આમતો ભગવાન અત્રતત્ર સર્વત્ર છે પરંતુ ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે તે જગ્યાએ શ્રીકૃષ્ણ એ વર્ષો પેહલા પોતાની પ્રેમલીલા કરીહતી અને આ પ્રેમલીલા આજે પણ અપરંપાર છે તો આવો જાણીએ ભારતની એવી દશ જગ્યા જ્યા આજે પણ શ્રીકૃષ્ણ પોતાની પ્રેમલીલા કરે છે.
રાધા અને કૃષ્ણનો પ્રેમ અમર છે. આજે પણ આ પ્રેમની નિશાની વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. વર્તમાન સમયમાં પણ એવી ઘણી જગ્યાઓ છે.
જ્યાં રાધા-કૃષ્ણ આજે પણ એકબીજાને મળે છે, તેવી લોકવાયકાઓ જાણવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓમાં સૌથી સુંદર પ્રસંગ રાધા કૃષ્ણનું મિલન અને પ્રેમનો છે. પરમ કૃપાળુ પરમાત્માની લીલા, ધર્મને સ્થાપવા માટે, દુષ્ટોનો નાશ કરવા, જગતમાં પ્રેમની નદી વહેતી રાખવા વિષ્ણુએ પૃથ્વી પર કૃષ્ણ અવતાર લીધો છે.
દ્વાપર યુગના આ પ્રેમને આજે પણ લોકો યાદ કરે છે. આ પ્રેમ અમર છે. આજે પણ આ પ્રેમની નિશાની વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. વર્તમાન સમયમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં રાધા-કૃષ્ણ આજે પણ એકબીજાને મળે છે, તેવી લોકવાયકાઓ જાણવા મળે છે.
કાળીયા ઠાકોરના જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી નિમિત્તે તમને ભારતની એવી 10 જગ્યાઓ વિશેની માહિતી આપીશું જ્યાં આજે પણ રાધા-કૃષ્ણ એકબીજાને સાક્ષાત મળે છે.
(૧) કુરૂક્ષેત્ર
નંદગામથી જ્યારે શ્રીકૃષ્ણ મથુરા આવ્યાં ત્યારે તે સમયે રાધાને વચન આપ્યું હતું કે હવે તેમની મુલાકાત કુરૂક્ષેત્રમાં થશે.
સૂર્યગ્રહણના સમયે દેવી રાધા અને માતા યશોદા કુરૂક્ષેત્રમાં સ્નાન માટે આવ્યાં હતાં તે સમયે રાધા અને કૃષ્ણ ફરી મળ્યા હતાં. આ વાતની સાબિતી આપે એક તમાલનું વૃક્ષ.
(૨) માનગઢ
બરસાનામાં સ્થિત છે માનગઢ. એવું કહેવામાં આવે છે કે આ સ્થાને એક વાર રાધા એવી રિસાઈ હતી કે શ્રીકૃષ્ણના મનાવવાના બધા જ પ્રયત્નો બેકાર ગયા હતાં.
અંતમાં શ્રીકૃષ્ણે રાધાની સખીઓની મદદથી રિસાયેલી રાધાને મનાવી હતી. આ માટે આ સ્થાનને માનગઢના નામે ઓળખવામાં આવે છે.
(3) મોર કુટી
બરસાનાની પાસે એક નાનું સ્થાન છે મોર કુટી. એવું કહેવામાં આવે છે કે અહીં પર ભગવાન શ્રીકૃષ્ણે રાધાના કહેવા પર મોરની સાથે નૃત્ય પ્રતિયોગિતા કરી હતી.
(૪) નંદગામ
એક કથા એવી પણ છે કે બાળ કૃષ્ણ સાથે વિવાહ પહેલાં દેવી રાધા શ્રીકૃષ્ણને લૌકિકરૂપમાં મળી ચૂકી હતી. આ અવસર હતો શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ.
આ સમયે શ્રીરાધાજી જન્મોત્સવમાં સામેલ થવા માટે પોતાની માતા કીર્તિની સાથે નંદગામ આવી હતી. અહીં શ્રીકૃષ્ણ પારણામાં ઝૂલી રહ્યા હતા અને રાધા તેમની માતાના ખોળામાં હતાં. તે સમયે બાળક શ્રીકૃષ્ણ એક દિવસના અને દેવી રાધા અગિયાર મહિનાની હતા. આ નંદગામમાં નંદ રાયજીનું મંદિર પણ છે.
