દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની શાન-શૌકત વિશે વાત કરીએ એવી કઈ વસ્તુ છે જે તે પ્રાપ્ત નથી કરી શકતા.બધી મોંઘી ચીજોનો શોખીન અંબાણીની પાસે ભલે બધી સુખ સુવિધાઓ હશે પરંતુ મોંઘી કારના મામલામાં તે પાછળ છે.ચાલો જાણીએ કોણ છે તે સેલેબ્સ જેમણે અંબાણીને પણ પાછળ છોડ્યા છે.
1.ભારતની સૌથી મોંઘી કારોની યાદીમાં પ્રથમ સ્થાન બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન છે.આ અભિનેતા પાસે ભારતમાં સૌથી મોંઘી કાર છે.જેનું નામ બુગાટી વેરોન છે.તેની ભારતીય કિંમત 12 કરોડ રૂપિયા છે.
2.ભારતની સૌથી મોંઘી કારોની આ યાદીમાં બીજુ સ્થાન આમિર ખાનનું છે.આ હીરોનું મર્સીડીસ-બેંજ s600 છે.જેની ભારતીય કિંમત 10 કરોડ રૂપિયા છે.
3.ભારતના સૌથી અમીર વ્યક્તિ, મુકેશ અંબાણી, આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે.તેમની પાસે મેબૈક 62 કાર છે, જેની કિંમત 5.4 કરોડ રૂપિયા છે.
4.સાઉથની ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા રામ ચરણ આ યાદીમાં ચોથા સ્થાન પર છે.આ અભિનેતા પાસે રેંજ રોવર કાર છે,જેની ભારતીય કિંમત 3.1 કરોડ રૂપિયા છે.
5.આ યાદીમાં પાંચમા સ્થાન પર બોલિવૂડ મહાન અભિનેતા અમિતાભ બચ્ચન છે.આ અભિનેતા પાસે રોલ્સ રોયસ ફેન્ટમ છે,જેની ભારતીય કિંમત 3 કરોડ રૂપિયા છે.
6.આ યાદીમાં છઠ્ઠા સ્થાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું છે.આ ખેલાડીની પાસે ઓડી આર 8 છે,જેની ભારતીય કિંમત 2.64 કરોડ રૂપિયા છે.
7.ટીમ ઈન્ડિયાના મહાન ખેલાડી સચિન તેંડુલકર આ યાદીમાં સાતમા સ્થાને પર છે.આ ખેલાડી પાસે BMW I8 કાર છે,જેની ભારતમાં કિંમત 2.2 કરોડ છે.