Gujarat

20 ઓક્ટોબરની મધરાત્રીથી ST બસના પૈડા થંભી જશે, જાણો કારણ

છેલ્લા થોડા સમયથી એસટી નિગમના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઇને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં સરકાર દ્વારા તેમના પ્રશ્ન પર મૌન ધારણ કરવામાં આવ્યું છે. તેમ છતાં સરકાર તરફથી તેને લઈને કોઈ નિવેદન ના આપતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ બાબતમાં અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર સંકલન સમિતિના સભ્યો દ્વારા મિટિંગ કરવામાં આવી અને સરકારને 30 કલાકનો સમય આપવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જો સરકાર માંગ નહીં માને તો 20 ઓક્ટોબરની મધ્યરાત્રીથી 8000 બસના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણય કર્મચારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.

તેની સરકાર પડતર પ્રશ્નો મુદ્દે ચર્ચા કરે અને તેનું સમાધાન કાઢે તે માટે કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સરકાર જવાબ આપી રહી નથી તો 21 તારીખે 40,000 કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવાના છે. રજા પર જવા માટે તમામ કર્મચારીઓએ રજા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. ગઈ કાલના સંકલન સમિતિના સભ્યો સરકારના મંત્રીઓને મળવા માટે પણ ગયા હતા પરંતુ નાણામંત્રી દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો કે જે પણ મળે તે લઈ લો ચર્ચા ના કરો. તેને લઈ કર્મચારીઓમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.

જ્યારે મંગળવારના અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર સંકલન સમિતિની બેઠક પણ એકઠી થઈ હતી. સંકલન સમિતિના સભ્યો દ્વારા 21 ઓક્ટોબરની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સરકારને 20 ઓક્ટોબર રાતે 10 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. સંકલન સમિતિના એક સભ્યે એક નામી ચેનલને જણાવ્યું છે કે, સરકારને એસટી નિગમના કર્મચારીઓની માંગણી મુદ્દે વિચારે કરવો જોઈએ. કેમકે 2019 માં પણ અમે લડત આપવામાં આવી હતી.

2 વર્ષ બાદ પણ સરકાર દ્વારા તે પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી. સરકારના અન્ય નિગમોને 28 ટકા ડીએ આપવામાં આવે છે. જ્યારે અમને માત્ર 12 ટકા જ આપવામાં આવે છે. વારસદારોને નોકરી પણ આપવામાં આવતી નથી. 7 માં પગારપંચનું એરિયર્સ પણ ચૂકવાતું નથી. આવા અનેક પ્રશ્નોની અનેક વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પરિણામ સામે આવ્યું નથી.

જ્યારે કુદરતી આપત્તિ અને રાજકીય બદલાવના કારણે અમારા દ્વારા લડત મોકૂફ રાખવામાં આવી હતી. નવા મંત્રી દ્વારા અમને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો તે સમય પણ પૂર્ણ થઈ ગયો છે. વાહનવ્યવહાર મંત્રી અને નાણાં મંત્રી પણ વાત સાંભળતા જ નથી માટે અમે 3 સંગઠનોએ સરકારને 30 કલાકનો સમય આપ્યો છે.

અમારી સાથે વાત કરી બેઠક કરીને પડતર પ્રશ્નોનું સમાધાન કરો નહીંતર રાજ્યના મુસાફરોને મુશ્કેલીઓ પડશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં તેમ ચીમકી પણ આપવામાં આવી છે. એસટી નિગમના કર્મચારીઓ દ્વારા એસટી નિગમ ગીતા મંદિર બસ સ્ટેશન પર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને સરકાર સામે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. સરકાર માંગ પુરી નહીં કરે તો 40 હજાર કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે જેના કારણે ૮૦૦૦ બસના પૈડાં બંધ જશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker