દરેક ઋતુમાં અલગઅલગ રીતે વાળની કાળજી રાખવી જરૂર હોય છે, તે પછી ઉનાળો હોય, શિયાળો હોય કે પછી ચોમાસું હોય. દરેક ઉંમરની વ્યક્તિ પોતાના વાળની કાળજી રાખવામાં માને છે. અને તેના માટે તે મોંઘાં શેમ્પૂ, તો ક્યારેક બ્યુટી પાર્લરમાં જઈને પોતાના વાળ પાછળ ઘણો ખર્ચ કરે છે.પહેલાંના સમયમાં સ્ત્રીઓના વાળ ઘણા ઘાટા અને લાંબા હતા, ત્યારે આપણને થાય કે એવું કેમ? એવું એટલા માટે કે તે સમયમાં વાળની સંભાળ માટે સ્ત્રીઓ બહારના કેમિકલવાળી પ્રોડક્ટ કરતા ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરવામાં વધારે માનતી હતી.
આજકાલ લોકોની વધતી ઉંમરની સાથે તેમના વાળ ખરવાની સમસ્યા પણ વધી રહી છે અને અત્યારના વ્યસ્ત જીવનમાં તે પોતાના વાળ પર ધ્યાન આપી શકતા નથી. તો આ વ્યસ્તતામાં પણ પોતાના કિચનમાં રહેલી કેટલીક સામગ્રીથી જ તમે વાળને ખરતા રોકી શકો છો અને બહારની બનાવટી પ્રોડક્ટ્સની સાઈડ ઈફેક્ટથી બચી શકો છો.વાળ સાથે સંકળાયેલી સમસ્યાઓથી લોકો ઘણીવાર તણાવ મા ચાલ્યા જતા હોય છે.વિશેષ તો સ્ત્રીઓ પોતાના વાળ ને લઈને ખુબ જ લાગણીશીલ હોય છે.તે વાળ ખરવા, વાળ પાતળા પડી જવા તથા ખોડા જેવી સમસ્યાઓ ના કારણે ખૂબ જ તણાવ મા રહેતી હોય છે.તે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે બજારમા મળતી અનેકવિધ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ, કઈ જ ફરક નથી પડતો. આજે અમે તમારા માટે એક ઘરેલુ ઉપચાર લઇને આવ્યા છીએ જેની સહાયતાથી તમે તમારા વાળ સાથે સંકળાયેલી સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો.આ ઘરેલુ ઉપચાર છે ચોખાનુ પાણી.
ચોખાનુ પાણી એ તમારા વાળને એક નવુ જીવન આપી કરી શકે છે કારણકે, તેમા સમાવિષ્ટ ગુણતત્વો વાળ માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમારે તમારા વાળને મજબૂત અને સુંદર બનવવા હોય તો ચોખાના પાણીનો ઉપયોગ કરવો જોઇએ. આ નુસખો જાપાનના પ્રાચીન હીયન કાળનો છે.ભૂતકાળમા ક્ષત્રિય સ્ત્રીઓના વાળ સુંદર , લાંબા અને જમીન સુધી અડકતા હતા. જે પાછળનુ રહસ્ય ચોખાનુ પાણી હતુ. તો ચાલો જાણીએ ચોખાનુ પાણી બનાવવાની સરળ વિધિ વિશે.ચોખાનુ પાણી બનાવવા માટે આવશ્યક સાધન-સામગ્રી.ચોખા,૧ બાઉલ , પાણી ૧ કપ.સૌથી પહેલા એક વાસણમા કાચા ચોખાને લઈ તેને સાફ કરી પાણીમા વ્યવસ્થિત રીતે ધોઇ લો.
ત્યારબાદ આ ચોખામા રહેલુ પાણી ઢોળીને તેમા ફરી બીજુ ૧ કપ પાણી ઉમેરીને ધોઇ લો ત્યારબાદ તે પાણી સાઈડમારાખી મૂકો. હવે ચોખાનો તમે તમારા દૈનિક આહારમા ઉપયોગ કરી શખો છો. ત્યારબાદ તમે જે ચોખાનુ પાણી બચાવીને રાખ્યુ છે.તેમા બીજા ૨-૩ કપ પાણી મિક્સ કરી લો. ત્યારબાદ તેને ફરી ૩૦ મિનિટ માટે સાઈડમા રાખી મૂકો.હવે આ પાણીને એક સાફ વાસણમા કાઢી લો. હવે આ ચોખાના પાણીને એક પ્લાસ્ટિકના કન્ટેનરમા ઢાંકી ને રાખી મૂકો. તેને ૧૨-૧૪ કલાક સુધી રૂમના તાપમાન ને અનુકૂળ રહેવા દો. આમ, કરાવથી તેમા આથો આવવાનો શરૂ થઇ જશે.
