આ છે ભારતની સૌથી ખતરનાક કમાંડો ફોર્સ જેનાં નામથીજ દુશમનોનો પેશાબ થઈ જાય છે…

જ્યારે જ્યારે આપણે દેશની વાત કરીએ ત્યારે ત્યારે આપણા દેશનાં દુશ્મનો ની પણ વાત આવતીજ હોય છે આઝાદી બાદ ભારત એ ઘણી ગતિ પકડી છે જેમાં સૌથી વધુ ગતિ આપણને સુરક્ષા દળોમાં જોવા મળી હતી.મિત્રો આજે અમે તમને ખાસ આજ વિષય પર જણાવી રહ્યા છે આજે આપણે આપણાં દેશની સૌથી શક્તિશાળી કમાંડો ફોર્સ વિશે વાત કરવાના છીએ તો આવો જાણી લઈએ.

પેરા કમાન્ડો.

તેઓને સેનાનો સૌથી પ્રશિક્ષિત કમાન્ડો માનવામાં આવે છે 1965 ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન રચાયેલ પેરા કમાન્ડો ફોર્સે 1971 અને 1999 કારગિલ યુદ્ધોમાં પાકિસ્તાનને ધૂળ ચટવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે 29 સપ્ટેમ્બર 2016 ના રોજ ભારત દ્વારા કાશ્મીર હસ્તકના કાશ્મીરના આતંકવાદી શિબિરો પર પેરા કમાન્ડો દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી નિષ્ણાંતોએ ભારત અને વિદેશમાં 3000 ફૂટથી વધુની ઉંચાઇથી કૂદવામાં ઘણા સફળ કામગીરી કરી છે.PARA કમાંડો એ ભારતીય સેનાનો એક ભાગ છે.આ ફોર્સનો મુખ્ય હેતુ રેસ્ક્યુ ઓપરેશન, આતંકી ગતિવિધીઓ રોકવા માટે તથા બંદી બનાવાયેલા નાગરિકોને છોડાવવા માટે થતા હૉસ્ટેજ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવાનો છે. PARA ફોર્સની સ્થાપના 1966માં થઈ હતી. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ આપણી સિક્યુરિટી ફોર્સમાં વધારો કરવાના હેતુથી એની સ્થાપના થઈ હતી. PARA ફોર્સને કારગિલ યુદ્ધમાં પણ મહત્વની જવાબદારી સોંપાઈ હતી. PARA ફોર્સની 8 બટાલિયન હાલમાં ભારતમાં સેવામાં છે.

માર્કોસ.

યુએસ સીલ કમાન્ડોઝ પછી સંપૂર્ણ શસ્ત્રોથી પાણીની અંદરની કામગીરી ચલાવી શકે તેવું ભારતીય નૌકાદળનું વિશેષ બળ માર્કોસમાં વિશ્વની એકમાત્ર શક્તિ છે.માર્કોસ એ ભારતીય નૌસેનાની એક સ્પેશિયલ ફોર્સ છે.માર્કોસ એ પહેલા મરીન કમાંડો ફોર્સ તરીકે ઓળખાતી હતી.માર્કોસની સ્થાપનાનો મુખ્ય હેતુ દરિયામાં કે દરિયાઈ સીમામાં કોઈ મહત્વના ઓપરેશન કે મિશન પાર પાડવાનો છે. MARCOSનો અર્થ મરીન કમાંડોસ થાય છે. મરીન કમાંડો ફોર્સની રચના 1987માં થઈ હતી અને 1991માં તેને માર્કોસ નામ આપવામાં આવ્યું. માર્કોસ કમાંડોને પાણીમાં યુદ્ધ માટેની ખાસ તાલીમ આપવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં આ કમાંડો દાઢીવાળી ફોજ તથા જળ મુર્ગી અને મગરમચ્છના નામથી ઓળખાય છે. માર્કોસ કમાંડો કુશળ તરવૈયા અને સમૂદ્રી મરજીવા જેવા હોય છે. માર્કોસ કમાંડોની તાલીમ વિશ્વની સૌથી કપરી તાલીમ પૈકીની એક માનવામાં આવે છે.કારણ કે આમાં બે તરફ ની તાલીમ લેવી પડે છે.

ગરુડ કમાન્ડો.

