GujaratUpdates

આમ આદમી પાર્ટી આજે ગુજરાતના દરેક સમાજના લોકોની પહેલી પસંદ બની ગઈ છેઃ ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિવસેને દિવસે મજબૂત થઈ રહી છે કારણ કે ગુજરાતના ઈમાનદાર અને સ્વચ્છ છબી ધરાવતા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આવા મહાનુભાવ લોકોમાંના એક એવા કેયુર શાહુકાર, જગદીશ ભરવાડ, જીગ્નેશ વાઘેલા ને ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ સ્વાગત કરતા ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં શામેલ કર્યા.

કેયુર શાહુકાર પૂર્વ જોઈન્ટ સેક્રેટરી યુથ કોંગ્રેસ, પૂર્વ પ્રમુખ શ્રી. ક્ષત્રિય મરાઠા મંડળ, માનવ અધિકાર સમિતિ (સુરત)ના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. જગદીશ ભરવાડ માલધારી સમાજ ના હક્ક અને અધિકાર માટે,માન અને સન્માન માટે,સમાજ ને થતાં અન્યાય સામે,ગૌ-માતા અને ગૌચર જમીન માટે,સમાજમાં ચાલતાં કુરિવાજો સામે,મહિલા સશક્તિકરણ માટે હર હંમેશ લડતાં,સામાજિક દુષણો, કુરિવાજો, કુપ્રથા, રૂઢિઓ સામે પોતાની કલમ વડે લડત આપતાં, તેમજ માલધારી સમાજના લેખક, ગૌ- પ્રેમી, યુવા અગ્રણી છે. જીગ્નેશ વાઘેલા પીસ થ્રુ હૂમીનીટી ના મેમ્બર રહીને સમાજ માટે કાર્ય કરી ચુક્યા છે, રેડ ક્રોસ બ્લડ પ્રોગ્રામ માં ભાગ લઇ ચૂક્યા છે, કોરોના માં પણ સક્રિય રીતે પોતાનું યોગદાન આપી ચુક્યા છે.

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીની સરકાર દ્વારા કરવામાં આવેલા કામથી પ્રભાવિત થઈને કેયુર શાહુકાર, જગદીશ ભરવાડ, જીગ્નેશ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેઓ માને છે કે જે રીતે દિલ્હીની જનતાને વધુ સારી સેવાઓ મળી રહી છે એવી જ સેવાઓ ગુજરાતની જનતાને પણ મળવી જોઈએ. ગુજરાતની જનતાને પણ સારી આરોગ્ય વ્યવસ્થા, સારી શિક્ષણ વ્યવસ્થા, મફત વીજળી અને પાણી, ભ્રષ્ટાચાર મુક્ત શાસન મેળવવાનો અધિકાર છે. આજે દિલ્હીમાં સુશાસનવાળી સરકાર છે, એવી જ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

દિલ્હી અને પંજાબને મફતમાં વીજળી આપવામાં આવી રહી છે અને અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આવીને જાહેરાત કરી દીધી છે કે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતના લોકોને પણ મફત વીજળી મળી શકે છે, આ વાત આખા ગુજરાતમાં આગની જેમ પ્રસરી ગઈ છે. આજે ગુજરાતની જનતા પણ અનુભવી રહી છે કે માત્ર આમ આદમી પાર્ટી જ લોકોની સેવા કરવાનું કામ કરી રહી છે. તેથી આ કારણોસર લોકો સતત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

ગુજરાતની જનતા જે ઝડપે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહી છે તે જોઈને ભાજપ અને કોંગ્રેસની ઊંઘ હરામ થઈ ગઈ છે. કોંગ્રેસ હવે માત્ર કાગળ પર છે અને ભાજપે હવે સ્વીકાર્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેની મુખ્ય હરીફ છે. આજે આમ આદમી પાર્ટીનું સંગઠન ગુજરાત કોંગ્રેસના સંગઠન કરતા મોટું થઈ ગયું છે અને આગામી 1 મહિનામાં આમ આદમી પાર્ટીનું સંગઠન ગુજરાતના ભાજપના સંગઠન કરતા પણ મોટું થઇ જશે.

આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતાઓ અને કાર્યકરો આજે પણ ગુજરાતના ઘરે ઘરે જઈને ફ્રિ વીજળી આંદોલનને હજુ પણ ચલાવી રહ્યા છે અને ભ્રષ્ટ ભાજપની ખોટી નીતિઓ સામે ગુજરાતની જનતાને જાગૃત કરી રહ્યા છે. ગુજરાતની જનતાને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના જનહિતના કાર્યોથી પ્રભાવિત થઈને વધુ સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker