સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો, ફેસબુકની પૂજા શર્મા નીકળી જમશેદ ખાન, જાણો શું છે સમગ્ર મામલો

સોશિયલ મીડિયા થકી બ્લેકમેઇલિંગ કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ક્યારેક બ્લેકમેઇલિંગના કારણ યુવતીઓ આત્મહત્યા કરવા જેવું પગલું પણ ભરી લેતા હોય છે. ત્યારે હાલના દુનિયામાં Facebook અને Instagram જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પહેલા ખાસ સાવધાની રાખી જોઈએ.નહીંતર પાછળ જતા આપણે પછતાવાનો પણ વાળો આવી શકે છે. જો કે હાલમાં ઘણા બધા લોકો સોશ્યિલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવીને છેતરપિંડી કરતા હોય છે અને લોકો ના ડેટા પણ લઇ લેતા હોય છે. ત્યારબાદ તેમને બ્લૅકમેલ કરીને પૈસાની માંગણી કરતા હોય છે. ત્યારે આવો જ એકી કિસ્સો આજે સામે આવ્યો છે.

આ યુવકને ફેસબુક પર ખૂબસુરત પ્રોફાઈલ ફોટો ધરાવતી એક યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ તે બ્લેકમેઇલિંગનો શિકાર બની ગયો છે. જોકે આ યુવકે કોઈ પણ જાતની કચાસ વગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેઈલિંગ કરતી એક ગેંગના સાગરિતને રાજસ્થાનના અલવરથી પકડી લેવામાં આવ્યા છે . જો કે ફેસબૂકમાં સુંદર ફોટા વાળી આ પૂજા શર્મા નામની કથિત યુવતી હકીકતમાં જમશેદ રુસ્તમ ખાન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આવા Facebook અને Instagram જેવા સોશિયલ મીડિયામાં વાપરતા યુવકો સાથે આવી ઘટના ના બને તેથી તેમને સજાગ રહેવું જોઈએ.

આ યુવકને થોડા દિવસ અગાઉ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પૂજા શર્મા નામની એક છોકરીના નામથી Facebook માં ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. ત્યારે આ યુવકે તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી અને ત્યારબાદ બંને મેસેન્જર પર ચેટિંગની કરવા લાગ્યા હતા. ત્યારે આ પૂજા શર્મા નામની યુવતીએ યુવકને તેની વાતોમાં ફસાવીને અને ત્યારબાદ તેનો whatsapp મોબાઈલ નંબર માંગી લીધો હતો. અને આ યુવકે તેનો whatsapp નંબર પણ આપી દીધો હતો. અને નંબર આપ્યા બાદ યુવકના whatsapp પર વીડિયો કોલ આવ્યો અને આ વીડિયો કોલ એક યુવતી તેની સાથે અશ્લીલ હરકતો કરતી દેખાઈ હતી. અને તેને જોઈને યુવક તેની જાળમાં ફસાઈ ગયો હતો. અને તેને આ યુવકને પણ આવી જ રીતે અશ્લીલ હરકતો કરવાનું કહ્યું હતું. ત્યારે આ યુવકે પણ whatsapp પર એ જ રીતે અશ્લિલ હરકતો કરી હતી અને ત્યારબાદ તેને વીડિયો કોલ રાખી દીધો હતો. જો કે આ યુવતી એ આ વીડિયો કૉલ રેકોર્ડ કરી લીધો હતો અને ત્યારબાદ યુવતી એ એક મેસેજ કરીને એકાઉન્ટ નંબરમાં મોટી રકમની ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.

અને જો આ રકમ એકાઉન્ટમાં ટ્રાન્સફર નહિ કરે તો આ અશ્લિલ હરકતો વાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. જોકે આ યુવકે ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ દમણ પોલીસે સાઈબર ક્રાઈમની ગંભીરતા જોતા તાત્કાલિક એક વિશેષ ટીમની રચના કરી અને પૂજા શર્મા નામની આ ફેસબુક એકાઉન્ટ અંગે ટેકનિકલ સર્વેલન્સથી માહિતી એકઠી કરી હતી. ત્યારે પો;પોલીસ જમશેદ રુસ્તમ ખાન નામના યુવકની ધરપકડ કરવામાં સફળતા રહી હતી અને જમશેદ રુસ્તમ ખાન સોશિયલ મીડિયા બ્લેકમેઇલિંગ ગેંગનો સાગરીત હોવાનું અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકોને અને યુવતીઓને બ્લેકમેઇલિંગનો શિકાર બનાવતો હોવાનું સામે આવ્યું છે.

Scroll to Top