દેશ માં ઘણા લોકો એવા છે અનોખા શોખ ધરાવે છે પરંતુ આ વ્યક્તિ ખુબજ વિચિત્ર શોખ ધરાવે છે. મધ્ય પ્રદેશ ના આ વ્યક્તિ વેશે જાણી ને તમે પણ થઈ જશો ચકિત, જાણો આ વ્યક્તિ કેમ આટલી ચર્ચા માં છે. આ વ્યક્તિ નું નામ છે દયારામ સાહું.મધ્ય પ્રદેશના ડિંડોરીના એક વ્યક્તિના સમાચાર સામે આવી રહ્યા છે. જે છેલ્લા 40-45 વર્ષથી કાચ ખાઈ રહ્યા છે.
તેમના વિશે જે પણ સાંભળી રહ્યા છે તે દંગ રહી જાય છે. નવાઈ લાગે તેવી વાત એ છે કે પોતે કાચને ભોજન બનાવનાર આ વ્યક્તિ બીજાને સલાહ આપી રહ્યા છે. કે તેઓ આવુ ના કરે કેમ કે આનાથી સ્વાસ્થ્ય બગડે છે. તેમને ઘણા લોકો સલાહ પણ આપે છે, અને કહે છે કે કાચ ખાવાથી સ્વાસ્થ્ય ને નુકશાન થાય છે. પરંતુ આ ભાઈ નું કેહવું કંઈક અલગ છે.
આ વ્યક્તિ ના કહેવા મુજબ કાચ ખાવાના ઘણા ફાયદા છે. આ વ્યક્તિ મૂળ મધ્ય પ્રદેશ ના રહેવાસી છે. આ વ્યક્તિની ઓળખ મધ્ય પ્રદેશના ડિંડોરી જિલ્લાના રહેવાસી દયારામ સાહુ તરીકે થઈ છે. અને આ વ્યક્તિ ને ખુબજ અલગ પ્રકારનો શોખ છે.
તેમણે કહ્યુ કે હુ 40-45 વર્ષથી કાચ ખાઈ રહ્યો છુ અને આ મારી લત બની ગઈ છે. આ આદતના કારણે મારા દાતોને ઘણુ નુકસાન પહોંચ્યુ છે.
હુ કોઈને પણ કાચ ખાવાની સલાહ આપીશ નહીં કેમ કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને દયારામ સાહું તેમને જોવા આવતા દર્શકો ને કહે છે કે તમે આવા પ્રયોગ કરશો નહિ,આ તમારા સ્વાસ્થ્ય ને નુકશાન કરી શકે છે. આ ઉપરાંત દયારામ સાહું એ બીજી બાબતો વિશે પણ વાત કરી હતી. અને તેમને કહ્યું હતું કે હું આ આદત ભૂલવા માંગુ છે.
અને દયારામે જણાવ્યુ કે તે હવે કાચ ખાવાનું ધીરે-ધીરે ઓછુ કરી રહ્યા છે. જાણકારી અનુસાર આ વ્યક્તિ ડિંડોરી જિલ્લાના શાહપુરાના રહેવાસી છે. આને બાળપણથી જ કાચ ખાવાનો ખતરનાક શોખ છે. પહેલા તે શોખ માટે કાચ ખાતો હતો પરંતુ ધીમે-ધીમે તે આનુ ઝૂનુન બની ગયુ અને હવે આદતમાં બદલાઈ ગયુ છે. અને તે દરરોજ કાચ ખાય છે. તે આ ટેવ ને ભૂલવા પણ માંગે છે પરંતુ તે એમની આદત બની ગઈ છે. અને તે છેલ્લા 40 વર્ષથી કાચ ખાઈ રહ્યા છે.