આ કમાન્ડો ભારતીય વાયુ સેનાના વિશેષ દળોનો એક ભાગ છે આ દળનો દરેક કમાન્ડો અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ છે તેઓ એરફિલ્ડમાં કામગીરી કરવામાં નિષ્ણાંત છે તેમને હવાઈ હુમલો ખતરનાક લડાઇ અને બચાવ કામગીરી માટે વિશે તાલીમ આપવામાં આવે છે.ગરૂડ કમાંડો ફોર્સ એ ભારતીય વાયુસેનાની સ્પેશિયલ ફોર્સ છે. ગરૂડ કમાંડો ફોર્સની સ્થાપના 6 ફેબ્રુઆરી, 2004માં કરવામાં આવી હતી. 2001માં જમ્મુ-કાશ્મિરના વાયુસેનાના બે એર બેઝ પર આતંકવાદી હુમલા બાદ વાયુસેનાને આવા હુમલા સામે રક્ષણ માટે સ્પેશિયલ કમાંડો ફોર્સની રચના કરવાની જરૂરિયાત જણાઈ અને ગરૂડ કમાંડો ફોર્સની રચના થઈ. ગરૂડ કમાંડો મુખ્યત્વે હવાઈ ઓપરેશન માટે ઉપયોગમાં લેવાય છે. ગરૂડ કમાંડોનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. ગરૂડ કમાંડોને આતંકવાદી હુમલા સમયે ફસાયેલા નાગરિકોને બચાવવા અને એર બેઝ જેવા મહત્વના સ્થળે થતા હુમલામાં આખા એર બેઝના રક્ષણની જવાબદારી આપવામાં આવે છે.ગરૂડ કમાંડોની તાલીમ ભારતની તમામ ફોર્સ પૈકીની સૌથી લાંબી છે.ગરૂડ કમાંડોની તાલીમ ચાર વર્ષ જેટલી લાંબી હોય છે. ગરૂડ કમાંડો ફોર્સમાં અંદાજે 2000 જેટલા જવાનો હાલમાં સેવામાં છે.આ ફોર્ષ ભલભલા ને પાણી ભરતાં કરી દે છે.

ઘાતક.

ઘાતક ફોર્સ એના નામ પ્રમાણે જ સાચે જ ઘાતક છે. ભારતીય સેનાના સીધા નિયંત્રણમાં આવતી આ ફોર્સમાં આશરે 7000થી પણ વધારે જવાનો સેવામાં છે. ઘાતક ફોર્સમાં શારીરિક રીતે સૌથી સારા અને મજબૂત જવાનોને સામેલ કરાય છે અને આવા કમાંડો કોઈ અન્ય બટાલિયન કે સેનાની સહાય વગર પણ પોતાનું ઓપરેશન પાર પાડી શકે તે રીતે તાલીમબદ્ધ કરાય છે. દરેક ભારતીયને શાંતિ અને સુરક્ષાનો અહેસાસ થાય તેવી ઘાતક ફોર્સની માત્ર કામગીરીજ નહી  સાંત્વના પણ છે. આ ફોર્સ ગમે તેવા વિપરિત સંજોગોમાં કામ કરી શકે છે. ઘાતકનો એક સૈનિક દૂશ્મનના અનેક જવાનો માટે પૂરતો તેમ જ વિધ્વંશક છે. ઘાતક ફોર્સની તાલીમ શાળા કર્ણાટકા રાજ્યમાં આવેલી છે.

રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી).

બ્લેક કમાન્ડો અથવા એનએસજી તરીકે પ્રખ્યાત આ કમાન્ડોનો ઉપયોગ દેશની આંતરિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓને સંભાળવા માટે કરવામાં આવે છે તેની સ્થાપના 1984 ના ઓપરેશન બ્લુ સ્ટાર પછી કરવામાં આવી હતી દેશની આ સૌથી પ્રખ્યાત કમાન્ડો ફોર્સનો ઉપયોગ આતંકવાદી હુમલા અને અન્ય કટોકટીઓમાં પણ થાય છે.7350 મજબૂત NSG ને બ્લેક બિલાડીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, સૌજન્યથી તેમના બધા કાળા ગણવેશ અને કાળા બિલાડીના સિગ્નેશિયા તેમના કાંટા પર. તાલીમ, ભરતી પ્રક્રિયાના સૌથી કડક તબક્કાઓમાંથી એક છે, જેમાં કેટલાક દળો ઇઝરાઇલમાં વિશેષ તાલીમ પણ લઈ રહ્યા છે.

સ્પેસયલ સુરક્ષા દળ.

આ દળની સ્થાપના ઇ. સ. ૧૯૮૫ના વર્ષમાં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીની હત્યાના બનાવને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી.આ દળમાં વિવિધ પોલીસ દળમાંથી તેમ જ એન એસ જી કમાન્ડો ગ્રુપમાંથી ૩૦૦૦ જેટલા વ્યક્તિઓને પસંદ કરી નિમણુંક આપવામાં આવી હતી.ઇ.સ. ૧૯૯૧ના વર્ષમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના બનાવ પછી આ દળને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.આ દડ વિવિધ નેતાઓ ને સુરક્ષા પુરી પાડે છે.

કોબ્રા કમાન્ડો.

2008 માં રચાયેલી આ પેરામિલેટરી કમાન્ડો ફોર્સ મુખ્યત્વે ગોરિલા યુદ્ધ માટે બનાવવામાં આવી છે,આ કમાન્ડો ભારતના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે તે વિશ્વની સર્વશ્રેષ્ઠ અર્ધસૈનિક દળો છે. સામાન્ય રીતે આ તમામ કમાન્ડોનું ઓપરેશન અંડરકવર હોય છે પરંતુ 2009 ના મુંબઇ આતંકી હુમલા સમયે ટેલિવિઝન મીડિયાની ખામીને કારણે વિશ્વ કમાન્ડોને તેમની આંખોથી જોયું કે ભારતીય કમાન્ડોએ તેમની કામગીરી ચલાવી હતી તાજ હોટલને નૌકાદળના મરીન કમાન્ડો માર્કોસે આતંકવાદીઓના કબજામાંથી બચાવ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top