આમિર ખાન-કિરણ રાવે લીધા છુટાછેડા, આ કારણોસર બંને થયા જુદા

બોલિવૂડ અભિનેતા આમિર ખાનના બીજા લગ્ન પણ તૂટી ગયા છે. લગ્નના 15 વર્ષ બાદ તેમણે પત્ની કિરણ રાવથી પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાની જાહેરાત કરવામાં આવી છે. બંનેએ 28 ડિસેમ્બર, 2005 ના રોજ લગ્ન કર્યા હતા. આમિર અને કિરણે પણ છૂટાછેડા બાદ સત્તાવાર નિવેદન જાહેર પણ કરી દીધું છે.

બંનેએ જણાવ્યુ છે કે, ‘અમે એક સાથે વિતાવેલા 15 વર્ષ દરમિયાન, અમે દરેક ક્ષણ હાસ્ય સાથે જીવતા રહ્યાં અને અમારો સંબંધ વિશ્વાસ, આદર અને પ્રેમથી આગળ વધતો રહ્યો હતો. હવે આપણે આપણા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરીશું, જોકે પતિ-પત્નીની જેમ નહીં, પરંતુ એકબીજા માટે પરિવાર તરીકે હશે. આપણે થોડા સમય પહેલા જ આપણા સેપરેશનનો પ્લાન કર્યો હતો અને હવે આપણે અલગ-અલગ રહેવાની વ્યવસ્થામાં આરામદાયક છીએ. આપણે પુત્ર માટે કો-પેરેન્ટ્સ બન્યા રહીશું અને તેનો સારી રીતે ઉછેર કરીશું.

આ ફિલ્મો અને પોતાના પાની ફાઉન્ડેશન સિવાય તે બધા પ્રોજેક્ટ્સ પર સાથે કામ કરતા રહીશું જેમાં અમારો રસ હશે. અમારા મિત્રો અને પરિવારોનો આભાર કે જેમણે આ સમય દરમ્યાન અમારો સપોર્ટ કર્યો, તેમના સમર્થન વગર અમે આ નિર્ણય લઈ શક્યા ન હોત. અમે અપેક્ષા રાખીએ છીએ કે, અમારા શુભેચ્છકો આ છૂટાછેડાને અંત નહીં, પરંતુ અમારી નવી યાત્રાની શરૂઆત તરીકે જોવે.

Scroll to Top