Ajab Gajab

આખા ભારતમાં આ એકજ મંદિર એવું છે જ્યાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે,એકજ ક્લિકમાં અત્યારેજ કરીલો દર્શન……

એવુ કહેવાય છે કે હનુમાનજીની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે પોતાના ભક્તોની પરેશાનીઓ અને બધા સંકટથી રક્ષા કરે છે.હનુમાનજી માત્ર એવા ભગવાન છે કે કોઈ ભક્ત તેમની સાચી શ્રધ્ધાથી થોડા સમય માટે તેમને યાદ કરી લે તો હનુમાનજી તેમના દુઃખો દૂર કરી જીવનમાં ખુશીઓ લાવી દે છે. હનુમાનજીને અંજની પુત્ર, બજરંગ બાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી બધા પાપ નાશ થાય છે અને બધી મુશ્કેલીઓ દૂર થાય છે. કલયુગમાં પણ હનુમાનજી પૃથ્વી પર વસે છે. ભગવાન હનુમાન ભગવાન રામના મહાન ભક્ત માનવામાં આવે છે.

તે સાબિત કરવા માટે કે તેમના હૃદયમાં ફક્ત તેમના ભગવાન શ્રી રામ અને માતા સીતા છે, તેમણે તેમની છાતી ચીરી નાખી હતી. જો કે તમે આ બધી બાબતોને પહેલેથી જ જાણતા હશો, પરંતુ શું તમે જાણો છો કે અપરિણીત અને બ્રહ્મચારી ગણાતા બજરંગ બાલીના લગ્ન પણ ખરેખર થયા હતા.અત્યાર સુધીમાં જોયેલા તમામ મંદિરોમાં તમે હનુમાનજીની એકમાત્ર મૂર્તિ જોઈ હશે, પરંતુ તેલંગાણાના ખમ્મા જિલ્લામાં હૈદરાબાદથી લગભગ 200 કિલોમીટરના અંતરે એકમાત્ર  એવું મંદિર છે.

જ્યાં પત્ની સુવર્ચલા સાથે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને ભક્તો તેમની પૂજા ભક્તિભાવથી કરે છે એવું માનવામાં આવે છે કે આ મંદિરની મુલાકાત લેતા દરેક પરિણીત દંપતીની દરેક વૈવાહિક સમસ્યા ફર થાઈ છે. હનુમાનજીનું એક પ્રાચીન મંદિર છે ત્યા જોવા મળશે જ્યાં હનુમાનજી તેમની પત્ની સાથે ભક્તોને દર્શન આપે છે આ મંદિર એ વાતનું સબુત છે કે આ મંદિરની અંદર હનુમાનજીના લગ્ન થયા હતા મિત્રો અહિયા દંપતી હનુમાનજીનો આશીર્વાદ મેળવવા માટે આવે છે.

હનુમાન જીની કૃપાથી વિવાહિત જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે.મહાબલી હનુમાનજી બધા દેવતાઓમા સૌથી શક્તિશાળી દેવતા માનવામા આવે છે મિત્રો આપણે સૌ જાણીએ છે કે હનુમાનજી બાળભ્રમચારી હતા મિત્રો આપણે સૌએ જોયેલી પૌરાણિક કથાઓ ની રીતે જોઇએ તો તેમા એવુ જણાવવામા આવ્યુ છે કે હનુમાનજી ભલે બાળભ્રમચારી હતા પરંતુ તેમનુ લગ્ન થયુ હતુ અને તે પણ બધાજ રિતિરિવાજોની સાથે લગ્ન થયુ હતુ.

આટલુ જ નહી પરંતુ હનુમાન જી નો એક પુત્રના પિતા પણ હતા પરંતુ તેમના લગ્ન અને પુત્ર પ્રાપ્તિના કોઇપણ સબંધ બતાવવામા આવ્યા નથી.તો ચાલો હવે અમે તમને જણાવીએ કે તેમણે કેવી રીતે લગ્ન કર્યા હતા અને બજરંગ બાલીને લગ્ન કર્યા પછી પણ બ્રહ્મચારી કેમ માનવામાં આવે છે.પ્રાચીન ગ્રંથો અનુસાર ભગવાન સૂર્યદેવ પાસે 8 વિદ્યાઓ હતી અને બજરંગ બલી તમામ વિદ્યાઓ શીખવા માંગતા હતા. સૂર્યદેવે હનુમાનને 5 વિદ્યાઓ શીખવી, પરંતુ બાકીની વિદ્યાઓ  માટે તેમના લગ્ન કરવાં જરૂરી હતા.

