલનું કામ કરનાર એક યુવકે લગ્ન કરવાની લાલચ આપી તેને ફસાવી લેવામાં આવી હતી. જેમાં જાણવા જેવી વાત એ રહી કે, છોકરીને ફસાવનાર વ્યક્તિ પરણેલો છે અને એક છોકરાનો બાપ પણ રહેલો છે. તેમ છતાં તેણે યુવતીને પોતે કુંવારો હોવાનું કહીને તેની સાથે અનેકવખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.

જ્યારે આ ઘટના કંઈક આ પ્રકાર બની હતી, રાજકોટમાં રહેનાર યુવતીને ફેસબુક પર ગૌતમ ગરાણીયા સાથે મિત્રતા થઈ હતી. બંને સમગ્ર દિવસ એકબીજા સાથે ચેટિંગ કરતા અને તેમની આ દોસ્તી થોડા દિવસોમાં જ પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. યુવતી ગૌતમને સાચો પ્રેમ કરતી હતી, પરંતુ ગૌતમના મનમાં તો માત્ર તેને ભોગવવાની જ લાલસા રહેલી હતી. અંતે તે એક દિવસ પુનિતાને મળવા રાજકોટથી સુરત આવ્યો અને તેને ફોન કરીને હોટલમાં મળવા માટે બોલાવી હતી.

ગૌતમને મળવા હોટલ પર આવેલ યુવતી દ્વારા તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ત્યારે ગૌતમે પુનિતાને જણાવ્યું હતું કે, જો તેની હા હોય તો પોતે તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તેની સાથે ગૌતમ પર આંધળો વિશ્વાસ કરતી યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી અને તેને લગ્ન માટે પણ હા પાડી દીધી હતી. આ ઘટના બાદ ગૌતમ અને યુવતી છૂટાં પડ્યાં હતાં અને થોડા દિવસ બાદ તે ફરી રાજકોટ આવ્યો અને યુવતીને હોટેલ પર બોલાવી લીધી હતી.

ગૌતમે યુવતીને હવે તો આપણા લગ્ન થવાના જ છે તો પછી ફિઝિકલ થવામાં આપણને શું વાંધો છે તેવી વાતો કરીને યુવતીને પોતાની જાળમાં ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તે ફરી એકવાર રાજકોટ આવ્યો અને અગાઉની માફક જ યુવતીને હોટલમાં બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીનો વિશ્વાસ ડગમગી ના જાય તેનું પણ ગૌતમ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. તેણે મે મહિનામાં યુવતીને પોતાના ડૉક્યુમેન્ટ્સ લઈ સુરત આવી જવા જણાવ્યું હતું.

પ્રેમીની વાતોમાં આવી યુવતી ઘરે કોઈને કહ્યાં વગર જ પોતાના ડૉક્યુમેન્ટ્સ લઈ સુરત પહોંચી આવી હતી. તેમ છતાં, તે વખતે ગૌતમે ધડાકો કર્યો હતો કે, તે પરણેલો છે અને એક સંતાનનો પિતા પણ છે. તેણે પોતાની પત્ની ઘરે હોવાનું જણાવી યુવતીને રાજકોટ જતા રહેવા જણાવ્યું હતું. તેની સાથે એવું પણ જૂઠ્ઠાણું ચલાવ્યું હતું કે, તે પોતાની પત્નીને પિયર મોકલી છૂટાછેડા આપ્યા બાદ તેની સાથે લગ્ન કરશે.

ગૌતમ પર આંધળો વિશ્વાસ કરનાર યુવતીએ તેની આ વાતને પણ માની લીધી હતી. ત્યારબાદ પણ ગૌતમ દ્વારા યુવતીને અલગ-અલગ જગ્યાએ ફેરવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. તેમ છતાં બંને દ્વારકા હતા ત્યારે ગૌતમે ફિઝિકલ થવાનો પ્રયાસ કરતાં યુવતીએ લગ્ન કે પછી મૈત્રી કરાર વિના તે આવું કંઈ કરશે નહીં. તેવું કહેતા જ ગૌતમે તેના પર જબરજસ્તી પણ કરી હતી. ત્યારબાદ તે બંને રાજકોટ આવ્યા હતા અને તે વખતે લાગ જોઈને ગૌતમ યુવતીની ડૉક્યુમેન્ટ્સની બેગ લઈને નાસી છૂટ્યો હતો.

યુવતી કોઈને કંઈ પણ કહ્યા વગર જ ઘરેથી નાસી છુટી હતી અને બીજી તરફ ગૌતમે પણ તેને નોંધારી છોડી દેતા તે કોઈ જવા લાયક રહી નહોતી. તેણે આપઘાતનો પણ પ્રયત્ન કર્યો હતો. પોલીસમાં ફરિયાદ નોંધાવવા આવેલી યુવતીએ પોતાના પિતાને ફોન કર્યો તો તેમણે તેની સાથે સંબંધ રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. અંતે પોલીસે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દીધી હતી અને તેની ફરિયાદ નોંધીને આરોપીને પકડી લાવવા તપાસ શરુ કરી દેવામાં આવી હતી.

Scroll to Top