અંબાજી એટલે સાક્ષાત જાણે માં અંબા હાજરાહજૂર હોઈ એવું ચમત્કારી ધામ અંબાજી તમે જો કદાચ ભાદરવી પૂનમે આવતા હોય તો તમને ખબર જ હશે કે આ પૂનમે ત્યાં કેટલું પબ્લિક હોઈ છે.
અને કેટલા સંઘ આવતા હોય છે પણ આમાં એક સંઘ અનોખો છે જે સતત 23 વર્ષથી આવે છે ત્યારે આજે વાત કરીશું એ સંઘની.
છેલ્લા કેટલાય વર્ષોથી તમે ભાદરવા મહિનામાં ચાલતા જતા પદયાત્રીઓને અંબાજી જતા જોતા હશો.
માં અંબા ના ધામમાં દર વર્ષે હજારો લોકો ભાદરવી પૂનમે દર્શન કરવા માટે આવે છે. જેમાંથી કેટલાય લોકો પગપાળા ચાલતા આવતા હોય છે.
માં અંબા ના દર્શન કરવા લોકો 500-500 કિલોમીટર સુધી ચાલીને આવતા હોય છે ત્યારે આજે વાત કરીશુ એક એવા સંઘ ની જે છેલ્લા 23 વર્ષથી સતત માં અંબાના દર્શન કરવા માટે જાય છે.
આ સંઘ છે ગુજરાતના એક નાનકડો કહી શકાય તેવો જિલ્લાનો એટલે આણંદ જિલ્લાના એક નાનકડા ગામ ખડોલ(હ) ગામ નો.
આ ગામનો સંઘ છેલ્લા કેટલાય વર્ષોથી માં અંબાના ધામમાં પગપાળા જાય છે જેમાં અંદાજે 100 કરતા વધુ ભાઈઓ-બહેનો જોડાય છે.
આ સંઘ છેક અંબાજી પહોંચે ત્યાં સુધી યુવાનોમાં જોશ અને માં અંબે જય અંબે ના નારા બોલતા બોલતા 51મણનો રથ લઈને પહોંચે છે.
આરાસુર જતા આવતા ડુંગરાળ વિસ્તારમાં પણ આ ગામના યુવાનો જાને 50ની સ્પીડે ગાડી દોડાવતા હોઈ તેમ રથને લઈને નીકળે છે.
આ સંઘ ખડોલ(હ)થી નીકળીને આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, પ્રાતિજ, ઇડર, ખેડબ્રહ્મા અને આગિયા હડાદ થઈને 9 દિવસે માં અંબાના ધામમાં પહોંચે છે.
આ સંઘમાં કેટલાય બાળકો-મહિલાઓ પણ ચાલતા આવે છે જેમાં મહિલાઓ પણ રસ્તામાં મદદરૂપ થાય છે જમવાનું બનાવવામાં અને અન્ય કામમાં.
આ સંઘમાં ગમે તેવી ભલે તકલીફ આવે પણ આ લોકો એકબીજાને મદદ કરવાની ભાવનાથી ટેવાયેલા હોઈ સાથ સહકારથી કોઈ મોટી મુશ્કેલી નથી પડતી.
જો તમારે પણ આ વખતે અંબાજી જવું હોય તો ત્યાં તમે આ સંઘ જોડાઈ શકો છો. જે બારસ ના દિવસે અંબાજી મંદિરમાં ધજા ચડાવતા જોઈ શકો છો.