ખરેખર જે 4 વિદ્યાઓ બાકી હતી તે ફક્ત પરણીત શિષ્યોને જ આપી શકાય તેમ હતી. હવે આ મોટી સમસ્યા ઉભી થઈ કારણ કે બજરંગ બલી બ્રહ્મચારી હતા, પણ તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે તે તમામ વિદ્યાઓ શીખશે. સૂર્યદેવે હનુમાનજીને લગ્ન કરવાનું કહ્યું, પરંતુ હનુમાનજી પોતાનું બ્રહ્મચર્ય ગુમાવવા માંગતા નહોતા.સૂર્યદેવે તેને ફરીથી સમજાવ્યું કે લગ્ન કર્યા વિના તે બાકીના ઉપદેશો કદી નહીં શીખી શકે. આ જાણ્યા પછી હનુમાનજી લગ્ન કરવા સમંત થઈ ગયા.

સૂર્યદેવે તેની પુત્રી સુવર્ચલા નો લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. સુવર્ચલા ખૂબ જ મોટા સંન્યાસી હતા અને ધ્યાનમાં લીન રહેતા, તેથી તેમણે ખાતરી આપી કે લગ્ન પછી પણ બજરંગ બાલી બ્રહ્મચારી રહેશે. સૂર્યદેવે કહ્યું કે સુવર્ચલા સાથે લગ્ન કર્યા પછી પણ હનુમાનજી બ્રહ્મચારી રહી શકેશે. કેમ કે લગ્ન પછી તરત જ સુવર્ચલા તપશ્ચર્યામાં લીન થઈ જાશે.આ પછી હનુમાનજીએ સુવર્ચલા સાથે લગ્ન કર્યા અને બાકીના ઉપદેશોનું જ્ઞાન લીધું. લગ્ન પછી તરત જ સુવર્ચલા ફરી તપસ્યામાં લિન થઈ ગયા.

આ કારણોસર, લગ્ન કર્યા પછી પણ હનુમાનજી હંમેશાં અપરિણીત અને બ્રહ્મચારી કહેવાયા છે. જો કે હનુમાનજીની પત્નીનો ક્યારેય ઉલ્લેખ નથી થતો અને ભારતમાં એક જ મંદિર છે જ્યાં તેમની પત્ની સાથે તેમની પૂજા કરવામાં આવે છે. હવે તમે જાણવા માગતા હશો કે તે ભ્રમચારી હતા તો તેમના પત્ની ને પુત્ર ક્યાંથી આવ્યો.તમને જણાવી દઈએ કે વાલ્મિકી રામાયણ મુજબ જ્યારે મહાબલી હનુમાનજી સીતાની શોધમા લંકામા જાય છે ત્યારે હનુમાનજીએ પુરી લકામા લંકા દહન કરે છે.

ત્યારબાદ જ્યારે હનુમાનજી લંકાદહન કર્યા પછી અગ્નીના ઝડપી તાપથી હનુમાનજી ને પરસેવો થવા લાગે છે અને જ્યારે તેઓ પોતાની પુંછમા લાગેલી અગ્નીને ઠંડી કરવા દરિયાની બાજુ જાય છે ત્યારે તે વખતે તેમના શરીરમા થતા પરસેવાનુ એક ટીપુ એક માછલીના મો ની અંદર પડે છે જેના કારણે તે માછલી ગર્ભવતી થઈ જાય છે જેના કારણે માછલીના ગર્ભમા એક વાનરના રુપમા એક મનુષ્ય ને જન્મ આપે છે અને તેને રાવણનો ભાઈ અહિરાવણે પાતાળ લોક નો ચોકિદાર બનાવી દે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker