આપમાં આંતરિક વિખવાદ? સંગઠનમાં આ બે મોટા નેતાની બાદબાકી થતા ઉભો થયો વિવાદ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાતમાં 2022 ની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની જેમ વિધાનસભામાં પણ જીત મેળવવા માટે પાર્ટી દ્વારા અલગ-અલગ રણનીતિઓ ઘડવામાં આવી રહી છે. જ્યારે ગઈકાલના આપ દ્વારા મિશન 2022 અંતર્ગત સંગઠનનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.

તેમ છતાં ત્યારબાદથી પાર્ટીના નેતાઓમાં મદભેદ હોવાનું સામે આવી રહ્યું છે. નવા સંગઠન મુજબ, ઈશુદાન ગઢવી તેમજ મહેશ સવાણીની બાદબાકીથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે બીજીતરફ એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે, આ બંને નેતાઓ ગુજરાતના આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની આગેવાનીમાં કામ કરવા ઈચ્છતા નથી. સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભવિષ્યમાં આ બંને નેતાઓને પાર્ટી કોઈ વિશેષ જવાબદારી સોંપવામાં આવી શકે છે.

તેની સાથે સુરતમાં કોંગ્રેસને ટક્કર આપ્યા બાદ વિજય થયેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધુ એક્ટિવ થવા માંગે છે. ત્યારે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાત લગાવી જીત મેળવવા માટે બુથ લેવલની કામગીરી કરવા માટે તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ઈશુદાન ગઢવી પણ પત્રકારત્વ છોડીને આપમાં જોડાઈ ગયા છે. જ્યારે સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ આપથી જોડાયા છે.

તેમ છતાં ગઈકાલના આપ દ્વારા જાહેર કરેલા નવા સંગઠનના માળખામાં લોક ગાયક કલાકાર વિજય સુંવાળા સહિત ત્રણ પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામા આવ્યા હતા. જેમાં સાગર રબારીને પ્રદેશ મહામંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો છે. તેમ છતા આપના નેતા ઈશુદાન ગઢવી અને મહેશ સવાણીને સંગઠનમાં કોઈ હોદ્દો અપાયો નથી. જ્યારે ચર્ચા એ પણ કરવામાં આવી રહી છે કે, 2022 ની ચૂંટણી પહેલા ગોપાલ ઈટાલિયાને ગુજરાત AAP ના પ્રદેશ પ્રમુખના પદેથી હટાવીને કોઈ સિનિયર નેતાને સ્થાન આપવામાં આવી શકે છે.

તેની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના મેમ્બર રહેલા છે અને ગુજરાતમાં હાલમાં તેઓને જવાબદારી સોંપવામાં આવી નથી. તેમને ભવિષ્યમાં ગુજરાતની વિશેષ જવાબદારી સોંપાશે. તે જ રીતે મહેશ સવાણીને પણ પ્રદેશમાં પાર્ટીના નેતાની જવાબદારી સોંપવામાં આવશે.

આજે પ્રદેશથી લઈ નગર સુધીના નેતાઓની મળેલી બેઠકમાં પ્રદેશના નેતાઓ દિલ્લીમાં અરવિંદ કેજરીવાલથી મુલાકાત કરી આવ્યા બાદ ત્યાં થયેલી ચર્ચા વિશે વાતચીત કરવામાં આવી હતી. 22 ટકા જનતા દ્વારા પરિવર્તનની રાજનીતિ એટલે કે આમ આદમી પાર્ટીને વોટ આપવામાં આવ્યો છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાતથી જીત મેળવવા માટે બુથ લેવલની કામગીરી કરવા માટે તૈયારી શરુ કરવાનું કહેવામાં આવ્યું છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો