છૂટાછેડા લીઘા બાદ પણ આમિર ખાન EX પત્ની સાથે…Video થયો વાયરલ

આમિર ખાને ગયા વર્ષે છૂટાછેડા લઈને લોકોને ચોંકાવી દીધા હતા. અભિનેતાના આ બીજા છૂટાછેડા હતા. પરંતુ છૂટાછેડા પછી પણ આમિર અને કિરણ એકબીજાથી અલગ થઈ શક્યા નથી. એટલા માટે તેઓ દરરોજ સાથે જોવા મળે છે. ફરી એકવાર આમિર અને કિરણ સાથે જોવા મળ્યા. આ દરમિયાન પણ બંનેનું બોન્ડિંગ ખૂબ જ મજબૂત જોવા મળ્યું હતું.

બોલિવૂડના ટોચના અભિનેતાઓમાંના એક મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આ દિવસોમાં ફિલ્મો કરતાં વધુ પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. આમિર ખાને ગયા વર્ષે પરસ્પર સંમતિથી પત્ની કિરણ રાવ સાથેના બીજા 15 વર્ષના લગ્નજીવનને તોડીને ચાહકોને ચોંકાવી દીધા હતા. બંનેના અચાનક છૂટાછેડાના નિર્ણયને કારણે દરેકના મનમાં સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ છૂટાછેડા પછી પણ આમિર તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે સમય પસાર કરતો જોવા મળે છે. હાલમાં જ આમિર અને કિરણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ વિવિધ વાતો કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કિરણ રાવ અને આમિર ખાન સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં આમિર ખાન અને કિરણ રાવ વાત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બંનેના એક્સપ્રેશન એવા છે કે બંને હજુ પણ રિલેશનશિપમાં છે. આ વીડિયો પર કોમેન્ટ કરીને લોકો એવું પણ લખી રહ્યા છે કે તેઓએ છૂટાછેડા કેમ લીધા.

Scroll to Top