આ ચોરનો શોખ જાણી ને તમે ચકરાવે ચડી જશો, મોંઘી વસ્તુઓ ને બદલે તે મહિલાઑની આ ખાસ વસ્તુની કરે છે ચોરી

જાપાનના દક્ષિણ રાજ્યમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક એવો ચોર પકડાયો છે જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. પોલીસ દ્વારા Coin Laundromats માંથી મહિલાઓની અંડરવિયર ચોરી કરનાર ચોરની ધરપકડ કરવામાં આવી છે. આ ચોર દ્વારા અત્યાર સુધી 700 થી વધુ અંડરવિયરની ચોરી કરવામાં આવી છે.

જ્યારે આ બાબતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસ દ્વારા તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો.. સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર, 56 વર્ષના એક ચોર પર 24 ઓગસ્ટના એક 21 વર્ષની વિદ્યાર્થિની દ્વારા છ જોડી અંડરવિયર Coin Laundromats મશીનથી ચોરી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પોલીસમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અધિકારીઓ એના ઘરે પહોંચી ગયા હતા.

ત્યાંનો નજારો જોઇને પોલીસ અચંબામાં મુકાઈ ગઈ હતી. પોલીસ દ્વારા વ્યક્તિના ઘરમાંથી મહિલાઓના 730 અંડરવિયર જપ્ત કરવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ દ્વારા તમામ અંડરવિયર જપ્ત કરીને તપાસ શરુ કરવામાં આવી હતી.

જાપાનના બેપ્પૂ શહેરની પોલીસના દ્વારા કહેવામાં આવ્યું છે કે, આટલા વર્ષમાં ક્યારેય પણ આટલા પ્રમાણમાં પેન્ટી જપ્ત કરવામાં આવી નથી. તેમ છતાં વ્યક્તિ દ્વારા પોલીસ સમક્ષ સ્વીકાર કરી લેવામાં આવ્યો છે કે, તેના દ્વારા મહિલાઓના અંડરવિયર ચોરી કરવામાં આવી રહ્યા હતા. ત્યાર બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

મહિલાઓની અંડરવિયર ચોરી કરવાનો આ પ્રથમ કેસ નથી. આ અગાઉ જુલાઇમાં અમેરિકામાં એક વ્યક્તિ પર મહિલાના ઘરમાં ઘૂસવા અને અંડરવિયર ચોરી કરવાનો આરોપ લાગી ચુક્યો છે. મહિલાના ઘરમાં ઘૂસ્યા બાદ 29 વર્ષનો વ્યક્તિ મોંઘી વસ્તુઓ ચોરવાને બદલે મહિલાઓના અંડરવિયર ચોરીને ચાલ્યો ગયો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર અનેક ચોરીઓમાં આરોપી દ્વારા એક કેસમાં 15 જોડી અંડરવિયર, મેકઅપ અને બ્રશ, 8 બ્રા, 12 સ્વિમસૂટ અને અન્ય કપડા ચોરી કરવામાં આવ્યા હતા. મહિલા દ્વારા પોલીસને કહેવામાં આવ્યું હતું કે, વ્યક્તિએ તેના મેલા કપડા પણ ચોરી ચાલ્યો ગયો હતો જેમાં એની છ વર્ષની દીકરીના કપડા પણ સામેલ રહેલા હતા. પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, આરોપી ચોરી માટે મહિલાઓ પર અનેક દિવસો સુધી નજર રાખતો અને મોકો જોઇ તેના કપડા ચોરીને ચાલ્યો જતો હતો.

Scroll to Top