પરંતુ, આ પાણીને ક્યારેય પણ ૨૪ કલાક કરતા વધુ સંગ્રહ કરીને ના રાખવુ. વધુ સમય રાખી મૂકવાથી તે બગડી જાય છે. આ પાણીને હવે ફ્રીઝમા સંગ્રહ કરી રાખી મૂકો.આ રીતે કરો ચોખા ના પાણી નો ઉપયોગ.સૌથી પહેલા તો વાળને હંમેશાની જેમ શેમ્પુથી ધોઇ લો.ત્યારબાદ હવે ચોખાના પાણીથી માથામા અને વાળમા સ્કેલ્પ પર યોગ્ય રીતે મસાજ કરો. ત્યારબાદ ૨૦ મિનિટ સુધી આ જ અવસ્થામા રહેવુ. ત્યારબાદ હળવા નવશેકા પાણીથી તમારા વાળ ધોઇ લો. તમારા વાળ બમણી ઝડપથી વધી જશે.આ સિવાય પણ ઘણાં ઉપાયો છે આવો જાણીએ તેના વિશે.
ડુંગળીનો રસ.
ડુંગળીના રસમાં સલ્ફર હોય છે. તે પેશીમાં હાજર કોલોજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપીને વાળના વિકાસમાં મદદ કરે છે.ડુંગળીના ટુકડાને કાપીને તેનો રસ કાઢી લો. તમે છીણીને તેના છીણનો પણ ઉપયોગ કરી શકો છો. રસને ૧૦-૧૫ મિનિટ સુધી તાળવા પર લગાવી રાખો. ત્યારબાદ વાળને શેમ્પૂથી ધોઈ લો.ડુંગળીના રસની જગ્યાએ બટાકાના રસનો પણ ઉપયોગ કરી શકો છો.
નારિયેળનું દૂધ.
વાળના સારા વિકાસ માટે નારિયેળનું દૂધ વધુ સારો ઉપચાર છે, કેમ કે તેમાં આયર્ન, પોટેશિયમ અને ફેટનું પ્રમાણ વધારે હોય છે.સૌ પ્રથમ નારિયેળનું પાણી કાઢી લો. (બજારમાં મળતા તૈયાર નારિયેળ પાણીનો ઉપયોગ ન કરવો.) પછી તેમાં અડધા લીંબુનો રસ અને ચાર ટીપાં લેવેન્ડર ઓઈલ નાંખી મિક્સ કરો. તાળવા પર લગાવીને ચાર-પાંચ કલાક રાખો. પછી વાળ ધોઈ લો.
સફરજનનું વિનેગર.
વિનેગર તાળવાને સાફ રાખીને પી.એચ.ના સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે. લાંબા અને જાડા વાળ માટે તેને એક લિટર પાણીમાં ૭૫ મિલી. જેટલું મેળવો અને નાના વાળ માટે એક કપ પાણીમાં ૧૫ મિલી. જેટલું મેળવો.વાળ શેમ્પૂથી ધોઈ લીધા બાદ સફરજનના વિનેગરને પાણીમાં નાખીને વાળ ધોઈ લો. તેનાથી વાળની ચમક વધશે ને લાંબા પણ થશે.
મેથી..
વાળનો પ્રાકૃતિક કલર કેવી રીતે જાળવી રાખવો તે ઘણાને મૂંઝવતો પ્રશ્ન છે. આ માટે એક સચોટ અને સરળ ઉપાય છે મેથી.મેથીમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ હોય છે જે વાળ માટે ફાયદાકારક હોય છે. આ મિશ્રણને બનાવવા માટે મિક્સરમાં પાણી નાંખી મેથી પીસી લો. થોડું નારિયેળનું તેલ નાંખી પેસ્ટ બનાવો. આ પેસ્ટને અડધા કલાક માટે વાળ અને તાળવા પણ લગાવી રાખો. ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. ઘરગથ્થુ ઉપચાર વાળના ગ્રોથની સાથેસાથે તેના પ્રાકૃતિક રંગને જાળવવામાં મદદ કરે છે.
ગ્રીન ટી.
શરીરને તંદુરસ્ત રાખવા માટે તમે રોજ આહારમાં ગ્રીન ટીનો ઉપયોગ કરે છો અને પછી તેની ટી બેગને કચરામાં ફેંકો છો. પણ તમે જાણો છો કે આ જ ગ્રીન ટી તમારા વાળ માટે કેટલી લાભદાયી છે? ગ્રીન ટી એક સારી એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે. જે વાળને તૂટતા બચાવે છે અને તેને વધવામાં મદદ કરે છે.થોડી ગરમ ગ્રીન ટીને તાળવા પર લગાવો. એકાદ કલાક સુધી લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લો.
આંબળાં
આપણે નાના હતા ત્યારથી સાંભળીએ છીએ કે આંબળાં વાળ અને શરીર બંને માટે લાભકારી છે. પોષકતત્ત્વોથી ભરેલા આ ફળમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, જે વાળ માટે ઘણું ઉપયોગી છે.બે ચમચી આંબળાંનો પાઉડર અથવા રસમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરો. તેને તમારા વાળમાં લગાવો. ત્યારબાદ તેને થોડી વાર માટે સુકાવા દો. સુકાઈ ગયા બાદ થોડા નવશેકા પાણીથી વાળ ધોઈ લો.