આ પાંચ વસ્તુ જમ્યા બાદ તરત જ પાણી પીતા હોવ તો ચેતી જજો , નહીં તો ખરાબ થઈ શકે છે તબીયત

શરીરમાં પાણીની કમી હોય તો ડિહાઇડ્રેશન સહિતની અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એક દિવસમાં પુખ્ત વયની વ્યક્તિએ તેની ઉંમર અને શારીરિક પ્રવૃત્તિ પ્રમાણે ઓછામાં ઓછું 6થી 12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.

પરંતુ માત્ર આટલા ગ્લાસ પાણી પીવું પૂરતું નથી, તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે તમે ખોટા સમયે પાણી ન પીઓ. આયુર્વેદ અનુસાર કેટલીક વસ્તુઓ ખાધા પછી તરત જ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને કેટલીકવાર ગંભીર સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. તો આવો જાણીએ કે ક્યારે પાણી ન પીવું જોઈએ.

1. તેલ અને ઘી ની વસ્તુ જમ્યા બાદ પાણી ન પીવું જોઈએ: 

ઘી ચોપડેલી રોટલી કે ઘીમાં બનેલી મીઠાઈ ખાધા પછી કે તેની સાથે પાણી પીવાનું ટાળવું જોઈએ. સાથે જ તળેલા ખોરાક, મગફળી, શેકેલા ડ્રાયફ્રૂટ વગેરે ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ. જો તમે તેનું સેવન કર્યા પછી પાણી પીઓ છો, તો તમને ઉધરસની સમસ્યા થઈ શકે છે કારણ કે તેમાં ઘણું તેલ હોય છે. જે શારિરમાં ફેટના રૂપમાં જમા થાય છે.

2. આ ફળોને ખાધા પછી પાણી ન પીવું:

સફરજન, ટેટી, તરબૂચ, કેળા, જાંબુ જેવા રસ ઝરતાં ફળોનું સેવન કર્યા પછી પાણી ન પીવું. તમને શક્કરિયા, કાકડી, ગાજર અને સલાડ ખાધા પછી પણ પાણી પીવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો કે સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેને ખાધા પછી પાણી પીવાથી પાચનની સમસ્યા થઈ શકે છે. આ સિવાય તમારે બળતરા, એસિડિટી, ફૂડ પોઇઝનિંગ જેવી ગંભીર સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. દાડમ, નાસપતી, ચીકુ વગેરે ફળોમાં શર્કરા અને સાઇટ્રિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેને ખાધા પછી પણ પાણી પીવાનું ટાળો. આનાથી ખાંસી અને ગળામાં દુખાવો થઈ શકે છે.

3. કોઈ પણ ખાટા ફળ ખાધા પછી પાણી ન પીવું:

ખાટા ફળો ખાવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. તેનું સેવન કરવાથી તમારી ઈમ્યુનિટી મજબૂત બને છે, પરંતુ તેને ખાધા બાદ તરત જ પાણી પીવાથી તમારા શરીરમાં પીએચ બેલેન્સ બગડવાની શક્યતા રહે છે. આ રીતે તે સરળતાથી પચતું પણ નથી અને એસિડિટીનું કારણ બને છે. સંતરા, મોસમી, આમળા જેવા સાઇટ્રસ ફળોનું સેવન કર્યા બાદ પાણી ન પીવું.

4. દૂધ પીધા પછી પાણી ન પીવું જોઈએ:

દૂધ પીવું શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તેનાથી તમારા શરીરના હાડકા મજબૂત થાય છે. પરંતુ જો તમે દૂધ કે દૂધથી બનેલી વસ્તુઓનું સેવન કર્યા બાદ તરત જ પાણી પીઓ છો તો તેનાથી મેટાબોલિઝમ ધીમું થઇ જાય છે. તેનાથી પેટમાં ભારેપણું, ગેસ, અપચો થઈ શકે છે. તેથી દૂધ પીધા પછી કે દૂધમાંથી બનેલી વસ્તુઓ ખાધા પછી પાણી ન પીવું જોઈએ.

5. ઠંડી વસ્તુઓ ખાધા પછી:

બરફ અને અન્ય ઠંડી વસ્તુઓ જેવી કે આઈસક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ વગેરે ખાધા-પીધા પછી તરત જ પાણી પીતા હોવ તો તેનાથી તમારા દાંત કળવા, દાંત માં દુખાવો અને ચૂંક આવવાની સમસ્યા થઈ શકે છે અને દાંત નબળા પડી શકે છે. માટે ઠંડી વસ્તુઓ ખાધા પછી પણ પાણી ન પીવું જોઇએ.

તો પાણી ક્યારે પીવું?

આમ જોવા જઈએ તો ઉપર જણાવેલી વાતો પછી પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કારણ કે તેનાથી તાત્કાલિક સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ આયુર્વેદ અનુસાર તમારે કંઈપણ ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ કારણ કે લાંબા ગાળે આ આદત સ્થૂળતા, થાક અને ધીમા મેટાબોલિઝમ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. ભરપેટ જમ્યા પછી તરત જ પાણી પીવાથી તમને છાતીમાં બળતરા અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેથી આયુર્વેદના નિયમ મુજબ તમારે કંઇ પણ ખાધા પછી ઓછામાં ઓછું 20-30 મિનિટ પછી પાણી પીવું જોઇએ.

 

Scroll to Top