તમે તે પંક્તિઓ ખૂબ જ સાંભળી હશે કે શિખર પર પહોંચવું ખૂબ જ સરળ છે પરંતુ તેના પર ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે અને આજે અમે તમને આ વસ્તુ સાર્થક થયેલી બતાવીશું અને તે તમને ધણુ આશ્ચર્યજનક લાગશે. અમે તમને તે બોલીવુડ સ્ટાર્સ વિશે બતાવીશું જેઓ એક સમયે ટોચ પર હતા પરંતુ તેમની ભૂલોને કારણે તેઓ લોકો નથી જાણતા. ચાલો ફરીથી શરૂ કરીએ તે લીસ્ટ જે તમને બધાને પણ સબક શીખવે છે.
હની સિંહ.તેમના સમયનો સૌથી મોટો રેપર હની સિંહની જીદંગી ખૂબ જ ખાસ હતી. તેમના ગીતોથી લોકો ગાંડાની જેમ સાંભળતા હતા પણ પછી તેને ડ્રગ્સ વગેરેની લત લાગી ગઈ અને પછી તે બીમાર રહેવા લાગ્યો. જ્યારે તેને હોશ સંભાળી ત્યારે તેમની કારકિર્દી પૂર્ણ થઈ ગઇ હતી.
વિવેક ઓબરોય.એક સમયે વિવેકની જિંદગી અને તેની ફિલ્મો ખૂબ જોરશોરથી ચાલી રહી હતી પરંતુ તે દિવસોમાં વિવેક ઓબરોયનો સલમાન સાથે એશના લીધે ઝગડો થઈ ગયો તેની વિરુદ્ધ તેમણે મીડિયામાં પણ વાત કરી હતી જેના કારણે બાદમાં તેમને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું હતું અને તેની કારકિર્દી અટકી ગઈ હતી.
મોનિકા બેદી.મોનિકા બેદી અબુ સલેમ નામના ડોનની ગર્લફ્રેન્ડ બની હતી અને અન્ડરવર્લ્ડ સાથે પણ તેના સંબંધ હતા જેના કારણે મોનિકાને જેલમાં જવું પડ્યું હતું અને ત્યારબાદ તેને ફિલ્મો મળી નહોતી અને પછી તેણે ફક્ત સિરિયલ કરીને જ કામ ચલાવું.
વિજય રાજ.
એક સમયે વિજય રાજનો અભિનયમાં સિક્કો ચાલતો હતો પરંતુ એક વખત તે યુએઈમાં ડ્રગ્સ સાથે પકડાયો હતો, ત્યારબાદ તેની ઘણી બદનામી થઈ અને તે ફિલ્મના પડદેથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો.