જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓ જણાવવામાં આવી છે અને આ રાશિઓના સ્વામી ગ્રહ જુદાં-જુદાં છે. મેષ રાશિનો સ્વામી મંગળ છે.
મિથુન-કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર અને સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. ધુ મીન રાશિનો સ્વામી ગુરૂ છે. મકર-કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. રાશિ શાસ્ત્ર મુજબ 12 રાશિઓ માટે સરળ ઉપાય. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ ઉપાય કરવાથી સુખ-સમૃદ્ધિ અને ધનસંબંધી કાર્યોમાં આવતી પરેશાનીઓ દૂર થઈ શકે છે.
મેષ રાશિ
આ રાશિનો સ્વામી મંગળ છે. મંગળ ગ્રહોનો સેનાપતિ છે. જે લોકોની રાશિ મેષ છે, તેમને દર મંગળવારે શિવલિંગ પર લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ. સાથે જ મંગળવારના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા પણ કરવી જોઈએ.
વૃષભ રાશિ
જે લોકોની રાશિ વૃષ છે, તેઓ શુક્રની વિશેષ પૂજા શુક્રવારના દિવસે કરવી જોઈએ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રને અસુરોનો ગુરૂ માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર દરેક શુક્રવારે દૂધ અર્પિત કરવું જોઈએ.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોને બુધ ગ્રહના નિમિતે વિશેષ પૂજા કરવી જોઈએ. કારણ કે આ રાશિનો સ્વામી બુધ છે. બુધને પ્રસન્ન કરવા માટે દરેક બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવવી જોઈએ.
કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી છે ચંદ્ર. ટલે ચંદ્રમાનો પ્રિય દિવસ સોમવાર છે એવું માનવામાં આવે છે. તેથી કર્ક રાશિના લોકોએ દરેક સોમવારના શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ. સાથે જ ચંદ્રથી સંબંધિત કોઈ વસ્તુ જેમ કે દૂધનું દાન કરવું જોઈએ.
સિંહ રાશિ
જે લોકોની રાશિ સિંહ છે, તેઓએ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આ રાશિનો સ્વામી સૂર્ય હોવાથી આ ગ્રહને પ્રસન્ન કરવાનો સૌથી ઉત્તમ ઉપાય છે દરરોજ સૂર્યને જળ ચડાવવું. આ ઉપાય કેટલીય પ્રકારના શુભ ફળ આપનારું છે.
કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી ગ્રહ છે બુધ. બુધને પ્રસન્ન કરવા માટે દર બુધવારે ભગવાન ગણેશને દૂર્વા અર્પિત કરવી જોઈએ. બુધવાર ગણેશજીની આરાધના કરવાનો વિશેષ દિવસ છે. નિયમિતપણે તેમની પૂજા કરવાથી બધા જ પ્રકારના ગ્રહ દોષો શાંત થઈ જાય છે.
તુલા રાશિ
જે લોકોની રાશિ તુલા છે, તેઓ શુક્ર ગ્રહના નિમિતે વિશેષ પૂજા કરે. આ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્રને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને વસ્ત્રોનું દાન કરવું.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. મંગળને પ્રસન્ન કરવા માટે દરેક મંગળવારના હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવું જોઈએ. સાથે જ મંગળની પ્રિય વસ્તુ મસૂરની દાળનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું જોઈએ.
ધન રાશિ
જે જાતકોની રાશિ ધન છે, તેઓ દરેક ગુરૂવારે ગુરૂ ગ્રહના નિમિતે દાન-કર્મ કરે. આ રાશિના સ્વામી દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ છે. તેમને પ્રસન્ન કરવા માટે દર ગુરૂવારે શિવલિંગ પર ચણાની દાળ ચડાવવી તથા બેસનના લાડવા પ્રસાદ તરીકે ધરાવવા.
મકર રાશિ
આ રાશિનો સ્વામી શનિ છે. શનિદેવને ખૂબ જ ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. આ જ કારણો સર તેમને પ્રસન્ન કરવું ખૂબ જ મુશ્કેલ માનવામાં આવ્યું છે. મકર રાશિના લોકો દર શનિવાર શનિના નિમિતે તેલ તથા કાળી અળદની દાળનું દાન કરે. કોઈ ગરીબને કાળા કંબલનું દાન કરવું શ્રેષ્ઠ ઉપાય છે.
