જમીનના ડખામાં યુવકે મૂછ પર તાવ આપ્યો, વિરોધીએ મારી દીધી ગોળી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જમીનના વિવાદને લઈને બે પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલતી લડાઈએ ઉગ્ર વળાંક લીધો હતો. જ્યારે એક વ્યક્તિની મૂછો રાખવા બદલ ગોળી મારીને હત્યા કરવામાં આવી. હકીકતમાં બંને પરિવારો વચ્ચે છેલ્લા 10 વર્ષથી જમીનની લડાઈ ચાલી રહી હતી. આ દરમિયાન 28મી મેના રોજ સવારે પરિવારના એક સભ્યએ મૂછ પર તાંવ દેતાં ઝઘડો વધી ગયો હતો. મૃતક મુદસ્સીર અને તેનો ભાઈ મૂછોને તાંવ આપતા આરોપી ઝૈદના ઘરની સામેથી બાઇક પર પસાર થયા હતા. જોકે આ દરમિયાન તેણે કશું કહ્યું ન હતું.

જોકે ઝૈદના પરિવારે બંને ભાઈઓને મૂછો પર તાંવ આપવાને લઇ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. બપોર સુધીમાં બંને પરિવારો એક જ ગામમાં સામસામે આવી ગયા હતા અને બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. આ ગોળીબારમાં મૂછ મરડીને તાંવ આપતા મુદસ્સીરનું ગોળી વાગવાથી મોત થયું હતું, જ્યારે બીજા ભાઈને પગમાં ગોળી વાગી હતી.

આ ઘટનાનો ખુલાસો કરતા પોલીસે 28 મેના રોજ મુદ્દસ્સીર હત્યા કેસમાં સામેલ ઝૈદ અહેમદ અને 25 હજાર રૂપિયાની ઈનામી રકમના રાજુ વિશ્વકર્માની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરાયેલા બદમાશોના કબજામાંથી બે દેશી બનાવટની પિસ્તોલ અને કેટલાક જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.

શા માટે થયો હતો વિવાદ?

હકીકતમાં વર્ષ 2007માં પ્રયાગરાજમાં મૃતક મુદસ્સીરના પિતા અતીક અહેમદે આરોપી પક્ષના ખુર્શીદ અહેમદ પાસેથી જમીન ખરીદી હતી. જે સમયે ખુર્શીદ અહેમદે અતીક અહેમદ પાસેથી જમીન લીધી ત્યારે તેની કિંમત ઘણી ઓછી હતી.

હાલ જમીનની કિંમત લાખોમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મુદસ્સીર આરોપીને જમીનનો કબજો આપવા માટે વધુ પૈસાની માંગ કરી રહ્યો હતો, જે આરોપી પક્ષ આપવા તૈયાર ન હતો. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઘણા વિવાદો થયા હતા.

પ્રયાગરાજમાં આ હત્યાકાંડનો ખુલાસો કરતી વખતે પોલીસે ઝૈદ અહેમદ અને રાજુ વિશ્વકર્માની ધરપકડ કરી હતી, જેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ હતું. આ સિવાય ઘટનામાં ટાટા સફારી અને બલેનો કારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મૃતકના પિતાની ફરિયાદ પરથી ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, જમીન વિવાદના કારણે મુદસ્સીર અને તેના સહયોગીઓએ ઘેરીને ગોળીબાર કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું.

Scroll to Top