Life Style

આ રીતે ઘરે જ બનાવો ગુંદા કેરીનું સ્વાદિષ્ટ અથાણું, આંગળીઓ ચાટતા રહી જશો…

અથાણાં વગર ગુજરાતી ભોજન અધૂરું છે, અથાણું ન હોય તો કંઈ ખાધું જ નથી તેમ લાગે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં કાચી કેરી પણ આવી ગઈ છે. તમે પણ ઘરે વિવિધ પ્રકારના અથાણાં બનાવતા જ હશો. ઘણીવાર એવું બને કે ઘરે ગુંદા કેરીનું અથાણું બનાવીએ પરંતુ તે સરખું બનતું નથી. તો આજે અમે તમને શીખવી દઈએ ગુંદા કેરીનું અથાણું બનાવવાની પર્ફેક્ટ રીત.

જે ટેસ્ટમાં સારૂ લાગશે અને લાંબા સમય સુધી સારૂ રહેશે. આપણે ત્યાં આ સિઝનમાં અથાણા બનાવવાની વર્ષોથી પરંપરા છે. જમવાની સાથે પાપડ, અથાણું, સલાડ અને છાશ હોય તો જ આપણું ભોજન પરફેક્ટ બને છે. કેટલીક વાર શાકભાજી ન મળે ત્યારે આ અથાણા ખુબજ કામમાં આવે છે. આપણે ત્યાં કેરીનું ગળ્યું, ખાટુ તીખુ, મચરા, હળદર, ડાલા ગરમર, ચુંદો, ચણા મેથી તેમજ ગોળકેરી અને ગુંદાકેરીના અવનવા અથાણા બનાવવામાં આવે છે.

આ અથાણાને તમે આખુ વર્ષ સંભાળી શકો છો અને તે ઉપયોગમાં લઈ શકો છો તો આજે આપણે ખુબજ સ્વાદિષ્ટ ગુંદા-કેરીનું અથાણું બનાવીશુ. ગુંદા-કેરીનું અથાણું બનાવવા જોશે સામગ્રી, 500 ગ્રામ ગુંદા, 250 ગ્રામ કાચી કેરી, 200 ગ્રામ અથાણાંનો મસાલો,150 ગ્રામ તેલ, હિંગ એક ચપટી, લીંબુનો રસ, 1 ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર.

ગુંદા-કેરીનું અથાણું બનાવવાની રીત

પહેલા કેરી અને ગુનદા ને ધોઈ ને નિતારી લો, કેરીના નાના ટુકડા કરી લો.તેમા હળદર અને મીઠું ભેળવી ને 10 થી 12 કલાક પલાળી રાખો, પછીએક ચારણીમાં નીતારી સાફ કપડાં મા કેરી ના ટુકડા ને સુકવી દો, ગુંદામાં એક સાઈડથી કાપો મુકવો અને ઠળિયો કાઢી લેવો.

આવી રીતે બધા ગુંદામાંથી ઠળિયા કાઢી લેવા. હવે એક વાસણમાં લીંબુનો રસ, હળદર, 1 ચમચી મીઠું અને 1/4 કપ પાણી મીક્ષ કરો. જો તમારી પાસે કેરીનું પાણી હોઈ તો ગુંદાને તેનાથી જ સાફ કરી લો ચિકાશ છોડી દેશે.

5-6 કલાક પછી સંભાર ઠંડો પડે એટલે તેમાં મીઠું અને લાલ મરચું અને વરીયાળી ભેળવી દો. ગુંદા માંથી ઠળીયા કાઢી સંભાર તેમાં દાબી ને ભરો જેથી ગુંદા પોચા ન પડે.હવે કેરી પણ તેમાં ભેળવી દો.એક દિવસ તપેલીમાં રાખી 2-3 વાર હલાવતા રહો. પછી બરણી માં ભરી જરૂર હોય તો ઉપર થી તેલ રેડો.

કેરીની છાલ ઉતારી લો અને તેને છીણી લો, એક વાસણમાં છીણેલી કેરી અથાણાંનો મસાલો અને જરૂર પૂરતું મીઠું મીક્ષ કરો. આ મસાલાને ગુંદામાં ભરી લો અને વધેલો મસાલો ઉપરથી ગુંદા માં મીક્ષ કરો. હવે એક વાસણમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં હિંગ ઉમેરો. આ તેલ ઠંડુ થઇ જાય પછી ગુંદાના અથાણામાં ઉમેરી દો, અથાણું ઢાંકી ને 3-4 દિવસ રહેવા દો, દિવસમાં એક બે વાર હલાવો, તૈયાર છે ગુંદાનું અથાણું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker