Religious

આ મંદિરે અવારનવાર દર્શન માટે આવે છે જંગલી પ્રાણીનો પરિવાર, મંદિરે આવી ને કરે છે એક ભક્ત જેવો વ્યવહાર

માત્ર મનુષ્યની અંદર જ ભક્તિ સમાયેલી છે, પ્રાણીઓની અંદર ભક્તિ નથી એમ કહેવું ખોટું ગણાશે. ઘણી વાર એવું જોવા મળ્યું છે કે ઘણા પાલતુ પ્રાણીઓ છે જે કોઈ દિવસ બિલકુલ ખાતા નથી. જેમ માણસ ઉપવાસ કરે છે તેમ તે પણ ઉપવાસ કરે છે. ભગવાન શિવના મંદિરોમાં ક્યારેક સાપ જોઈ શકાય છે, ભગવાન શંકરની ભક્તિને કારણે તે પણ ત્યાં છે. સમયાંતરે અનેક ઉદાહરણો એવા હોય છે જે સાબિત કરે છે કે પ્રાણીઓમાં પણ ભક્તિ હોય છે.

આજે અમે તમને આવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. માતા ચંડી નું મંદિર એક એવું સ્થળ છે જ્યાં રીંછ તેમના આખા પરિવાર સાથે પૂજા કરવા આવે છે અને મંદિરમાંથી પ્રસાદ લઈને શાંતિથી નીકળી જાય છે.

માતા ચંડીનું મંદિર: માતા ચંડીનું આ મંદિર છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાના બગબહરાથી 5 કિલોમીટર દૂર જંગલમાં આવેલું છે. દૂર દૂરથી લોકો આ મંદિરની મુલાકાત લેવા આવે છે. નવરાત્રિ દરમિયાન ખૂબ ભીડ હોય છે. આ ભીડમાં રીંછનો પરિવાર શામેલ થાય છે. રીંછ માતા ચંડીની મુલાકાત લેવા માટે તેના આખા પરિવાર સાથે મંદિરમાં આવે છે.

રીંછ પરિવારનું મુખ્ય સભ્ય મંદિરના મુખ્ય દ્વાર પર રહે છે અને બાકીનો પરિવાર મંદિરની અંદર પૂજા કરવા જાય છે. મંદિરના બધા રીંછ પરિક્રમા કરે છે અને શાંતિથી પ્રસાદ લઈને બહાર આવે છે.

રીંછના આ પરિવારમાં નર, માદા અને બાળક નો સમાવેશ થાય છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે આ રીંછ ઘણા સમયથી અહીં આવે છે અને શાંતિથી પૂજા કરે છે અને પ્રસાદ લઈ જાય છે અને ત્યાંથી નીકળી જાય છે. લોકો તે રીંછને શ્રદ્ધાપૂર્વક પ્રસાદ અને કેટલીક વસ્તુઓ ખવડાવે છે. નવાઈની વાત એ છે કે રીંછના આ પરિવારે અત્યાર સુધી કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. લોકોનું કહેવું છે કે જંગલના આ મંદિરમાં દેવી માતાની મૂર્તિ જાતે જ પ્રગટ થઈ હતી.

આ મંદિર લગભગ 150 વર્ષ જૂનું છે અને તે લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. નજીકના લોકો કહે છે કે જંગલના રીંછને માતા દ્વારા આશીર્વાદ છે. આજે આવી કોઈ પણ ઘટના વ્યક્તિને એકવાર વિચારવા માટે મજબૂર કરે છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker