દિવાળી એટલે કે મહાલક્ષ્મી નો પર્વ આ દિવાળી થી લઈને આવતી દિવાળી સુધી લક્ષ્મીજી ની કૃપા અલગ અલગ રાશિઓ પર અલગ અલગ રહે છે.આજના ખાસ લાભપાંચમ પર્વ પર માં લક્ષ્મી ની કૃપા તમારા પર કેવી રહેશે જાણીએ.મહાલક્ષ્મી વર્ષથી ધન,કારકિર્દી અને જીવનના બીજા પક્ષોનું આકલન થાય છે.ત્યારે લાભપાંચમ જેવા શુભ અવસર પર તમારું આજનું રાશિફળ કેવું રહશે તે જાણીએ.
મેષ
આજે મનમાં શાંતિ જોવા મળશે નહીં, આ કારણે કોઈ કામમાં મન લાગશે નહીં. વાહન સાવધાનીપૂર્વક ચલાવજો.આજે તબિયત સાચવજો અને દાંપત્યજીવનમાં ખટરાગ જોવા મળી શકે છે. નસીબ 55 ટકા સાથ આપશે.વેપાર ધંધામાં લાભ.ઉચ્ચ શિક્ષા માટે સમય અનુકૂળ રહેશે.સાયન્સ, ટેક્નોલોજી અને કાયદાના વિદ્યાર્થીઓ માટે વર્ષ સારુ છે.ધ્યાન અને યોગ કરશો તોસફળતામાં વૃદ્ધિ થશે.ગ્રહયોગને કારણે કાર્યક્ષેત્રે સકારાત્મક પરિવર્તન થશે.વર્ષના મધ્ય ભાગમાં વેપારમાં લાભ થશે.
આર્થિક- મહાલક્ષ્મીની કૃપા તમારા પર રહેશે. આર્થિક સ્થિતિ મધ્યમથી ઉત્તમ થશે. ખોટા ખર્ચમાં અટવાઓ તેવી શક્યતા છે.ओम अं अंगरकाय नमः જાપ કરવાથી માલક્ષ્મી ની કૃપા તમારા પર વર્ષી રહે છે.
વૃષભ
આજે પ્રયાસ કરવાથી સફળતા મળશે, નવી તકથી જીવનમાં પરિવર્તન આવશે. આજે ધનલાભ મળશે અને જૂના રોકાયેલા કામો આજે શરૂ થશે. પરિવારમાં એકતા જોવા મળશે અને નસીબ 80 ટકા સાથ આપશે.મહેનત કરીને મળશે સફળતા.ટાઈમ મેજેમેન્ટના અભાવે ભણતરમાં પડકારોનો સામનો કરવો પડશે. પરંતુ સફળતાનું સુખ મનને શાંતિ આપશે.મન અશાંત અને બેચેન રહેશે, મહેનત બાદ મળતી સફળતાથી આનંદ મળશે.કારકિર્દીમાં સમય ઉતાર-ચડાવ વાળો રહેશે.કામનું પ્રેશર વધશે.થોડી ભાગ-દોડ અને તણાવ પછી કામ પૂરુ થવાનું સુખ તમને ભાવુક કરી દેશે. કોઈ નજીકની વ્યક્તિનો વ્યવહાર દુઃખ પહોંચાડશે. પડકારો વધશે, એટલે ધીરજ રાખવી. બીજાના મામલામાં દખલ અંદાજી કરવાથી દૂર જ રહેવું.નોકરી-વેપારમાં બદલાવ માટે સમય અનુકૂળ નથી.આ વખતે દિવાળીએ થતા કોઈ મોટા આર્થિક લાભથી તમારો ચહેરો ખીલેલો રહેશે.કોઈ ખુશ ખબર તારા મંડળની જેમ તમારુ દિલ ખુશ કરી દેશે.તમારી આવકમાં સામાન્ય વધારો થશે. નાના ગાળામાં કરેલા રોકાણથી નુકસાન થશે.ओम वस्त्रं में देहि शुक्राय स्वाहा આ મંત્રનો જાપ કરવાથી તમને ઘણો લાભ થશે.