કંશથી કૃષ્ણની રક્ષા માટે વાસુદેવજી નવજાત શ્રીકૃષ્ણને લઇને યમુના પાર નંદગામમાં લઇને આવી ગયા હતાં. અહીં વાસુદેવજીના મિત્ર નંદરાય અને તેમની પત્ની યશોદાએ શ્રીકૃષ્ણનું લાલન-પાલન કર્યું હતું. આ ઘટનાની યાદ અપાવે છે આ ભવ્ય મંદિર.
(૫) સંકેત
સંકેતમાં સ્થિત છે આ સંકેત બિહારીજીનું મંદિર નંદગામથી ચાર માઇલના અંતર પર વસેલું છે બરસાના ગામ બરસાના રાધાજીની જન્મસ્થળી છે. નંદગામ અને બરસાનાની વચ્ચેમાં એક ગામ છે સંકેત એવું કહેવામાં આવે છે.
આ સ્થાને જ શ્રીકૃષ્ણ અને રાધાનો લૌકિક પ્રેમ શરૂ થયો હતો.આ માટે આ સ્થાન રાધા કૃષ્ણના ભક્તો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
(6) નિધિવન
વૃંદાવનની ગલીઓમાં ભગવાન શ્રીકૃષ્ણ રાધા અને અન્ય સખીઓની સાથે પ્રેમ લીલા કરતા હતાં, આ વાતની સાબિતી આપે છે.
યમુના તટ પર આવેલું છે આ નિધિવન.એવું કહેવામાં આવે છે કે આ વનમાં જેટલાં વૃક્ષ છે તે બધી જ ગોપીઓ છે, જે રાતના સમયે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવીને રાસ લીલા કરે છે. કારણ કે, અહીં ભગવાન શ્રીકૃષ્ણે કાર્તિક પૂર્ણિમાના દિવસે રાસનું આયોજન કર્યું હતું. આ વન આજે પણ એક રહસ્ય છે.
એવું કહેવામાં આવે છે કે આ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણે રાસ રચાવ્યો હતો.દરરોજ રાત્રે રાધા સંગ ગિરિધારી ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધારે છે. આ સાથે જ દરરોજ સવારે મંદિરમાં રહેલું દાતણ ભીનું મળી આવે છે. મંદિરમાં રાખેલો પલંગને પણ જોઇને એવું લાગે કે,તેમાં રાત્રે કોઇ સુતું હશે.
(૭) ગહવર વન
આ વનને દેવી રાધાએ પોતાના હાથેથી સજાવ્યું હતું. અહીં પર દેવી રાધા અને શ્રીકૃષ્ણ મળતાં હતાં. આ વન ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય હતું.
(૮) કુમુદની કુંડ (વિહાર કુંડ)
કુમુદની કુંડ જેને વિહાર કુંડ પણ કહેવામાં આવે છે. અહીં ગાય ચરાવતાં શ્રીકૃષ્ણ અને રાધાજી મળતાં હતાં. આ કુંડમાં સખા અને સખીઓની દ્રષ્ટિથી સંતાઇને રાધા-કૃષ્ણ જળક્રિડા કરતાં રહેતાં હતાં.
કૃષ્ણ જ્યાં સુધી નંદગામમાં રહ્યાં ત્યાં સુધી રાધા કૃષ્ણની મુલાકાત થતી રહી અને તેમના ઘણાં મિલન સ્થળ રહ્યાં. પરંતુ નંદગામથી જતાં રહ્યાં પછી શ્રીકૃષ્ણ અને રાધાના મિલન પછી માત્ર તેઓ એકવાર જ તેઓ મળ્યાં હતાં.
(9) ભંડીર વન
બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની પહેલી અલૌકિક મુલાકાત થઇ હતી. એકવાર શ્રીકૃષ્ણને ખોળામાં લઇને વસુદેવજી અહીંથી પસાર થઇ રહ્યા હતાં.
આ સમયે ત્યાં દેવી રાધા ત્યાં પ્રકટ થયા અને બ્રહ્માજીને પુરોહિત (બ્રાહ્મણ) બનાવીને શ્રીકૃષ્ણ સાથે વિવાહ કર્યા હતાં. આ ઘટનાનો સંપૂર્ણ ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણમાં મળી આવે છે.
(૧૦) મથુરા
પૂરાં મુજબ અહીં પણ શ્રીકૃષ્ણ નો વાશ રહેલો છે. આ જગ્યા વિષે એટલી બધી સચોટ માહિતી નથી પરંતુ માનવામાં આવે છે કે અહીં પણ પ્રેમલીલા જોવા મળે છે.
આમતો સમગ્ર જગ્યા એ ભગવાનનો વાશ રહેલો છે પરંતુ આ જગ્યા એવી છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ ની પ્રેમલીલા જોવા મળે છે. પરંતુ આ પ્રેમલીલા નસીબવાળા લોકોનેજ જ જોવાની મળે છે.