હાલમાં એક કિસ્સો એવો બન્યો છે જેના ચર્ચા આખા ગુજરાત માં જોર શોરથી ચાલુ રહ્યા હતા.તમને પણ થતું હશે કે આ ઘટના માં એવું શું થયું હશે.તો આવો જાણીએ તેના વિષે વિસ્તાર માં.વાત કરીએ આ ઘટના ની તો અ ઘટના બનાસકાંઠા માં સર્જાય હતી.બનાસકાંઠાના અમીરગઢના ડુંગરપુર ગામ નજીક મોટરસાઈકલ અકસ્માત થયો હોય તે સ્થિતિમાં યુવક -યુવતીના મૃતદેહો મળી આવ્યા હતા.
પોલીસે તપાસ કરી હતી અને બંન્ને ડેડ બોડીને પીએમ કરવા હોસ્પિટલ ખસેડી હતી. બાદમાં પીએમ રિપોર્ટ સ્પષ્ટ થયું હતું કે આ કોઇ અકસ્માત નહી પરંતુ મર્ડર કેસ છે. પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે આ પ્લાન્ટેશન ડબલ મર્ડર હતું અને ઇજાઓ અકસ્માત નહીં પણ ધોકા જેવા બોથડ પદાર્થથી પહોંચાડવામાં આવી હતી.રાજસ્થાનના આબુરોડના નીચલાગઢ ગામનો કાળુંરામ સાંકળારામ ગરાસિયા તેના અન્ય છ ભાઈઓ સાથે રહેતો હતો અને ખેતમજૂર તરીકે કામ કરતો હતો. જે ઘેર થી અન્ય વ્યક્તિનું મોટરસાઈકલ લઈ આબુરોડથી ગુજરાત બોર્ડર ક્રોસ કરી અમીરગઢના ડુંગરપુર તરફ આવ્યો હતો.જોકે બીજી તરફ તે ઘેર પરત ના આવતા તેના પરિવારે તપાસ કરી હતી જે દરમ્યાન અમીરગઢ પોલીસે અકસ્માતમાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યાના સમાચાર મળતા કાલૂરામના પરિવારે તપાસ કરતા મૃતક તેમનો ગુમ થયેલ ભાઇ કાળુરામ ગરાસિયા હોવાનું બહાર આવ્યું હતું.
જોકે અમીરગઢ પોલીસે આ ડુંગરપૂર નજીક નહેરમાંથી મરણ હાલતમાં મળેલ યુવક યુવતીનીં ઓળખ કરતા યુવક આબુરોડના નીચલાગઢ ગામનો પરણિત યુવક કાળુંરામ સાંકળારામ ગરાસિયા, જ્યારે મરણ જનાર યુવતી તેજકીબેન દીતાભાઇ ગમાર રહે.ડુંગરપૂર તાલુકો અમીરગઢ વાળાઓ હોવાનું બહાર આવ્યું હતું.આ બંનેનું બાદમાં પોસ્ટમોર્ટમ કરાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમ કે બંનેના હાથ પગ અને કમર તેમજ મોઢા ભાગે બોથડ પદાર્થની ઇજાઓ મળી આવી હતી.
જે બાદ સ્પષ્ટ થયું હતું કે આ અકસ્માત નહીં પણ પ્લાન્ટેશન મર્ડર છે.જે બાદ ડબલ મર્ડરના આ ક્રાઇમમાં પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અને હવે આ હત્યારાઓ વિરુદ્ધ કડક સજા પણ નોંધી રાખી છે.આ હત્યારાને કડક માં કડક સજા થાય તે માટે પણ અગાવથી બધું નક્કી કરી રાખ્યું છે.