મિથુન
આજે ઈચ્છા પૂરી થશે અને અચાનક લાભથી મન પ્રસન્ન રહેશે. આજે યાત્રા સારી રહેશે અને થોડા પ્રયાસથી પણ સફળતા મળશે. આજે કોઈ જૂના મિત્રની સાથે મુલાકાત થઈ શકે છે. આજે વેપારીઓને રોકાણમાં લાભ થશે. નસીબ 86 ટકા સાથ આપશે.કારકિર્દીમાં તણાવ વિદ્યાર્થીઓએ આળસથી દૂર રહેવું, પડકારો વધશે.ટાઈમ મેનેજમેન્ટ કરીને ચાલવું નહિ તો નિરાશાજનક પરિણામ મળશે.કારકિર્દી માટે અત્યારે ઠીકઠાક સમય છે.કોઈની સાથે મતભેદથી કારકિર્દીમાં તણાવ ઊભો થશે.વરિષ્ઠ લોકોનો ઓછો સહયોગ મળશે. નવો વિવાદ ઊભો થઈ શકે છે.વેપારીઓને સતત પ્રવાસથી થાક અનુભવાશે.મામૂલી આર્થિક ઉતાર-ચડાવ આવશે.ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડા છતાંય આર્થિક સ્થિતિ ઠીકઠાક રહેશે.દેવુ લેવાથી બચવુ.ગ્રહ મંત્ર- ॐ बुं बुधाय नम: નો જાપ કરવાથી કુબેર દેવની દ્રષ્ટિ તમારા પર રહેશે.
કર્ક
આજે ભાગીદારીમાં લાભ નહીં થાય, આજે વિવાદથી બચજો અને મિત્રોનો પૂરો સહયોગ મળશે. આજે સરકારી કામમાં અડચણ જોવા મળી શકે છે, આજે જમીન વિષયક નિર્ણય લેશો નહીં. નસીબ 55 ટકા સાથ આપશે.ક્યારેક ખુશી ક્યારેક દુઃખઉચ્ચ શિક્ષા માટે સારી તકો પ્રાપ્ત થશે.જે લોકો વિદેશ જવા માંગે છે તેમના માટે સારો સમય છે.મનને એકાગ્ર રાખો, અભ્યાસમાં સફળતા મળશે.કારકિર્દીને પાંખો આવશે.નવી જવાબદારીઓ મળશે.કામના પ્રેશરમાં ક્યારેક ખુશ રહેશો તો ક્યારેક દુઃખનો અનુભવ થશે.નવા વેપારમાં સફળતા મળશે.નવી યોજનાથી આર્થિક પક્ષ મજબૂત બનશે.બચતમાં વધારો થશે.લાભની નવી તકો મળશે. નવા વિચાર કે વેપારથી મોટો ફાયદો થશે.ગ્રહ મંત્ર ॐ श्रम श्रीम श्रौम सह चन्द्रमसे नमः નો જાપ કરવાથી
સિંહ
આજે અશુભ સમાચાર મળવાના કારણે તણાવ જોવા મળશે, અપ્રિય ઘટનાનો યોગ છે. આજે સમજી-વિચારીને કાર્ય કરજો. સંતના આશીર્વાદથી મનમાં ઉર્જા જોવા મળશે. આજે ભાવુક થઈને નિર્ણય લેશો નહીં, નસીબ 60 ટકા સાથ આપશે.સારી તકો મળશે.અચાનક સકારાત્મક પરિણામ મળશે. શિક્ષા ક્ષેત્રે પડકારો ઓછા થશે.મનની ચંચળતા પરિણામોને પ્રભાવિત કરી શકે છે.કારકિર્દીમાં નવા પ્રાણ ફૂંકાશે.નવા વેપારથી જીવનમાં આનંદ વ્યાપી જશે.સારી તકો મળશે.કોઈ વ્યક્તિથી કામમાં તકલીફ પડી શકે છે.અટકેલા કામ વેગ પકડશે. કાયદાકીય બાબતોમાં સતર્ક રહેવુ.ધનલાભ થાય. જોખમ લેવાનું ટાળવું.પ્રોપર્ટીના વ્યવહારમાં તણાવ વધે.ખોટા ખર્ચથી દૂર રહેવું.ॐ ह्रीं घृणि सूर्य आदित्य श्रीं ओम् આ મંત્ર નો જાપ કરવાથી તમારા ઘર માં નકારાત્મક શક્તિ ઓ પ્રવેશ નહીં કરે.
કન્યા
જૂના વિવાદો પર પૂર્ણ વિરામ મૂકાય.અભ્યાસ માટે આ સમય અનુકૂળ છે.ઉચ્ચ શિક્ષાના પ્રયત્નો રંગ લાવશે.આળસ ત્યાગી આગળ વધવું સમયનું યોગ્ય મેનેજમેન્ટ કરવું.કોમ્પિટિટિવ પરીક્ષામાં સફળતા મળે.જાન્યુઆરી પછીનો સમય ઉત્તમ છે.નવી કારકિર્દીમાં સફળતા મળશે.ઉચ્ચ અધિકારીઓનો સહકાર મળે.કોઈ જૂના વિવાદનો અંત આવે. કારકિર્દીમાં જવાબદારી પૂરી કરવા યાત્રા કરવી પડશે.ધનલાભ થશે.ઈન્વેસ્ટમેન્ટમાં નફો ઘટશે છતાંય આર્થિક સ્થિતિ સારી રહેશે. પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરી શકાય.એકાએક ખર્ચ આવી જવાથી ચિંતા વધે. જાન્યુઆરી પછી લાભ વધશે.ગ્રહ મંત્ર- ओम ह्रीं बुं बुधाय नमः મંત્ર ના ઉચ્ચાર માત્ર થઈ આર્થિક સ્થિતિ માં સુધારો દેખાશે.
