આજના સમયમાં આધાર કાર્ડ (Aadhaar Card) એક આવશ્યક દસ્તાવેજ છે. આ વિના તમે ન તો સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો કે ન તો બેંકિંગ અથવા અન્ય ક્ષેત્રોનો લાભ લઈ શકો છો. આવી સ્થિતિમાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ હવે તેની ચિંતા કરવાની જરૂર નથી. UIDAI તેના નવા અપડેટમાં કહ્યું છે કે જે લોકોએ પોતાનું આધાર કાર્ડ ગુમાવ્યું છે તેઓ ઇ-આધાર (eadhaar) એમ આધાર (mAadhaar) અને આધાર પીવીસી કાર્ડ (Aadhaar PVC Card) દ્વારા પણ પોતાનું કામ કરી શકે છે. ચાલો આપણે તેમના વિશે એક પછી એક જાણીએ.
તમે આધાર કાર્ડને Uidai.gov.in ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને પછી તેને પ્રિન્ટ કરી તેનો ક્યાય પણ ઉપયોગ કરી શકશો. કોઈ પણ અધિકારી અથવા સંસ્થા તેને અસ્વીકાર્ય કરી શકશે નહીં.
mAadhaar એપ્લિકેશન તમને આધાર સંબંધિત ઘણી સેવાઓનો લાભ લેવાની મંજૂરી આપે છે. તમને જણાવી દઈએ કે mAadhaar એપ પર એક ખૂબ જ ખાસ ફીચર છે જેના દ્વારા તમે એક મિનિટથી પણ ઓછા સમય માટે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આ રીતે mAadhaar એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકો છો આધાર કાર્ડ
- પહેલા mAadhaar એપ ડાઉનલોડ કરો.
- પછી તમે જે ભાષા ને સારી રીતે સમજો છો તે પસંદ કરો.
- હવે તમારો મોબાઇલ નંબર દાખલ કરો જે આધાર સાથે લિન્ક કરેલો છે, ફોન નંબર દાખલ કર્યા બાદ તમારા મોબાઇલ પર ઓટીપી આવશે તેને સબમિટ કરો.
- ત્યાર પછી mAadhaar એપ ખુલશે. અહીં તમે હોમ સ્ક્રીન પર જ ‘Download Aaadhaar’ નો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે તમે તમારી સ્ક્રીન પર બે વિકલ્પો જોવા મળશે ‘Regular Aadhaar’ અથવા ‘Masked Aadhaar’ પસંદ કરો.
- હવે તમને આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે ત્રણ વિકલ્પ આપવામાં આવશે. પહેલો વિકલ્પ આધાર નંબર દાખલ કરીને આધાર ડાઉનલોડ કરવાનો છે, બીજો વર્ચ્યુઅલ આઇ નંબર છે અને ત્રીજો વિકલ્પ નોંધણી આઈડી નંબર દાખલ કરવાનો છે. આ ત્રણમાંથી કોઈ પણ એક વિગતો દાખલ કરીને તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
- આધાર નંબર દાખલ કરીને આધાર ડાઉનલોડ કરવું હોય તો તમારે તે નંબર અને સિક્યોરિટી Captcha નાખવા પડશે અને ઓટીપી માટે સબમિટ કરો.
- ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી દાખલ કરો અને તેને સબમિટ કરો. સબમિટ બટન દબાવ્યા બાદ તમારું આધાર ડાઉનલોડ થય જશે.