મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સુશાંતસિંહ ના સુસાઈડ બાદ સલમાન કરણ જોહર અને અન્ય મોટી હસ્તીઓ લોકોના નિશાના પર છે ત્યારે સલમાન ને લઈને વધુ એક જબરજસ્ત ન્યૂઝ સામે આવ્યાં છે. જે જાણી સૌ કોઈ ચોંકી ગયાં હતાં.સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસ પર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને ઘણા ખુલાસાઓ થઇ રહ્યા છે. ઘણા મોટા નામો પણ સામે આવી રહ્યા છે. હવે દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની માતા રાબિયા અમીને એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમા તેમણે સલમાન ખાન પર આરોપ લગાવ્યો છે.તેમનો આરોપ છે કે સલમાન ને કારણે જિયા ને ન્યાય મળ્યો નથી.
આવો મિત્રો જાણી લઈએ આ પાછળ શુ છે સમગ્ર કહાની.રાબીયા અમીનનું કહેવું છે કે, જિયા ખાન સુસાઇડ કેસમાં સલમાન ખાને પોલીસ પર દબાણ ઉભુ કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂતના નિધન પર જારી કરવામાં આવેલા આ વીડિયોમાં તે કહે છે,’મારી સંવેદનાઓ સુશાંત સિંહ રાજપૂતના પરિવાર સાથે છે. આ ખેરખર એક હૃદયદ્રાવક મામલો છે. આ કોઇ મજાક નથી ચાલી રહી.
હવે બોલિવૂડને બદલવું પડશે, બોલિવૂડને જાગવું પડશે. બોલિવૂડે આવું સંપૂર્ણપણે બંધ કરવું પડશે. કોઇની મજાક કરવી તે પણ હત્યા કરવા સમાન છે.’ સાથે જ તેમણે જિયા ખાનના કેસ પર વાત કરતા કહ્યું કે,’હાલમાં જે કંઇ થઇ રહ્યું છે તેને મને 2015ની યાદ અપાવી દીધી જ્યારે હું સીબીઆઇ ઓફિસરને મળવા ગઇ હતી.
તેણે મનં લંડનથી બોલાવી અને જણાવ્યું કે, અમને મહત્વના પૂરાવા મળ્યા છે. જ્યારે હું ત્યા પહોંચી તો તેણે મને કહ્યું કે મારા પર સલમાન ખાનનો ફોન આવ્યો. તે દરરોજ ફોન કરે છે અને પૈસા ઓફર કરે છે. કહે છે કે, છોકરા સાથે પૂછપરથ ના કરશો, તેને પકડશો નહી તો અમે શું કરી શકીએ મેડમ.’ રાબિયા અનુસાર,’ઓફિસર પોતે પણ આ વસ્તુથી નારાજ અને પરેશાન દેખાઇ રહ્યો હતો.
બાદમાં હું આ મામલાને દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ પાસે લઇ ગઇ અને મેં તેની ફરિયાદ કરી પરંતુ એવું જ થયુ કે. પૈસા અને પ્રેશરથી તપાસને પ્રભાવિત કરવામાં આવી તો મને નથી ખબર કે એક નાગરીક તરીકે આપણે કઇ દિશામાં જઇ રહ્યા છીએ? હું કહેવા માંગુ છું કે બહું થયુ હવે ઉભા થાવ, લડો અને પ્રોટેસ્ટ કરો અને બોલિવૂડના આ ઝેરીલા વ્યવહારને રોકો,’ નોંધનિય છે કે જિયા ખાને 3 જૂન 2013ની રાત્રે 11.30 વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી.
આ મામલામાં જિયાના બોયફ્રેંડ સૂરજ પંચોલી પર એક્ટ્રેસને આત્મહત્યા માટે ઉક્સાવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે સૂરજને જેલમાં પણ મોકલામાં આવ્યો હતો પરંતુ સલમાન ખાને તેને ખુબ સપોર્ટ કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસ પર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને ઘણા ખુલાસાઓ થઇ રહ્યા છે.
ઘણા મોટા નામો પણ સામે આવી રહ્યા છે. હવે દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની માતા રાબિયા અમીને એક વીડિયો પોસ્ટ કર્યો છે.જેમા તેમણે સલમાન ખાન પર આરોપ લગાવ્યો છે.રાબીયા અમીનનું કહેવું છે કે જિયા ખાન સુસાઇડ કેસમાં સલમાન ખાને પોલીસ પર દબાણ ઉભુ કર્યું હતું.જેથી સમગ્ર કેશ નીચે બેસી ગયો અને જિયાને કોઈ પણ પ્રકારનો ન્યાય મળ્યો નહીં.