કુંભ રાશિ
કુંભ રાશિનો સ્વામી પણ શનિ જ છે. તેમને ન્યાયાધીશનો પદ પ્રાપ્ત છે. શનિ મહારાજ આપણાં સારા ખરાબ કર્મોનું ફળ પ્રદાન કરે છે. તેમને પ્રસન્ન કરવા માટે દરેક શનિવારના હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કોઈ ગરીબ વ્યક્તિને છત્રીનું દાન કરવું જોઈએ.
મીન રાશિ
જે લોકોની રાશિ મીન છે, તે લોકો દેવ ગુરૂ બૃહસ્પતિની વિશેષ આરાધના કરે. ગુરૂ ગ્રહને પ્રસન્ન કરવા માટે દર ગુરૂવારે આખી હળદરનું દાન કરવું. સાથે જ પીળા રંગના અન્નનું દાન પણ કરી શકાય છે, જેમ કે ચણાની દાળ. શિવજીને બેસનના લાડવાનો પ્રસાદ ધરાવવો.
શનિ દેવના આ નામોના જાપથી ચમકી જશે તમારી કિસ્મત
શનિદેવ કર્મયોગી અને કિસ્મતના ધની બનાવનાર દેવતા છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં બળવાન શનિ ભાગ્યવિધાતા માનવામાં આવે છે. એટલે શનિવારે શનિકૃપા માટે પૂજા, વ્રત, દાનના ધાર્મિક ઉપાયોમાં શાસ્ત્રોમાં કેટલાક એવા ઉપાય પણ છે, જે સતત કામમાં વ્યસ્ત રહેતા લોકો માટે ઓછા સમયમાં પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે અસરદાર છે.
શનિકૃપા માટે આ આસાન ઉપાયોમાં એક છે. શનિના નામ મંત્રો બોલવા.ધાર્મિક માન્યતા છે કે શનિના આ નામમંત્રોનો જાપ શનિપીડા દૂર કરવાની સાથે જ સ્વાસ્થ્ય, દોલત, અન્ન, વિદ્યા, બળ, પરાક્રમ અને સૌભાગ્ય જેવી બધી કામનાઓને પૂરી કરનારો માનવામાં આવે છે.
શનિવારના દિવસે સવારે કાળા તલ પાણીમાં નાખીને સ્નાન કરો. સ્નાન પછી કોઈ દેવાલય કે પવિત્ર સ્થાન ઉપર પીપળાના ઝાડ ઉપર દૂધ મિશ્રિત જળ ચઢાવી તેની નજીક જ બેસીને શનિના આગળ આપેલ 10 નામનો વધુને વધુ વાર ધ્યાન કરો. આ મુખ્ય 10 નામ આ પ્રકારે છે – कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:। सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।। આ 10 નામોને આગળ વિસ્તૃત રીતે જાણો.
- કોણસ્થ
- પિંગલ
- બભ્રૂ,
- કૃષ્ણ
- રૌદ્રાંન્તક
- યમ,
- સૌરિ
- શનૈશ્વર
- મંદ તથા
- પિપ્પલાદ
આ 10 નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા શનિદોષ દૂર થાય છે અને સફળતા અને પ્રગતિથી શિવનું ધ્યાન કરી શિવ આવતી કરો.
દર શનિવારે કરો આ કામ, ધીરે ધીરે દૂર થઈ જશે તમારો ખરાબ સમય.
જો કોઈની કુંડળીમાં શનિના કારણે અશુભ યોગ બની રહ્યા હોય અથવા પનોતીના કારણે સફળતામાં સમસ્યા સર્જાઈ રહી હોય તો નીચે દર્શાવેલા ઉપાય દર શનિવારે કરવાથી લાભ થશે. આ ઉપાયો એવા છે જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
- કોઈ ગરીબને પહેરવા લાયક જૂના અથવા નવા ચપ્પલનું દાન કરવું.
- પીપળને જળ ચડાવી અને સાત પરિક્રમા કરવી.
- હનુમાનજી સમક્ષ ચમેલીના તેલનો દિવો કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
- અડદની દાળને પીસી અને તેના લોટમાંથી ગોળીઓ બનાવવી અને માછલીઓને ખવડાવવી.
- કાળા રંગના કોઈપણ પક્ષીને પાંજરામાંથી મુક્ત કરવાથી પણ શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
- કાળા રંગના કપડામાં રાઈ બાંધી અને પીપળા નીચે રાખી દેવું. આ ઉપાયથી લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે.
- એક વાટકીમાં તેલ લઈ તેમાં પોતાનો ચહેરો જોઈ અને તેને દાન કરી દેવું.
- કાળા ઘોડાના પગની નાળમાંથી બનેલી વીંટી શનિવારના દિવસે ધારણ કરવી. સ્મશાનમાં લાકડાનું દાન કરવું.