તુલા રાશિ
આજે રોકાયેલું ધન મળશે, પ્રયાસથી કાર્ય સફળ થશે. સન્માનમાં વધારો થશે અને વકીલો તેમજ ડૉક્ટરો માટે આજનો દિવસ સારો છે. આજે સરકારી કામોમાં જોવા મળતી અડચણ સમાપ્ત થશે. નસીબ 78 ટકા સાથ આપશે.ધીરજ ન ગુમાવશો.નજર સામે પડકારો દેખાઈ રહ્યા છે. તમારે સફળતા મેળવવા ઘણી મહેનત કરવી પડશે. ઊંધા ચત્તા રસ્તા અપનાવવાથી નુકસાન થશે.નવા ક્ષેત્રમાં સફળતા મળશે.ધીરજ રાખી પડશે.નવી યોજના પર કામ કરવાનો આ સાચો સમય છે. પરિણામ મળવામાં મોડું થઈ શકે છે. બોસ કે સહયોગીના વિચિત્ર વ્યવહારથી વિચલિત ન થશો, સંયમ રાખવું.આવકમાં ઘટાડો થઈ શકે છે. ગભરાશો નહિ,સકારાત્મક રહો.બજેટને ધ્યાનમાં રાખી કામ કરો.
ગ્રહ મંત્ર ओम द्रां द्रीं द्रौं स: शुक्राय नमः મંત્ર ના જાપ થી લક્ષ્મીજી ની કૃપા તમારા પર રેહશે.
વૃશ્ચિક
આજે ધીરજથી કામ લેજો, મજબૂત ઈરાદાથી પ્રગતિ થશે. આજે દુર્ઘટનાથી બચજો અને વાહન ધીરે ચલાવજો. આજે ભોજનમાં ધ્યાન રાખજો અને કોઈની સાથે સંબંધ વધારતા પહેલા વિચારજો. આજે કોઈ તમને દગો આપી શકે છે અને સચેત રહેજો. નસીબ 55 ટકા સાથ આપશે.કડવા વચનોથી દૂર રહો.સમય ખૂબ જ અનુકૂળ છે. ઉચ્ચ શિક્ષામાં મોટી સફળતા મળે.વિદેશમાં ભણવાના પ્રયાસો રંગ લાવશે.તમારી કારકિર્દી અત્યારે ચડાવ પર છે.દરેક પ્રકારની મૂંઝવણો દૂર થશે.પ્રમોશનની પૂરેપૂરી શક્યતા છે.કડવા વચનોથી દૂર રહેવુ.આર્થિક લાભની શક્યતા છે.વધારે પડતા ખર્ચથી બેચેની અનુભવાશે. પ્રમોશન કે ઈન્ક્રિમેન્ટની પૂરેપૂરી શક્યતા છે.લાંબા સમયના ઈન્વેસ્ટમેન્ટથી લાભ થશે. ખર્ચ પર કાબુ રાખવો.ગ્રહ મંત્ર ओम अं अंगरकाय नमः ના જાપથી તમારા તમામ સંકટો દૂર થશે.
ધન
આજે નવા સંપર્કોથી લાભ થશે, જોખમી કાર્યોમાં રુચિ વધશે અને મહિલાવર્ગના સહયોગથી લાભ થશે. આજે પરિવારનો કોઈ વ્યક્તિ આગળ આવીને મદદ કરશે. આજે દોસ્તોની મદદ મળશે. નસીબ 80 ટકા સાથ આપશે.ખર્ચ પર કાબુ રાખો.અભ્યાસના મોરચે આ વર્ષે અનેક પડકારોનો સામનો કરવો પડશે.મન બેચેન અને વિચલિત રહેશે.કઠોર પરિશ્રમથી સફળતા મેળવી શકશો.પડકારો વધશે, ધીરજ રાખો.અહીં-ત્યાંની વાતોથી દૂર રહો.બીજાના મામલામાં દખલઅંદાજી ન કરશો.જોબ-વેપાર બદલવા માટે સમય અનુકૂળ નથી.સંપત્તિની લેવડ દેવડ અને શેરબજારથી બચીને રહેવું.નુકસાનનો યોગ છે.ઈન્વેસ્ટમેન્ટમાં વિશેષ લાભ દેખાતો નથી.ખર્ચ પર કાબુ રાખવો.ઉધાર આપવા-લેવાથી બચવું.ગ્રહ મંત્ર- ओम ऐं श्रीं बृहस्पतये नम: મંત્ર જાપથી તમારા સમસ્યાઓ દૂર થઈ જશે.
