આ કારણે છોકરીઓ ઘર છોડીને ભાગી જાય છે,જાણી ને તમે પણ ચોંકી જશો.

આજના જમાનામાં અરેન્જ મેરેજ કરતાં લવ મેરેજ વધું થવા લાગ્યા છે ત્યારે એક રિસર્ચ મુજબ એ ખુલાસો સામે આવ્યો છે કે આખરેય છોકરીઓ શા માટે ઘર છોડે છે.આવો જાણીએ તેના વિશે વિગતે.એક સ્ટડી દ્વારા એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે,નાની ઉંમરની છોકરીઓ ઘરેથી ભાગીને કેમ લગ્ન કરે છે.દિલ્હી,મુંબઈ અને જયપુરની 15થી 20 વર્ષની 15 છોકરીઓ ઉપર કરવામાં આવેલી આ સ્ટડીને પાર્ટનર્સ ફોર લૉ એન્ડ ડેવલપમેન્ટ એ શુક્રવારે ચેન્નઈમાં રજૂ કરી.આમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે,ઘણીવાર કિશોરીઓ સાથે લગ્ન કરનારા છોકરાઓને છોકરીની મરજી છતાં કાનૂની દાવપેચમાં ફસાવી દેવામાં આવે છે.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,આર્થિક રીતે કોઈ મહત્વ ન મળવાને લીધે,ઓછી તકો અને કિશોરાવસ્થામાં સેક્સુઆલિટીને કલંક માનવા જેવી વાતોને આના મુખ્ય કારણો માનવામાં આવ્યા છે.સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે,મોટાભાગના પેરેન્ટ્સ પોતાના બાળકો પર ધ્યાન આપતા નથી.

બાળકોના મનમાં પ્રેમ જેવી બાબતોને લઈને ડર ઘૂસી જાય છે.આવામાં તે પાર્ટનર વિશે કોઈને જણાવવાને બદલે ઘરેથી ભાગીને લગ્ન કરવાનું પસંદ કરે છે.જે 15 છોકરીઓ પર સર્વે કરવામાં આવ્યો, જેમાંથી 9એ પોતાના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા.ચારના લગ્ન ન થઈ શક્યા અને 2એ અન્ય સમસ્યાઓ બતાવી. જ્યારે છોકરીઓને એ સવાલ પૂછવામાં આવ્યો કે,તે શા માટે ઘરેથી ભાગી તો તેમાંથી 7એ કહ્યું કે, ઘરવાળાઓને તેમના રિલેશનશિપ વિશે ખબર પડી ગઈ હતી. 5એ જણાવ્યું કે,બળજબરી તેમના લગ્ન કરાવવાના હતા.15માંથી ચાર છોકરીઓએ પ્રેગ્નેન્સીને લીધે બૉયફ્રેન્ડ સાથે ભાગી અને પછી લગ્ન કર્યા હોવાની વાત કહી.રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું કે,પ્રોહિબિશન ઑફ ચાઈલ્ડ મેરેજ એક્ટ (PCMA) અને પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ ફ્રોમ સેક્શુઅલ ઑફેન્સિસ (POCSO)નો અવારનવાર દુરુપયોગ થાય છે.

ઘણીવાર લવ મેરેજ કરનારી છોકરીઓના પાર્ટનર પર છોકરીના ઘરવાળા જ ઘણા કાયદા અંતર્ગત કેસ નોંધાવી દે છે.સ્ટડીમાં એ પણ જણાવવામાં આવ્યું કે,2012માં સેક્શુઅલ કન્સેન્ટ માટે કાયદાકીય ઉંમર 16થી વધારી 18 કરી દેવાયા બાદ,કિશોરોની વચ્ચે સહમતિથી સેક્સ અને બળજબરી ના કરવામાં આવેલા સેક્સને પણ શોષણ માનવામાં આવે છે.આ મામલે PLDની એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર મધુ મેહરા કહે છે કે, ‘અમે ટ્રાયલ કોર્ટમાં રેકોર્ડ જોયા તો ખબર પડી કે, આશરે 70 ટકા કેસોમાં PCMAનો ઉપયોગ તે છોકરીઓના પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યો, જે ઘરેથી ભાગી ગઈ.આવું જ કંઈક પૉક્સો એક્ટમાં પણ થાય છે.આનું પરિણામ એ છે કે, યુવા કપલ્સ પોતાના પેરેન્ટ્સ તરફથી તો નારાજગી સહન કરે જ છે અને ઘણીવાર છોકરાઓને પણ સેક્સ ઑફેન્ડર્સ તરીકે રજૂ કરવામાં આવે છે.આવામાં છોકરાઓ માટે મુશ્કેલી થઈ શકે છે.

પૉક્સો એક્ટમાં તાજેતરમાં ફેરફારને લીધે 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિનું યૌન શોષણ કરનારને ઓછામાં ઓછી 10 વર્ષની સજા થઈ શકે છે.તુલિરની ફાઉન્ડર વિદ્યા રેડ્ડી કહે છે કે, ‘ચાઈલ્ડ મેરેજ એક્ટર અને પૉક્સોના અલગ-અલગ આંકડા છે અને તેને એકસાથે ન જોવા જોઈએ.18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીના લગ્ન ગેરકાયદેસર છે પણ 2016માં નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વેમાં સામે આવ્યું હતું કે, 27 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષથી નાની ઉંમરમાં થઈ જાય છે.એટલું જ નહીં 31 ટકા વિવાહિત મહિલાઓ 18 વર્ષથી ઓછી ઉંમરમાં જ માતા બની જાય છે.’આ આંકડા ચોંકાવનારા છે નાની વયે જ્યારે છોકરી કાઈ સમજી શક્તિ નથી તે પહેલાં તેનું લગ્ન થઈ જતું હોય છે.ગુજરાતી સાહિત્ય માં આવી ઘટના માટે ખાસ એક કહેવત છે”૧૬ એ શાન,૨૦ એ ભાન”.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top