આજે અમે તમારા માટે એવા બાળકને લઈને આવ્યા છે જે તેની પ્રતિભાના કારણે ચર્ચામાં આવ્યું છે. જેની ચારોતરફ ચર્ચામાં કરવામાં આવી છે. અત્યારના વર્ચ્યુઅલ વર્લ્ડમાં એક નાનું બાળક જેની ઉંમર માત્ર 1 વર્ષની છે પરંતુ તે પોતાની પ્રતિભાના કારણે ચર્ચામાં આવ્યો છે.
આ બાળક સમગ્ર દુનિયા ફરી રહ્યું છે અને તેની સાથે કમાણી પણ કરી રહ્યું છે. તે મહિનાના એક હજાર ડોલર એટલે કે 75 હજાર રૂપિયા કમાઈ છે. પ્રાપ્ત માહિતી આ બાળકનું નામ બ્રિગ્સ છે. એક વર્ષની ઉંમરમાં જ તેને 45 ફ્લાઈટ્સમાં મુસાફરી કરી છે. તે અલાસ્કા, કેલિફોર્નિયા, ફ્લોરિડા, ઉટાહ, આઈડહો સહિત અમેરિકાના 16 રાજ્ય ફરીને આવ્યું છે.
બ્રિગ્સની માતા જણાવે છે કે, તેનો જન્મ ગયા વર્ષે 14 ઓક્ટોબરના થયો હતો અને માત્ર 3 અઠવાડિયામાં તેની પ્રથમ ટ્રિપ હતી. તે અલાસ્કામાં રીંછને પણ જોઈ ચૂક્યો છે. યેલોસ્ટોન નેશનલ પાર્કની અને ઉટાહમાં ડેલીકેટ આર્ક અને કેલિફોર્નિયામાં પણ મજા માણી ચુક્યું છે.
જ્યારે બ્રિગ્સની વાત કરવામાં આવે તો તેના ઈન્સ્ટાગ્રામ પર 30 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેની માતા પહેલાથી જ પાર્ટ ટાઈમ ટૂરિસ્ટ નામથી બ્લોગ પણ ચલાવે છે. તેની યાત્રા પેઈડ હોય છે એટલે કે તેને ટ્રાવેલિંગ માટે રૂપિયા પ્રાપ્ત થાય છે. તે રિવ્યૂ લખવાનું કામકાજ કરે છે. જ્યારે 2020 માં તે પ્રેગનન્ટ થઈ ત્યારે તે નર્વસ થઈ ગઈ હતી, તેને લાગ્યુ કે તેની કારકિર્દી સમાપ્ત થઈ જશે.
બ્રિગ્સને જન્મ આપ્યા બાદ કારકિર્દીને નવી ઉંચાઈ પર લઈ ગઈ હતી. તેને જણાવ્યું હતું કે, મારા પતિ ઇચ્છે છે કે હું કામ કરતી રહું. જેના કારણે મેં બેબી ટ્રાવેલને લઈને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું હતું, મને તેમાં સ્કોપ દેખાયા હતા. હું મારા બાળકની સાથે યાત્રા કરું છું અને તેનો અનુભવ પણ શેર કરું છું. તેનાથી અનેક પેરન્ટ્સને મદદ મળી જાય છે જે બાળકોની સાથે યાત્રા પર જવા માંગે છે.
જેસે દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના બાદ અમે દરેક પ્રોટોકોલનું ધ્યાન રાખીને યાત્રા કરી રહ્યા હતા. અમારું ફોકસ રોડ ટ્રિપ અને લોકલ વેકેશન પર જ રહેલું હોય છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ શકે છે. તેની સાથે કોઈ મોટા શહેરમાં જવાનું અમે ટાળીએ છીએ જેમ કે ન્યૂયોર્ક છે. અમારો હેતુ નવી જગ્યાઓ શોધવાનો રહેલો હોય છે. બેબી બ્રિગ્સને યાત્રા દરમિયાન ફ્રી ડાયપર્સ અને વાઈપ્સ સ્પોન્સર્સ તરીકે મળે છે