ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટીનું સંગઠન સંપૂર્ણ રીતે તૈયાર છેઃ મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેનો જે પાયો છે, સંગઠન છે તેને મજબૂત કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દેશના સર્વશ્રેષ્ઠ દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી ડો. સંદીપ પાઠકના અથાગ પ્રયત્નો અને દરેક કાર્યકર્તાઓની મહેનત એ આમ આદમી પાર્ટી ને ગુજરાત માં ઘર-ઘર સુધી પહોંચાડી છે.

કેટલાક દિવસો પહેલા આમ આદમી પાર્ટી ગુજરાત એ માળખા ના સંગઠન ની 1000 જેટલા પદાધિકારીઓ ની એક યાદી જાહેર કરી હતી. આજે ફરીથી ભગવાન જગ્ગ્નનાથ ના ચરણો માં વંદન ની સાથે ગુજરાતની આગામી લડાઈ લડવા 6098 જેટલા નવા પદાધિકારીઓ, જેમને પ્રદેશ લેવલ પર, લોકસભા લેવલ પર તથા જિલ્લાની ના જે સંગઠનો છે તેમાં વિધાનસભા લેવલ ઉપર પણ જવાબદારીઓ આપવામાં આવી છે.

આ યાદી પાર્ટીના પ્રદેશ પ્રભારી ડૉ. સંદિપ પાઠક સાહેબના નેતૃત્વમાં, પ્રદેશ ચુંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવના માર્ગદર્શનથી, નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીના સૂચન મુજબ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની રાય અનુસાર, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુના સહયોગથી તેમજ પાર્ટીના સંસ્થાપક તેમજ ફ્રન્ટલ અધ્યક્ષ કિશોરકાકાના આશીર્વાદથી આજરોજ પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ સંગઠનની બીજી યાદી મિડિયા સમક્ષ જાહેર કરી હતી.

આ નવી યાદીમાં પ્રદેશ કક્ષાએ 148, લોકસભા કક્ષાએ 53, જિલ્લા સમિતિમાં 1509 તેમજ વિધાનસભા કક્ષાએ 4488 કાર્યકર્તાઓને જવાબદારી આપીને કુલ-6098 જેટલા પદાધિકારીઓનું વિશાળ સંગઠન જાહેર કર્યું.

મનોજ સોરઠીયાએ મહત્વપૂર્ણ પદાધિકારીઓના નામ જણાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે ભેમાભાઈ ચૌધરી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે રમેશભાઈ નાભાણી, ફ્રન્ટલ સંગઠન CYSS જે છાત્રો માટે કામ કરી રહ્યું છે તેના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ધાર્મિક માથુકિયા, OBC વિંગ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે દિનેશ ઠાકોર, માઇનોરિટી વિંગ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે આરીફ અંસારી, ગુજરાતના ખલી તરીકે ઓળખાતા રવિ પ્રજાપતિ ને સ્પોર્ટ્સ વિંગ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે, માલધારી વિંગ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે અશોકભાઈ ગોહિલ, અને અન્ય પણ ઘણા સાથી મિત્રો ને જવાબદારીઓ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટી ગુજરાત નું આ નવું સંગઠન આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજય અપાવે એવો વિશ્વાસ રાખીયે છીએ. સંગઠન નિર્માણનું જે કામ ચાલી રહ્યું છે, એમાં અમે ટૂંક સમયમાં ત્રીજી યાદી બહાર પાડીશું. આજે, આમ આદમી પાર્ટી વતી, હું નવા સંગઠનમાં જવાબદારી મેળવનાર તમામ સાથી કાર્યકરોને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે તેમના નેતૃત્વમાં સમયસર જનભાગીદારી વાળી સરકાર બને અને જનતાની વાત વિધાનસભા સુધી પહોંચે.

આ મહત્વની પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી તેમજ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, મોરચાના પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજ્યગુરુ, પણ ઉપસ્થિત રહ્યા હતા.

Scroll to Top