મકર
આજે યાત્રા સારી રહેશે, ભેટ મળવાથી ખુશી થશે અને લાભ મળશે.આજે ઓફિસમાં બોસ તરફથી પ્રશંસા મળી શકે છે. આજે પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળશે. આજે સાંજે શુભ સમાચાર મળી શકે છે, નસીબ 89 ટકા સાથ આપશે.ઉધાર લેવા આપવાથી દૂર રહો.શિક્ષા માટે સમય મધ્યમ છે.દૃઢ એકાગ્રતા અને કઠિન પરિશ્રમથી સફળતા તમારા કદમ ચૂમશે.આ વર્ષ કારકિર્દીમાં નવા ઝમેલા અને પડકારો આપશે.તમે આનાથી સામ-દામ-દંડ-ભેદની કળા શીખી શકશો.આગળ જતા આ જ ગુણો તમને મોટી હસ્તી બનાવશે.આ વર્ષે આર્થિક પરિસ્થિતિ સાધારણ રહેશે.શેર બજારમાં નુકસાનની શક્યતા છે.રોકાણમાં વિશેષ લાભ દેખાતો નથી. ખર્ચ પર કાબુ રાખવો જરૂરી છે.ઉધાર લેવા-આપવાથી બચવું.ગ્રહ મંત્ર- ऊँ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।।ના જાપથી તમારા તમામ સંકટો દૂર થશે.
કુંભ
આજે કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધશે, ખર્ચામાં વધારો થશે. ગુપ્ત શત્રુ હેરાન કરી શકે છે. આજે સાવધાન રહેજો અને તબિયત સાચવજો. આજે ભોજનમાં ધ્યાન રાખજો અને નસીબ 70 ટકા સાથ આપશે.મનને ભટકતુ રોકો.આ વર્ષે શિક્ષા ક્ષેત્રે પડકારોનો સામનો કરવો પડશે.સફળતા મેળવવા માટે તમારે પરિસ્થિતિઓનો હિંમતથી સામનો કરવો પડશે. મનને ભટકતુ રોકવાનો પ્રયત્ન કરવો.પડકારો અને જવાબદારી વધશે.ધીરજ રાખવી.કોઈની નિંદા-કૂથલી ન કરવી.જોબ કે વેપાર બદલવા માટે યોગ્ય સમય નથી.નવી નોકરી કે વેપારની શરૂઆત ખૂબ સમજી વિચારીને કરવી.શેર બજારમાં નુકસાનની શક્યતા છે. ઈન્વેસ્ટમેન્ટથી થતા લાભમાં ઘટાડો થાય.ખર્ચ પર કાબુ રાખવો.બજેટ પકડીને ચાલવુ.પૈસા ઉધાર આપવા-લેવાથી બચવું.ગ્રહ મંત્ર- ऊँ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।। નાં જાપથી તમારા ઘર માં રહેલ કકળાટ દૂર થશે.
મીન
આજે વિરોધીઓ હારશે, પ્રગતિની તક મળશે. આજે શાંત રહીને કાર્ય કરજો, સફળતા તમારી રાહ જોઈ રહી છે. દાંપત્ય જીવનમાં મધુરતા જોવા મળશે, પ્રેમ પ્રસંગમાં સફળતા મળશે. નસીબ 78 ટકા સાથ આપશે.આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે.શિક્ષા માટે ઉત્તમ સમય છે.ભણવા-લખવા કે નવી વિદ્યા શીખવાથી અદભૂત લાભ મળશે.વેપારનો નવો પ્રસ્તાવ મળશે.નોકરીમાં નવી શક્યતાઓ મળશે.આ સમય ઉત્તમ છે.કોઈ સહકર્મીની મદદથી લાભ થાય.આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે.જમીન, મકાન, ફ્લેટમાં પૈસા રોકતા પહેલા બધું બરાબર સમજી લેવું.આ મામલા માટે આવતુ વર્ષ તમારા માટે ફાયદાકારક નથી.ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः,આ મંત્ર નો જાપ કરવાથી માં લક્ષ્મીજી ની કૃપા તમારા પર વર્ષી રેહશે.