આ છે ગુજરાતીની ફેમસ સિંગર ફરીદા મીર નું ઘર,અંદરની તસવીરો જોઈ દિલ ખુશ થઈ જશે.

વાત કરીએ ફરીદા મીર ની તો ગુજરાત રાજ્યમાં પોતાના સુંદર અવાજથી લોકોની દિલમાં જ્ગ્યા બનાવી છે.આમતો ઘણા ડાયરા કલાકારઓએ માણસોના દીલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે.ડાયરાની જો વાત કરવામાં આવે એટલે ઘણા એવા કલાકારો છે જેમનું નામ લીધા વગર તમે કોઈદિવસ રહી ન શકો.એ પછી કીર્તિદાન હોય કે પછી રાજભા સાથે સાથે ગીતા બેન હોય કે કિંજલ દવે પરંતુ આવા જ એક યુવતી કલાકાર એટલે ફરીદા મીર. પ્રથમ રાજકોટ પછી સૌરાષ્ટ્ર અને હવે સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેમસ થનાર ફરીદા મીરનો જન્મ પોરબંદરમાં થયો હતો.

તાજેતરમાં અમદાવાદના પોશ વિસ્તારમાં પાંચ બેડરૂમ-કીચનના વિશાળ પેન્ટહાઉસમાં રહેતાં ફરીદા મીરે પોતાની લાઇફના શરૂઆતના તબક્કામાં ખૂબ મહેનત કરી છે. આવો આજે અમે તમને ફરીદા મીરની સક્સેસ સ્ટોરી જોડે જોડે તેમના અમદાવાદ શહેરમાં આવેલા ઘરની મુલાકાત કરાવીએ.મિત્રો તેમનું આ ઘર ખુબજ સુંદર છે.

આવા જ એક મહિલા કલાકાર એટલે ફરીદા મીર. પહેલાં રાજકોટ પછી સૌરાષ્ટ્ર અને હવે ગુજરાતભરમાં ખ્યાતી મેળવનાર ફરીદા મીરનો જન્મ પોરબંદરમાં થયો હતો. હાલ અમદાવાદના પોશ વિસ્તારમાં પાંચ બેડરૂમ-કીચનના વિશાળ પેન્ટહાઉસમાં રહેતાં ફરીદા મીરે જીવનના શરૂઆતના તબક્કામાં ખૂબ સંઘર્ષ કર્યો છે.

આવો આજે અમે તમને ફરીદા મીરની સક્સેસ સ્ટોરની સાથે તેના અમદાવાદમાં આવેલા ઘરની શેર કરાવીએ.પોરબંદરમાં જન્મેલા અને રાજકોટમાં ઉછરેલા ફરીદા મીરે ધોરણ 10 બાદ અભ્યાસ છોડીને સિંગિગમાં હાથ અજમાવ્યો હતો.શરણાઈવાદક પિતા સાથે નાનપણથી ભજન કાર્યક્રમમાં જતાં ફરીદા મીરને ધીમે ધીમે સંગીત પ્રત્યે પ્રેમ જાગ્યો હતો.

ફરીદા મીરે 14 વર્ષની ઉંમરમાં લગ્નગીતોથી કરિયરની શરૂઆત કરી હતી.ધીમે ધીમે પોતાના સૂરથી ફરીદા મીરનો જાદુ ચાલવા લાગ્યો. આજે સૌરાષ્ટ્રનું ભાગ્યે જ કોઈ એવું ગામ બાકી હશે જ્યાં ફરીદા મીરના ડાયરાના કાર્યક્રમ ન યોજાયો હોય.ફરીદા મીરના સૂર નો જાદુ વિદેશમાં યુકે, બેંગકોક સહિતના દેશોમાં પહોંચ્યો છે, જ્યાં તેમણે ઘણા કાર્યક્રમ કર્યા છે.

ફરીદા મીરે 1 હજાર જેટલા ભજન અને ગીત આલ્બમ કરી ચૂક્યા છે.સિંગિગ ઉપરાંત અભિનયમાં પણ ફરીદા મીર યોગદાન આપી ચૂક્યા છે. ફરીદા મીરે 26 વર્ષની ઉંમરે ગુજરાતી ફિલ્મ ‘દુખડા હરો દશામા’માં અભિનિય કર્યો હતો. તેમણે આ સિવાય પણ અનેક ગુજરાતી ફિલ્મમાં લીડ અને મહેમાન કલાકાર તરીકે અભિનય ક્યો છે.

ફરીદા મીરના મોજ શોખની વાત કરીએ તો તેમને શુદ્ધ કાઠિયાવાડી ભોજન પસંદ છે. તેમને દરિયાકિનારે ફરવા જવાનું પસંદ છે. ફરિદા મીર સામાજિક સેવાઓ સાથે પણ સંકળાયેલા છે. તેઓ ગુજરાત રાજ્યમાં ગૌરક્ષા અધ્યક્ષ તરીકે સમાજિક ભૂમિકા સંભાળે છે.

ફરીદા મીરના અમદવાદના મેમનગરમાં આવેલા પાંચ બેડરૂમના પેન્ટહાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઈનર બાથરૂમ છે. કોર્નર પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં કીચન આવેલુ છે.દરેક બેડરૂમમાં જુદી જુદી થીમ પર ફર્નિચર છે. પેન્ટ હાઉસના ઉપરના ભાગે ખુલ્લી જગ્યામાં આરમ કરવા માટે હિચકો મુકવામાં આવ્યો છે.આશિવાય પણ ફરીદા ની પ્રોપર્ટી હોય શકે છે જોકે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top