- કાળા કુતરાને દૂધ પીવડાવવું અને ઘરમાં બનેલી છેલ્લી રોટલી પર તેલ લગાવી અને કૂતરાને ખવડાવી દેવી.
- લોટમાં ખાંડ મિક્ષ કરી કાળી કીડીઓને ખવડાવવું.
શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા ઉપાય ખૂબ જ પ્રભાવશાળી હોય છે. એવો જ એક પ્રાચીન અને રામબાણ ઉપાય છે શનિ પાતાળ ક્રિયા. આ એક એવો ઉપાય છે જે હમેશાં માટે શનિ દોષથી મુક્તિ અપાવી શકે છે.
આ ઉપાય આ પ્રકારે છે. જે શનિવારે તમે આ ઉપાય કરવા માંગો છો, તેના પહેલાં કોઇ શુભ મુહૂર્તમાં શનિ દેવની લોખંડની પ્રતિમાં બનાવડાવવી. હવે આ પ્રતિમાંનું શનિવારે વિધિવત્ત પૂજન તથા પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ત્યાર પછી આ પ્રતિમાં સામે તમારી શક્તિ મુજબ નીચે લખાયેલાં મંત્રનો જાપ કરવો. ऊं शं न देवीरभिष्टय आपो भवन्तु पीतये। शं योरभि स्त्रवन्तुन:
આગળ જાણો પાતાળ ક્રિયા કરવાની પૂર્ણ વિધિ. ત્યાર પછી દશાંશ હવન કરવો અને પછી એવી જગ્યા જ્યાંથી તમે દરરોજ પસાર થતા ન હોવ તે જગ્યાએ જમીનમાં ખાડો ખોદીને શનિદેવની મૂર્તિને ઉંધી એટલે કે શનિદેવનું મુખ પાતાળ તરફ આવે તે રીતે દાંટી દેવી.
હવે આ ખાડા ઉપર માટી નાખીને તેને સમતલ કરી દેવી અને શનિદેવથી પ્રાર્થના કરવી કે જીવનના દરેક દુઃખ દૂર થઇ જાય. આ ઉપાય જો પૂર્ણ શ્રદ્ધા સાથે કરવામાં આવે તો શનિના દોષથી હમેશાં માટે છુટકારો મળી જાય છે.
શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું
कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:। सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।
એટલે કે કોણસ્થ, પિંગલ, બભ્રૂ, કૃષ્ણ, રૌદ્રાંન્તક, યમ, સૌરિ, શનૈશ્વર, મંદ તથા પિપ્પલાદ. આ દસ નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા જ શનિદોષ દૂર થઇ જાય છે.
કોઇ એક શનિવારે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલથી દીપક પ્રગટાવવો. વાદળી અથવા કાળા ફૂલ અર્પણ કરવાં.
આ ઉપાય કરવાથી ભક્તને ચોક્કસ લાભ થાય છે. કોઇ એક શનિવારે તમારા જમણાં હાથના માપ જેટલો ઓગણીસ હાથ લાંબો કાળો દોરો લઇને તેને ગુંથીને માળાની જેમ ગળામાં પહેરવો. આ ઉપાય કરવાથી શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે. શમી વૃક્ષની જડને વિધિ-વિધાન પૂર્વક ઘરે લઇને આવવી.
શનિવારે શ્રવણ નક્ષત્રમાં કોઇ યોગ્ય વિદ્વાનછી અભિમંત્રિત કરાવી કાળા દોરામાં બાંધીને ગળામાં અથવા હાથના બાજુમાં ધારણ કરવી. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થશે તથા શનિને કારણે જેટલી પણ સમસ્યાઓ છે, તેનું નિદાન આવશે.
દર શનિવારે વાનરો અને કાળા કૂતરાને બુંદીના લાડવા ખવડાવવાથી પણ શનિનો કુપ્રભાવ ઓછો થઇ શકે છે અથવા કાળા ઘોડાની નાળ અથવા હોડીની કીલથી બનેલો છલ્લો પણ ધારણ કરવો. શનિવારના એક દિવસ પહેલાં કાળા ચણા પાણીમાં પલાળી દેવા.
શનિવારે આ ચણા, કાચો કોલસો, હળવું લોખંડનું પતરું એક કાળા કપડામાં બાંધીને માછલીઓના તળાવમાં નાખી દેવું. આ ઉપાય આખું વર્ષ કરવું. આ સમય દરમિયાન ભુલથી પણ માછલીનું સેવન ન કરવું.